ડીએચએફએલનો ચોથા ત્રિમાસિકનો ચોખ્ખો નફો 26 ટકા વધીને રૂ. 312.4 કરોડ થયો

 31 માર્ચ, 2018ના પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂપરેખા

 • ચોખ્ખો નફો 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે 26 ટકા વધીને રૂ. 1172.1 કરોડ થયો (અપવાદાત્મક આવક વિના).

 • 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે વેરા પૂર્વેનો નફો 25 ટકા વધીને રૂ. 1756.6 કરોડ થયો.

 • 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે કુલ આવક 18 ટકા વધીને રૂ. 10,464.5 કરોડ થઈ.

 • 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે લોન બુક આઉટસ્ટેન્ડિંગ 28 ટકા વધીને વર્ષ દર વર્ષ રૂ. 91,932 કરોડ થઈ.

 • 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 33 ટકા વધીને રૂ. 111,086 કરોડ થઈ

 • બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ ઈક્વિટી શેરહોલ્ડરોને ઈક્વિટી શેરદીઠ રૂ. 2.50નું આખરી ડિવિડંડ ભલામણ કર્યું. કુલ ડિવિડંડ (વચગાળાના ડિવિડંડ સહિત) ઈક્વિટી શેર દીઠ રૂ. 5.50. (ગત વર્ષઃ શેર દીઠ રૂ. 4.00)

 • ગ્રોસ એનપીએ 0.96 ટકા રહી.

 • ચોખ્ખા વ્યાજનું માર્જિન 3.04 ટકા થયું.

 

એપ્રિલ, 2018- ભારતની અગ્રણી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીમાંથી એક ડીએચએફએલ દ્વારા આજે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે તેનાં વાર્ષિક પરિણામો જાહેર કરાયાં છે. કંપનીએ 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે 26 ટકાની નફામાં ચોખ્ખી વૃદ્ધિ સાથે રૂ. 1172.1 કરોડનો આંક નોંધાવ્યો છે.

કંપનીની નાણાકીય કામગીરી વિશે બોલતાં ડીએચએફએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કપિલ વાધવાએ જણાવ્યું હતું કે ડીએચએફએલે ઘરની માલિકી આપવાના ડીએચએફએલના ધ્યેયને પરિપૂર્ણ કરવાની દિશામાં અનેક પૂર્વસક્રિય પગલાં લેવાનું ચાલુ રાખીને ચોથા ત્રિમાસિકમાં મજબૂત વેપાર વૃદ્ધિ નોંધાવી છે. એકંદરે નાણાકીય વર્ષ 2017-18 હાઉસિંગ ફાઈનાન્સ ક્ષેત્ર માટે પ્રોત્સાહનજનક રહ્યું છે, જેમાં સેંકડો વૃદ્ધિલક્ષી પહેલો જોવા મળી છે અને સરકાર દ્વારા અનેક ઉદ્યોગને વ્યાખ્યા કરતા નીતિનાં પગલાં લેવાયાં છે.

એસેટ્સ અંડર મેનેજેન્ટ (એયુએમ) 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે 33 ટકા વર્ષ દર વર્ષ વધીને રૂ. 83,560 કરોડ પરથી રૂ. 111,086 કરોડ પર પહોંચી છે.

ડીએચએફએલ ગૃહ ઉત્સવ પરદર્શન જેવી અજોડ પહેલો થકી ટિયર 2 અને 3 શહેરોમાં તેની સ્પર્ધાત્મક શક્તિઓ અને વિસ્તરતી ગ્રાહક પહોંચ વ્યૂહરચનાઓનો લાભ લેતાં રોમાંચક ક્ષિતિજમાં તેની આગેવાની જાળવી રાખી છે. ટીમની બેજોડ કટિબદ્ધતા સાથે અમને આગામી સમયમાં મજબૂત કામગીરી નોંધાવવાનું ચાલુ રાખવાનો વિશ્વાસ છે.

પોર્ટફોલિયો ડાઈવર્સિફિકેશનની બાજુ પર ડીએચએફએલે લંડનશેરબજારમાં મસાલા બોન્ડ્સ જારી કરીને 150 મિલિયન ડોલર ઊભા કર્યા છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું પદાર્પણ લિસ્ટિંગ છે. આથી અમારી વૃદ્ધિની વ્યૂહરચનાને ગતિ મળી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ભારતમાં ઉચ્ચ સંભાવના ધરાવતી એફોર્ડેબલ હાઉસિંગની ગાથામાં ભાગ લેવાનો મોકો મળ્યો છે.

ડીએચએફએલનો ધ્યેય ભારતમાં સામાજિક- આર્થિક પરિવર્તન લાવવામાં યોગદાન આપવાનો છે. અમારી વ્યૂહાત્મક વિસ્તરણ પહેલોના આધાર સાથે ડીએચએફએલ ભારતભરમાં સક્રિય રીતે નાણાકીય સાક્ષરતા વધારવા માટે કટિબદ્ધ પગલાં લઈ રહી છે, જે ભારતમાં હાઉસિંગ ફોર ઓલ બાય 2022નો તેનો ધ્યેય હાંસલ કરવામાં ચાવીરૂપ છે.

