ડિશ ઈન્ડિયા લિમિટેડ એમએન્ડઈ/ બ્રોડકાસ્ટ ઉદ્યોગની પ્રથમ હેકેથોન યોજશે

નોઈડા, 23મી એપ્રિલ, 2018: દુનિયાની સૌથી વિશાળ એક દેશી ડીટીએચ બ્રાન્ડ ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડ ઉત્તમ ગ્રાહક અનુભવ માટે આધુનિક ડિજિટલ પરિવર્તન લાવવા માટે અજોડ પ્રોડક્ટો વિકસાવવા અને પ્રભાવશાળી નિવારણો નિર્માણ કરવા માટે ટેક શોખીનોને એમએન્ડઈ/ બ્રોડકાસ્ટ ઉદ્યોગની પ્રથમ હેકેથોન ડિશથોનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં હર્ષ અનુભવે છે.

અજોડ હેકેથોનનું લક્ષ્ય ભારતભરમાંથી યુવા ઈનોવેટર્સ, ડિઝરપ્ટર્સ, સ્ટાર્ટઅપ્સવિદ્યાર્થીઓ, ડેવલપર્સને ભાગ લેવાસાથ ડિઝરપ્ટિવ આઈડિયા લાવવા માટે આમંત્રણ આપવાનું છે. નોંધણી હાલમાં શરૂ થઈ ચૂકી છે અને એન્ટ્રીઓ સુપરત કરવાની છેલ્લી તારીખ 7 મે, 2018 છે.

ડિશથોનના લોન્ચ પર ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડના ગ્રુપ સીઈઓ શ્રી અનિલ દુઆએ જણાવ્યું હતું કે ડિશ ટીવી તેના મિડિયા/ કન્ટેન્ટ વિતરણ મંચ માટે ઈનોવેટિવ અભિગમસાથે ટેકનોલોજી થકી ટીવી જોવાના અનુભવમાં પરિવર્તન લાવવા અને ઈનોવેટિવ પ્રોડક્ટો વિકસાવવા માટે વ્યાપક ટેક ઈકોસિસ્ટમ સાથે કામ કરવા માટે કટિબદ્ધ છે. અમારી નવી પહેલ ડિશથોનનુંલક્ષ્ય અસમાંતર ગ્રાહક અનુભવ આપવાનું છે. અમે એમએન્ડઈ/ બ્રોડકાસ્ટ ઉદ્યોગમાં અગાઉ ક્યારેય નહીં તેવી અનોખી પહેલની આગેવાની કરવામાં ભારે રોમાંચ અનુભવી રહ્યા છીએ, જે પહેલ ટેક શોખીનોને ભવિષ્ય માટે એમએન્ડઈ/ બ્રોડકાસ્ટ ઉદ્યોગમાં નવો દાખલો બેસાડનારી ટેકનોલોજીના આઈડિયા સાથે આવવા માટે તક પૂરી પાડશે.

પહેલ વિશે બોલતાં ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સુખપ્રીત સિંગે જણાવ્યું હતું કે ઉદ્યોગની પહેલ અત્યંત ઉચ્ચ સ્તરે અને ઊંડાણથી હાથ ધરવામાં આવી છે, જે ડીટીએચ ઉદ્યોગમાં નવી પ્રોડક્ટો નિર્માણ કરવા અને ડિજિટલ પરિવર્તન પ્રેરિત કરવા માટે ઈનોવેશનને પ્રોત્સાહન આપે છે. ડિશથોન ઈનોવેટર્સને ટીવી જોવાનો અનુભવ બહેતર બનાવવા અને ઉદ્યોગમાં ભાવિ ડિઝરપ્શન્સ માટે બીજ વાવવા માટે મંચ પૂરું પાડશે.

ભાગીદારી વિશે બોલતાં ઈન્ક્યુબેટ આઈએનડીના સહસ્થાપક સમકિત શર્માએ જણાવ્યું હતું કે ડિશથોનના આરંભિક વર્ષમાં ડીટીએચ ઉદ્યોગમાં આગેવાની કરવા માટે ડિશ ટીવી સાથે ભાગીદારી કરવાનું અમને ગૌરવજનક લાગે છે. ડિશ ટીવી હંમેશાં પથદર્શક પહેલો અને અત્યંત સ્વીકાર્ય બ્રાન્ડ સાથે વિકાસમાં આગેવાન હોય છે, જેણે તેની સંસ્કૃતિમાં ઈનોવેશનની કેળવણી કરી છે. અમને આશા છે કે અમુક આઈડિયાઓ ડિશથોનમાંથી આવશે તે ડિશ ટીવીની આગેવાન ટીમ દ્વારા સ્વીકાર કરાશે અને તેની પર કામ કરાશે.