ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર હવે હિન્દીમાં ઝીફાઈવ પર જોવા મળશે

મુંબઈઃ ભારતના લેન્ગ્વેજ કન્ટેન્ટ માટેના વિશાલ ડિજિટલ એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ ઝીફાઈવ દ્વારા લોકપ્રિયકોલંબિયન ડ્રામા પાબ્લો એસ્કોબાર – ડ્રગ કિંગની રજૂઆત અંગે ઘોષણા કરવામાં આવી હતી. ભારતીય ભાષાઓમાંઆંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ લાવવાના પોતાના વચનને પાળીને ઝીફાઈવ દ્વારા સ્પેનિશ – લેંગ્વેજ સિરીઝને હિન્દીમાં ડબ કરીછે.
કોલંબિયન ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબારના જીવન પર આધારિત આ સિરિઝમાં કોલંબિયન ટીવી અને ફિલ્મ એક્ટરએન્ડ્રેસ પેરા મેડિનાએ અભિનય કર્યો છે. ૭૪ એપિસોડની આ સિરીઝમાં એસ્કોબારનો વિકાસ કઈ રીતે થયો એ જોવા મળે છે જેમાં તેની એક સામાન્ય ચોર તરીકેની શરૂઆતથી લઈને તે કઈ રીતે ડ્રગ ટ્રાફિકિંગના સામ્રાજ્યનો વડો બન્યોઅને કોકેન ટ્રેડને મલ્ટી મિલિયન ડોલરના બિઝનેસમાં કઈ રીતે પરિવર્તિત કર્યો અને તે કઈ રીતે તેની સામે થનાર કોઈને પણ ક્રૂરપણે ખતમ કરી નાખતો તેની સ્ટોરી આલેખવામાં આવી છે. તેને ‘કિંગ ઓફ કોકેઈન’ કહેવામાંઆવતો હતો અને ગુનાઓની દુનિયામાં તે સૌથી અમીર ગુનેગાર હતો. આ શોમાં સાથે એસ્કોબારની થોડી ઉજળી બાજુ પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે કે કઈ રીતે તે એક પતિ તરીકે કે એક પિતા તરીકે તેમજ ગરીબોના બેલીતરીકે રહેતો હતો.
ઝીફાઈવ ઈન્ડિયા બિઝનેસના ઈવીપી અને ડિજિટલ હેડ અર્ચના આનંદે કહ્યું હતું, ‘પાબ્લો એસ્કોબાર આંતરરાષ્ટ્રીયસ્તરે સૌથી લોકપ્રિય ટીવી શોમાંનો એક રહ્યો છે અને કોલંબિયામાં મોટી સંખ્યામાં દર્શકોમાં આકર્ષણ સર્જ્યુ હતું.અમને આ શો ઝીફાઈવ પર હિન્દીમાં પ્રસારિત કરતા રોમાંચ અનુભવી રહ્યા છીએ અને સાથે અમે અમારા દર્શકોને અનુકૂળ ભાષઆમાં ઉત્તમ કન્ટેન્ટ આપવાનું વચન પણ પાળી રહ્યા છીએ. રિયલ લાઈફ સ્ટોરીઝમાં એક ખાસ અપીલહોય છે અને તેમાં કેટલીક સ્ટોરીઝ પાબ્લો એસ્કોબારના કથાનક જેવી સેન્શેશનલ હોય છે. અનેક પ્રિમિયમઈન્ટરનેશનલ શોઝમાંનો એક શો છે જે અમે ભારતમાં અમારા દર્શકો માટે રજૂ કરી રહ્યા છીએ.’
૩૫૦૦થી વધુ ફિલ્મો, ૫૦૦થી વધુ ટીવી શો, ૪૦૦૦થી વધુ મ્યુઝિક વીડિયો, ૩૫થી વધુ થિયેટર પ્લે અને ૯૦થીવધુ લાઈવ ટીવી ચેનલ્સ ૧૨ ભાષાઓમાં રજૂ કરીને ઝીફાઈવ ખરેખર દેશમાં તેના દર્શકો માટે બિનહરીફ કન્ટેન્ટ વૈવિધ્યપૂર્ણ રીતે ઓફર કરે છે. તેના વ્યૂહાત્મક જોડાણ વિશ્વના ઉત્તમ પ્રોડક્શન હાઉસ સાથે કરીને ઝીફાઈવ વિવિધદેશો જેમકે તુર્કી, પાકિસ્તાન, યુનાઈટેડ સ્ટેટસ, યુનાઈટેડ કિંગડમ, કોરિયા, ચીન, સ્પેન વગેરેના વિશ્વ કક્ષાનીકન્ટેન્ટ રજૂ કરે છે. ઝીફાઈવ સાથે એક બ્રાન્ડ તરીકે ઝિંદગીની કન્ટેન્ટને પણ દેશભરમાં પ્રશંસા મળી રહી છે અને તેપણ તેના વફાદાર દર્શકો માટે પરત આવી રહી છે.