તમે જાણો છો ‘ફેટ’ સારી વસ્તુ છે?

નવી દિલ્હી, ૨૬મી એપ્રિલ ૨૦૧૮ઃ આપણી વજન ઘટાડવાની જીદમાં, આપણામાંથી ઘણા અતિશય અથવા વિકૃત વજન ઘટાડવા નકામા અને ઓછા ખોરાકને પંસદ કરે છે. વજન ઘટાડવા માટે લોકો જે સૌથી લોકપ્રિય માર્ગો અપનાવે છે તેમાંથી એકમાં ખોરાકમાંથી ફેટ ઘટાડવાનો સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે ફેટ આરોગ્ય માટે લાભકારક છે અને જ્યારે તમે તમારા આહારમાંથી ફેટ ઘટાડો છો ત્યારે તેમે આરોગ્યલક્ષી ઉપાધિઓને આમંત્રણ આપો છો?
“ફેટ” શબ્દનાં જુદાજુદા અર્થ થાય છે અને બોડી ફેટ અને ડાયટરી ફેટનો તફાવત સમજ્યા વગર લોકો સરળતાથી કહે છે કે બંને ખરાબ છે. લોકપ્રિય માન્યતાઓની વિરૂદ્ધમાં તમારા માટે એ જાણવું આશ્ચર્યકારક રહેશે કે ડાયટરી ફેટ જેવાકે પોલીઅનસ્ટ્યુરેટેડ અને મોનાઉનસેટ્યુરેટેડ ફેટ તમારા માટે હકીકમાં સારા છે ! તે જ્યારે યોગ્ય માત્રામાં લેવાય છે ત્યારે તમને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે.
તેને ટીમ ગુડ ફેટ પણ કહેવામાં આવે છે – અખરોટ, સેલ્મન, એવોકેડોસ અને ઓલિવ ઓઇલ આવશ્યક ફેટી એસીડના સ્ત્રોતો છે જે યોગ્ય વજન, ઉત્તમ તંદુરસ્તી અને સામાન્ય ફીઝીયોલોજીકલ કાયોર્ને જાળવી રાખવા માટે આવશ્યક છે. ખાસ કરીને કેલિફોર્નિયા અખકરોટ ઓમેગા ૩ ફેટી એસીડથી ભરપુર છે જે પોલિઅનસેટ્યુરેટેડ ફેટ તરીકે ઓળખા છે જે તમને ટ્રિગ્લઆઇસેરાઇડ્‌સને ઘટાડવામાં મદદ કરી શકે છે. માટે પોષ્ક તત્વોથી ભરપુર ખોરાકનો આહારમાં સમાવેશ ખરીને સારા ફેટમાં વધારો કરો જે સેટ્યુરેટેડ ફેટને અન સેટ્યુરેટેડ ફેટમાં પરિવર્તિત કરે છે.
નાઝનિન હુસૈન, ડાયટીશીયન, ન્યટ્રીઅનિસ્ટ અને પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયન ડાયટેટીક્સ એસોસિયેશન તમારા હારમાં સારા ફેટને સામેલ કરવા અને સ્વાદ ઉમેરવા અને તમારી સમગ્ર તંદુરસ્તીને વધારવાની સ્વાદિષ્ટ અને સરળ રીતો જણાવે છેઃ
કેલિફોર્નિયા અખરોટ અપનાવો
સલાડ, ઓટમીલ, યોગર્ટ અને પેનકેક પર નટ અને બી ભભરાવો. તમારા બપોરના નાસ્તા તરીકે એક મુઠ્ઠી અખરોટ માણીને તમારા ઓહ સો ગુડ ઓમેગા પણ મેળવો અને તેમને કેટલાક સંતોષકારક ક્રન્ચ માટે રાત્રિના ભોજનમાં પણ ઉમેરો. (અખરોટની એક ડીસમાં ૨.૫ ગ્રામ ઓમેગા- ૩ એએલએ ફેટ પ્રતિ ઓંશ છે જે કોઇપણ અન્ય સુકામેવામાં સૌથી વધારે છે.)
સેલ્મન પુરક તરીકે
કેલરી અને સ્ટેટ્યુરેટેડે ફેટને કાપવા માટે તમારી મુખ્ય ખોરાક અને ટુકડાને શેકેલી, ગ્રીલ કરેલી અથવા બેક કરેલી સેલેમોનથી બદલો ( એક ડીશ દિઠ ૩ ઓંશ). પુરાવાઓ દર્શાવે છે કે આ સરળ પરીવર્તન અઠવાડિયામાં બે વખત કરવાથી તમારા હૃદય રોગ અને સ્થુળનતાના જોખમને ઘટાડી શકે છે.
એવોકાડો ઉમેરો
તમારા ખોરાકમાં એકતૃત્યાંશ ભાગ ઓવેકાડો ઉમેરીને તમારા મોનાઉનસ્ટેટ્યુરેટેડ ફેટ (અને ફાયબર)ની માત્રા વધારો. આ ગ્યુકેમોલો દ્રવસ્ય તમારા ઉત્તમ આહારના સ્તરને વધારે છે- તે ટોસ્ટ થી સલાડ અને બર્ગરથી અને સેલનેમોન દરેક માટે ઉમદા ટોપર છે. યમ!
ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો
એન્ટીઓક્સીડન્ટ ઓલિવ ઓઇલ અપનાવો. સંખ્યાબંધ અભ્યાસો દર્શાવે છે કે મેડિટેરેનિય આહારનો ઉપયોગ જેમાં ઓલિવ ઓઇલ હૃદય રોગના જોખમોમાં ઘટાડો કરી શકે છે અને તમારા સમગ્ર તંદુરસ્તી વધારે છે. ઓલિવ ઓઇલ (ડીસ દીઠ એક ચમચી) બટરના પુરક તરીકે ઉપયોગ કરો.
પ્રથમ પગલુ આહારમાં સારા ફેટને અપનાવવું તે પોષકતત્થી ભરપુર ખોરાક પર કેન્દ્રીત છે અને માંસ અને ડેરી ઉત્પાદનોમાં મળતા સામાન્ટ સ્ટેયુરેટેડ ફેટને અનસ્ટેટ્યુરેટેડ ફેટમાં બદલો. જે વોલનટ, સેલમન, એવ કાડો અને ઓલિવઓઇલ જેવા ખોરાકમાં ઉપલબ્ધ છે. ગો ટીમ ગુડ ફેટ!