ડો અગ્રવાલ આંખની હોસ્પિટલદ્વારા અભૂતપૂર્વ સર્જીકલ ટેક્નિક “ગ્લૂડ આઇઓએલ” દ્વારા નિવૃત શિક્ષક ની દ્રષ્ટિપાછી મેળવી આપી

ડો અગ્રવાલ આંખની હોસ્પિટલદ્વારા અભૂતપૂર્વ સર્જીકલ ટેક્નિક “ગ્લૂડ આઇઓએલ” દ્વારા નિવૃત શિક્ષક ની દ્રષ્ટિપાછી મેળવી આપી

અમદાવાદ, ૧૮ એપ્રિલ-૨૦૧૮ઃઅગ્રવાલઆંખ ની હોસ્પિટલ,આંખની બિમારીઓ માટે સંપૂર્ણ ઉકેલ ઓફર કરતી એક વ્યાપક આંખની હોસ્પિટલએ અમદાવાદમાં સફળતાપૂર્વક યુનિકોડ ગ્લુડ આઇઓએલ અને અન્ય શસ્ત્રક્રિયા તરીકે ઓળખાતી તેની પ્રથમ સર્જરી અમદાવાદ ખાતે કરી છે.ગ્લૂડ આઇઓએલ એ આંખની અંદર નેત્રમણિ મુકવાની ખાસ ટેક્નિક છે. ગ્લૂડ આઇઓએલસર્જરી ના શોધક ડો અમર અગ્રવાલ છે.

૬૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક યુસુફ ભાઈ ભૂતકાળ માં જટિલ મોતિયાની શસ્ત્રક્રિયાના કારણે દ્રષ્ટિ ગુમાવવાને કારણે હારીને પોતાની આંખ ની સારવાર માટે ડો અગ્રવાલઆંખ ની હોસ્પિટલ ખાતે આવ્યા હતા. ડોક્ટર્સ ના પ્રાથમિક નિરીક્ષણ મુજબ દર્દી ને અફેકિક બુલિસ કેરોટોપેથીને કારણે કોર્નેલ ડિકપેન્સેશન હતું. (જૂની જટીલ શસ્ત્રક્રિયાને કારણે કોર્નિયા ઝાંખી બની ગયી હતી) તેમને શસ્ત્રક્રિયા પછી કોઈ લેન્સ રોપાયો ન હતો.દ્રષ્ટિ એચએમ (હાથ ચળવળની ધારણા) હતી.જેને ટેક્નિકલ મેડિકલની ભાષા માં ‘અફેકીક બુલલોસ કેરેટોપથી વિથ ડિસ્ટોર્ટેડ પ્યુપિલ’ કહે છે.

ડો અગ્રવાલઆંખ ની હોસ્પિટલ ના જોઈન્ટ મેડિકલ ડિરેક્ટર ડો નિરા કંજની દ્વારા આ દર્દી ને સારવાર આપવામાં આવી હતી શ્રી યુસુફ ની સારવાર ‘પેનેટ્રેટિન્ગ કેરેટોપલાસ્ટી વિથ ગ્લૂડ આઇઓએલ વિથ પ્યુપિલોપલાસ્ટી’ પધ્ધતિથી કરવામાં આવી હતી. ડો કંજની એ જણાવ્યું કે “આ સર્જરી માં ઘણા પડકાર હતા જેવા કે ઘણા સમયથી નેત્રમણિનોહતો, કિકી પણપારદર્શી નોહતી તદઉપરાંત આંખની પ્યુપિલપણતેના આકાર માં નોહતી અને છેલ્લે ડોનર કી કિકી પ્રત્યારોપિત કર્યા પછી તે કિકી તેમને અનુકૂળ આવે છે કે નહિ વગેરે.” તેમને કહ્યું કે “દર્દીને હવે સારું છે તેમની દ્રષ્ટિ ૬/૨૪ છે. પ્રત્યારોપિત કિકી તેમને અનુકૂળ આવી ગયી છે અને રુજ પણસરસ છે. તે હવે પારદર્શક કિકી અને નેત્રમણિની મદદથી ફરીથી જોઈ શકે છે નેત્રમણિ એડવાન્સ્ડ ટેક્નોલોજી ગ્લૂડ આઇઓએલદ્વારા બેસાડવામાં આવી છે.”

પોતાની આંખની કિકી ની સારવાર અને નેત્રમણિના સહારે દ્રષ્ટિપાછી મેળવવાથી યુસુફભાઇ ઘણા ખુશ હતા.

યુસુફ ભાઈએ એ જણાવ્યું કે“હું હવે જોઈ શકું છું અને મને બધું ચોખ્ખું દેખાય છે મારી એક આંખની દ્રષ્ટિ જતી રહી હતી અને મને ઘણી તકલીફ થતી હતી. કોઈની મદદવગર હૂં કામ નોહ્‌તો કરી શકતો. હું ડો નીરા અને ડો અગ્રવાલ આંખની હોસ્પિટલના સટાફ નો ખુબખુબ આભાર માનું છું.”