ડેન્યુબ ગ્રૂપ દ્વારા ફિલ્મફેર મિડલ ઈસ્ટ મેગેઝીન ફરી લોન્ચ કરાયું

લાવણ્યમયી દીપિકા પાદુકોણ મેગેઝિનના કવર પેજ પર

૨૦૧૮ઃ દુબઈઃ યુએઈના વિશાળ અને વૈવિધ્યપૂર્ણ કોન્ગ્લોમરેટ ડેન્યુબ ગ્રૂપ દ્વારા દુબઈના બોલિવૂડ પાર્ક્સના રાજ મહલ થિયેટરમાં ડાયનેમિક મીડિયા ઈન્ડસ્ટ્રીમાં ૩૦ માર્ચ, ૨૦૧૮ના રોજ ભવ્ય પ્રવેશ ફિલ્મ અને સેલિબ્રિટી મેગેઝિન ‘ફિલ્મફેર મિડલ ઈસ્ટ’ના રિ-લોન્ચ સાથે કરાયો છે. ઝાકઝમાળભરી આ ઈવેન્ટમાં ક્લાસ, લક્ઝરી, સ્ટાઈલ અને કેટલીક અવિસ્મરણીય પળો ભારત અને પાકિસ્તાની સિનેમાની હસ્તીઓ જેમકે દીપિકા પાદુકોણ, કરન જોહર, ફવાદ ખાન, મેહવિશ હયાત, મનિષ મલ્હોત્રા, જેકી શ્રોફ, દિયા મિર્ઝા તેમજ ડેન્યુબ ગ્રૂપના સ્થાપક અને ચેરમેન રિઝવાન સાજન તથા દુબઈના મહાનુભાવો સાથે સામેલ રહી હતી.

અરમાન મલિક, અમન મલિક, ઉષા ઉથુપ અને બપ્પી લાહિરી જેવા ગાયકોએ હાઈ નોટ્‌સ પર સાંજના સમયનો ટેમ્પો તેમણે પોતાની સ્ટાઈલમાં ઓડિયન્સને મંત્રમુગ્ધ કરીને વધાર્યો હતો. આ ઉપરાંત ખરા અર્થમાં પ્રતિભાશાળી ભારતી સિંઘે લોકોને ખૂબ હસાવ્યા હતા. આ સાથે ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીને અનેક અગ્રણી સિતારાઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

નીડર, પ્રતિભાશાળી અને સ્ટનીંગ દિપિકા પાદુકોણે આ ઈવેન્ટમાં મેગેઝિનનું કવર રજૂ કર્યુ હતું. સિતારાઓ રેડ કાર્પેટ પર ઓટોગ્રાફ મેળવવા માટે આતુર પ્રશંસકોથી ઘેરાઈ ગયા હતા. આ પ્રશંસકો પોતાના મનપસંદ એક્ટર્સની એક ઝલક મેળવવા માટે કલાકોથી ઊભા રહ્યા હતા.

મેગેઝિનના ગૌરવશાળી ઓનર રિઝવાન સાજને કહ્યું હતું, ‘ફિલ્મફેર મિડલ ઈસ્ટ એક કલ્ટ બ્રાન્ડ છે અને તે મારું એ સપનું હતું કે આ બ્રાન્ડ ફરી જીવંત બને. અમે આ વેન્ચર શરૂ કર્યુ કેમકે અમે માનીએ છીએ કે આ મેગેઝીન સિનેમાની એસેન્સ ધરાવે છે અને તે તેના લક્ષિત ઓડિયન્સમાં વિશાળ રિડરશીપ ધરાવે છે. અમે અમારા રિડર્સ અને એડવર્ટાઈઝર્સના તેમના વફાદાર સહયોગ માટે આભારી છીએ. મને આશા છે કે મેગેઝિન અગાઉની જેમ જ તેની લોકપ્રિયતા મેળવશે.’

તેમણે કહ્યું હતું, ‘હું દરેક સ્ટારનો વ્યક્તિગત રીતે આભાર માનું છું કે તેઓએ તેમના વ્યસ્ત શિડ્યુલમાંથી અહીં સમય આપ્યો. આ ઉપરાંત, હું મારી સમગ્ર ટીમનો પણ આભાર માનું છું કે જેમણે આ ભવ્ય ઈવેન્ટને સફળ બનાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી.’

મેગેઝિનના આ નવા અવતારને યુએઈ અને જીસીસી તથા નોંધપાત્ર આરબ પોપ્યુલેસનમાં સિનેમા અને સેલિબ્રિટીઝના ચાહકો સહિત વિશાળ એશિયન પ્રવાસીઓ સુધી પહોંચાડવાાં આવશે.’