દિલ્હી-એનસીઆરમાં નીરવ મોદીને પણ ટક્કર મારે એટલું મોટું કૌભાંડ સામે આવ્યું

દિલ્હી-એનસીઆરમાં નીરવ મોદીને પણ ટક્કર મારે એટલું મોટું કૌભાંડ સામે આવ્યું
રિઅલ એસ્ટેટની જાણીતી કંપની એસઆરએસ ગ્રુપ પર હજારો કરોડ રૂપિયા હડપવાનો આરોપ

નવીદિલ્હી
દેશમાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. હવે દિલ્હી-એનસીઆરમાં પંજાબ નેશનલ બેંકથી પણ મોટું કૌભાંડ સામે આવ્યું છે. રિઅલ એસ્ટેટની જાણીતી કંપની એસઆરએસ ગ્રુપ પર હજારો કરોડ રૂપિયા હડપવાનો આરોપ છે. આ કૌભાંડને રિયલ એસ્ટેટ ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે.આ મામલે નોંધાયેલી ફરિયાદ કાર્યવાહી હાથ ધરતા હરિયાણા પોલીસે એસઆરએસ ગ્રુપના ચેરમેન અનિલ જિંદલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. અનિલ જિંદલ સિવાય જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં બિશન બંસલ, નાનક ચંદ યાતલ, વિનોદ મામા અને દેવેંદ્ર અધાનાનો સમાવેશ થાય છે. એસઆરએસ ગ્રુપ પર બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેને પાછી ન આપવાનો આપવાનો આરોપ છે.ડીસીપી વિક્રમ કપૂરે આ બાબતની જાણકારી આપતા કહ્યું હતું કે, આરોપીઓને દિલ્હીના દિલ્હીના મહિપાલપુરની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતાં. તમામને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજુ કરવામાં આવશે અને આરોપીના રિમાંડની માંગણી કરવામાં આવશે.આ તમામ વિરૂદ્ધ ગત મહિને ચાર માર્ચે સેક્ટર-૩૧માં આઈપીસીન્ની ૪૨૦, ૪૦૬, ૧૨૦બી તથા હરિયાણા પ્રોટેક્શન ઓફ ઈંટેસ્ટ ઓફ ડિપોઝીટ ઈન એફ એક્ટ ૨૦૧૩ અંતર્ગત ૨૨ કેસ નોંધવામાં આવ્યાં હતાં. કેદ નોંધવામાં આવ્યા બાદ અનિલ જિંદલના નિવાસસ્થાન સહિત જુદા જુદા સ્થળે પોલીસે દરોડાની કાર્યવાહી હ આથ ધરી હતી, પરંતુ જીંદલ હાથ લાગ્યાં ન હતાં.કહેવાય છે કે અનિલ જિંદલે એસઆરએસ મૉલથી પોતાનો વ્યાપાર શરૂ કર્યો હતો.
ત્યાર બાદ એસઆરએસ કંપની બનાવી રિટેલ, સિનેમા, જ્વેલરી તથા પ્રોપર્ટી સહિત જુદા જુદા ધંધામાં પગ પેસારો કર્યો હતો. એસઆરએસ ગ્રુપનો વ્યાપાર દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન સહિતના રજ્યોમાં ફેલાયેલો છે.
આ તમામ ક્ષેત્રોમાં હાથ અજમાવ્યા બાદ અનિલ જિંદલે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પગ માંડ્યા હતાં. પરંતુ રિયલ એસ્ટેટમાં મંદી આવતા અનિલ જિંદલને આંચકો લાગ્યો હતો. એસઆરએસ તરફથી રોકાણકારોને મોટું વ્યાજ આપવામાં આવતું હતું પરંતુ મંદી આવતા ધીમે ધીમે વ્યાજ આપવાનું બંધ થયું. ૨૦૧૫માં તો વ્યાજ આપવાનું બંધ જ કરી દેવામાં આવ્યું.
રોકાણકારોએ પોતાની મૂળ રકમ પરત માંગવાનું શરૂ કરી દીધુ, પરંતુ તેમને કાણી પાઈ પણ મળી ન હતી. બાદમાં પીડિતો ધરણા અને પ્રદર્શનો શરો કરી દીધાં હતાં.આ મામલે ફરીયદ પોલીસ કમિશ્નર અમિતાભ ઢિલ્લો સુધી પહોંચતા તેમણે આ મામલે તપાસ હાથ ધરી હતી. આખરે અનિલ જિંદલ તથા એસઆરએસના અન્ય ડાયરેક્ટર્સ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યાં અને તમામની ધરપકડ કરવામાં આવી.