ગત વર્ષે આ જ સમયગાળાની તુલનામાં 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટેની કામગીરીની વિગતોઃ

 • નાણાકીય વર્ષ 2017માં રૂ. 927.0 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો 26 ટકા વધીને રૂ. 1172.1 કરોડ થયો.

 • નાણાકીય વર્ષ 2017માં રૂ. 1402.4 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે વેરા પૂર્વેનો નફો 25 ટકા વધીને રૂ. 1756.6 કરોડ થયો.

 • નાણાકીય વર્ષ 2017માં રૂ. 72,096 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે લોન બુક આઉટસ્ટેન્ડિંગ 28 ટકા વધીને રૂ. 91,932 કરોડ થઈ.

 • નાણાકીય વર્ષ 2017માં રૂ. 8857.2 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે કુલ આવક 18 ટકા વધીને રૂ. 10,464.5 કરોડ થઈ.

 • નાણાકીય વર્ષ 2017માં રૂ. 1402.4 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા વર્ષ માટે વેરા પૂર્વેનો નફો 25 ટકા વધીને રૂ. 1756.6 કરોડ થયો.

 • બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ ઈક્વિટી શેરહોલ્ડરોને ઈક્વિટી શેરદીઠ રૂ. 2.50નું આખરી ડિવિડંડ ભલામણ કર્યું. કુલ ડિવિડંડ (વચગાળાના ડિવિડંડ સહિત) ઈક્વિટી શેર દીઠ રૂ. 5.50. (ગત વર્ષઃ શેર દીઠ રૂ. 4.00)

 • ગ્રોસ એનપીએ 0.96 ટકા રહી

 • વ્યાજનું ચોખ્ખું માર્જિન 3.04 ટકા રહ્યું.

ગત ત્રિમાસિકે આ જ સમયગાળાની તુલનામાં 31 માર્ચ, 2018ના પૂરા થયેલા ત્રિમાસિક માટેની કામગીરીની વિગતોઃ

 • નાણાકીય વર્ષ 2017ના ત્રિમાસિકમાં રૂ. 248.2 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 26 ટકા વધીને રૂ. 312.4 કરોડ થયો.

 • નાણાકીય વર્ષ 2017ના ત્રિમાસિકમાં રૂ. 375.6 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા ત્રિમાસિક માટે વેરા પૂર્વેનો નફો 28 ટકા વધીને રૂ. 479.9 કરોડ થયો.

 • નાણાકીય વર્ષ 2017ના ત્રિમાસિકમાં રૂ. 72,096 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા ત્રિમાસિક માટે લોન બુક આઉટસ્ટેન્ડિંગ 28 ટકા વધીને રૂ. 91,932 કરોડ થયો.

 • લોન વિતરણ 31 માર્ચ, 2018ના પૂરા થયેલા ત્રિમાસિક માટે રૂ. 15768 કરોડ રહી હતી, જે ગત ત્રિમાસિકમાં આ જ સમયગાળાના તુલનામાં 81 ટકા વધી છે.

 • કુલ આવર ગત ત્રિમાસિકમાં રૂ. 2377.7 કરોડ સામે 31 માર્ચ, 2018ના પૂરા થયેલા ત્રિમાસિક દરમિયાન 18 ટકા વધીને રૂ. 2808.2 કરોડ થઈ છે.

 • ગ્રોસ એનપીએ 0.96 ટકા રહી છે.

 • વ્યાજનું ચોખ્ખું માર્જિન 3.03 ટકા રહ્યું છે.

ડીએચએફએલ લોઅર અને મિડલ ઈન્કમ (એલએમઆઈ)ને પહોંચી વળવા તેના હોમ લોન પોર્ટફોલિયોમાં મોટા ભાગના હિસ્સા સાથે એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં આગેવાન સ્થાન ધરાવે છે. ડીએચએફએલનો સરેરાશ લોન ટિકિટ આકાર પોર્ટફોલિયો સ્તરે રૂ. 15.2 લાખે રહ્યો છે. ડીએચએફએલની મજબૂત કામગીરી ટિયર 2 અને 3 બજારોમાં એલએમઆઈ ક્ષેત્ર પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરીને પ્રેરિત રહી ચાલુ રહેશે. કંપની હોમ લોન, હોમ એક્સટેન્શન લોન, હોમ ઈમ્પ્રુવમેન્ટ લોન, પ્લોટ લોન, મોર્ટગેજ લોન, પ્રોજેકટ લોન, એસએમઈ લોન અને નોન- રેસિડેન્શિયલ પ્રોપર્ટી લોન  સહિત હોમ લોન પ્રોડક્ટોની શ્રેણીઓ ભારતમાં તેના બધા ગ્રાહક વર્ગો માટે ઓફર કરે છે, જે સાથે તેણે નીચી અને મધ્યમ આવકના વર્ગ પર એકધારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે.