the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis visit.www.nirmalmetro.com

“ધ ગુડફૂડ સ્ટોરી” વડે મેકડોનાલ્ડે ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા મજબૂત કરી

આહારને વધુ સ્વાદિષ્ટ અને પોષક બનાવવા મેનુની પુનઃ રચના કરી

અમદાવાદ,તા.3 એપ્રિલ, 2018 : હાર્ડકેસલ રેસ્ટોરન્ટસ પ્રાઈવેટ લિમિટેડ (એચઆરપીએલ) તેના નવા સ્ટોર ફોર્મેટ સાથે ડીજીટલ દરમ્યાનગિરી દ્વારા મેનુમાં ઈનોવેશન કરીને ભારતમાં એક રોમાંચક તબક્કામાં પ્રવેશેલ  છે. બિઝનેસમાં છેલ્લા સતત 10 ક્વાર્ટરથી સુધારો થઈ રહ્યો છે અને વેચાણ વૃદ્ધિમાં હકારાત્મકતા વર્તાઈ રહી છે. આ રોમાંચમાં ઉમેરો કરવા માટે કંપની કે જે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટની માસ્ટર ફ્રેન્ચાઈઝી છે તેણે ધ ગુડફૂડ સ્ટોરીદ્વારા પોષક અને સ્વાદિષ્ટ ભોજન પૂરૂ પાડવાની નિષ્ઠા વ્યક્ત કરી છે.

મેકડોનાલ્ડ છેલ્લા 22 વર્ષથી ભારતમાં વાનગીઓ પિરસી રહી છે. વિતેલા વર્ષોમાં તેણે ભારત માટે અનોખા કહી શકાય તેવા મેનુ રજૂ કર્યા છે. આ બ્રાન્ડ ભારતીયોની સંવેદનશીલતા અંગે જાગૃત છે અને તેણે શાકાહારી અને બિનશાકાહારી રસોડા અલગ રાખ્યા છે. કંપની તેની ભારતની કોઈ પણ રેસ્ટોરન્ટમાં પોર્ક કે બીફ પિરસતી નથી.

 મેકડોનાલ્ડની તાકાત સતત સુધારા કરીને તેના ગ્રાહકોની રૂચીને અનુરૂપ રહેવામાં છે. ધ ગુડફૂડ સ્ટોરી એ આવી જ એક મજલ છે અને તેમાં વિવિધ પસંદગીને અનુકૂળ થવાનો પ્રયાસ કરીને પોષક અને સ્વાદિષ્ટ ભોજન પૂરૂ પાડવાની નિષ્ઠા વ્યક્ત કરાઈ છે.

 આ ફૂડ જાયન્ટ દ્વારા એવાં મેનુ વિકસાવાયાં છે કે જે  વિવિધ પ્રકારની પસંદગીને માફક આવે.  હાઈ પ્રોટીન વાનગીઓની તો આખી રેન્જ રજૂ કરવામાં આવી છે અને તેમાં પનીર, ચિકન, ઈંડા અને માછલીનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટસમાં મેકડોનાલ્ડ એક માત્ર એવી રેસ્ટોરન્ટ છે કે જેણે દિવસની યોગ્ય શરૂઆત માટે ખાસ બ્રેકફાસ્ટ મેનુ રજૂ કર્યા છે, જેમાં સોસેજ અને એગ મેકમફીન, એગ અને ચીઝ મેકમફીન તથા સ્ક્રેમ્બલ્ડ એગ દિવસની શરૂઆત માટે યોગ્ય પસંદગી બની રહે છે.

તેનાં સિગ્નેચર બર્ગર અને ફ્રાઈસ ઉપરાંત મેકડોનાલ્ડ હવે સૂપ અને સલાડ પણ ઓફર કરે છે.  કંપનીએ ચટપટા નાન રજૂ કર્યા છે. જે સાચા અર્થમાં વિદેશી સ્વરૂપ ધરાવતી એક ભારતીય વાનગી છે.બર્ગરની સારપ ધરાવતા રાઈસ રજૂ કરીને કંપનીએ પસંદગીના બજારોમાં બાસમતી ચોખા અને તાજા શાકભાજી રજૂ કર્યાં છે. મેકડોનાલ્ડ એ બાબતની ખાત્રી રાખે છે કે દરેકને માટે કશુંક ઉપલબ્ધ હોય. મેકકાફે દ્વારા મેનુમાં વિવિધ પ્રકારના ડેઝર્ટસ અને સંપૂર્ણ ભોજન રજૂ કરવામાં આવ્યા છે, જેમાં 30 જેટલી ઠંડી અને ગરમ દૂધની ચીજો અને ફળ આધારિત પીણાંનો સમાવેશ થાય છે.

વેસ્ટલાઈફ ડેવલપમેન્ટ લિમિટેડના વાઈસ ચેરમેન શ્રી અમિત જટીયા જણાવે છે કે અમારા ગ્રાહકો વધુને વધુ પ્રમાણમાં વધુ તંદુરસ્ત જીવનશૈલી અપનાવી રહ્યા છે અને આહારની પસંદગી કરવાની હોય ત્યારે જે બ્રાન્ડ જવાબદારીપૂર્વક અને પારદર્શકતાથી કામ કરતી હોય તેની પર વિશ્વાસ મૂકે છે. અમારૂં ધ્યેય હંમેશા બહેતર મેકડોનાલ્ડનું હોય છે અને એ માટે અમે એવા નાના નાના ફેરફારો કરતા રહીએ છીએ કે જે મોટો તફાવત સર્જી શકે.ધ ગુડફૂડ સ્ટોરી એ અમારા ત્રણ વર્ષના સતત પ્રયાસોનું પરિણામ છે અને અમે ગ્રાહકોને આહારની વધુ સ્વાદિષ્ટ અને સમતોલ પસંદગી પૂરી પાડી રહ્યા છીએ, જેનું મોટું મૂલ્ય છે.

કંપનીની ધ ગુડફૂડ સ્ટોરી ની મજલ દ્વારા અમે ગ્રાહકોને તેનો અનુભવ કરાવવા માંગીએ છીએ, પરંતુ કંપનીએ વધુ એક માર્ગ પસંદ કર્યો છે અને ગ્રાહકોને ઉત્તમથી કશું ઓછું ન હોય તેવી વાનગીઓ પિરસવાની ખાત્રી રખાય છે.

  • ફ્રાઈસ, નગેટસ અને પેટીસ તથા સોસમાં સોડિયમના પ્રમાણમાં 20 ટકાથી વધુ ઘટાડો કરવામાં આવ્યો છે, કારણકે સોડિયમનું પ્રમાણ ઘટાડવું તે આરોગ્ય માટે સારી બાબત છે.

  • મેયોનીઝમાં તેલનું પ્રમાણ 40 ટકા જેટલું ઘટાડીને તેને ભારતીય કવિક સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમવાર લૉ ફેટ મેયો બનાવવામાં આવી છે. આના કારણે ચરબીના પ્રમાણમાં 25 ટકા જેટલો ઘટાડો થયો છે અને કેલેરીનું પ્રમાણ પણ 11 ટકા જેટલું ઘટ્યું છે.

  • આ ફેરફારનું પરિણામ એ આવ્યું છે કે મેકઆલુટિક્કી બર્ગર એ હવે સમતોલ આહાર ગણાય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટસ,પ્રોટીન અને ચરબીનું પ્રમાણ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ઓફ ન્યૂટ્રીશન (એનઆઈએન) ની માર્ગ રેખાઓમાં કરાયેલી ભલામણો મુજબ રાખવામાં આવ્યું છે.

  • અમારી અન્ય ફ્લેગશીપ પ્રોડક્ટ મેકવેજીબર્ગર પણ હવે કાર્બ અને પ્રોટીનની યોગ્ય સમતુલા ધરાવે છે. તેમાં 5 શાકભાજીના ગુણ ઉપલબ્ધ છે.

  • મેકડોનાલ્ડની તમામ પેટીસ હવે કૃત્રિમ પ્રિઝર્વેટીવથી મુક્ત છે. અગાઉ પેટીસમાં ક્યારેય પણ કૃત્રિમ રંગ અને સુગંધનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. હવે તે કોઈપણ પ્રકારના કૃત્રિમ પ્રિઝર્વેટીવથી મુક્ત બની છે.

  • અમારી પેટીસમાં પોષક તત્વોનો એટલે કે ફાયબરનો ઉમેરો કરીને તેને યોગ્ય આહાર બનાવાયો છે. આને કારણે તેલ શોષાવાનું ઘટે છે. ભોજનને જરૂરી ફાયબર કન્ટેન્ટ આ ફ્લેગશીપ પેટીસમાં 20 થી 25 ટકા જેટલું વધ્યું છે.

  • તમામ રેપ્સ હવે હોલ ગ્રેઈન બન્યા છે. રિફાઈન્ડ આટાનો ઉપયોગ કરીને હોલ ગ્રેઈન દ્વારા પોષક મૂલ્ય વધારવામાં આવ્યું છે.

  • પીઝા મેકપફ એ હવે 100 ટકા ટ્રાન્સફેટ ફ્રી બનેલ છે અને તેમાં શાકભાજીના તત્વો જોવા મળે છે. તંદુરસ્ત હૃદય માટે ટ્રાન્સફેટ દૂર કરવા તે ખૂબ મહત્વનું છે.

  • સોફ્ટ સર્વ 100 ટકા દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે 96 ટકા ફેટ ફ્રી છે, પરંતુ તેની પાસે જે અપેક્ષા છે તે સ્વાદ જાળવી રાખવામાં આવ્યો છે.

હાર્ડકેસલ રેસ્ટોરન્ટ પ્રાઈવેટ લિમિટેડના પ્રયાસો અંગે પ્રતિભાવ આપતાં પ્રોટીન ફૂડ એન્ડ ન્યૂટ્રીશ્યન ડેવલપમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, ડો. જે. એસ. પાઈ જણાવે છે કે ભારતીય લોકોની એકંદર જીવનશૈલી બદલાઈ રહી છે. ઘણાં બધા લોકો બેઠાડુ જીવન જીવે છે અને ખૂબ ઓછી શારીરિક પ્રવૃત્તિ કરતાં હોય છે. આને કારણે મેદસ્વીતા વધે છે અને આવશ્યક પોષક તત્વોની ઊણપ રહે છે.રેસ્ટોરન્ટસ હવે બહેતર પોષક તત્વો ધરાવતા આહારની પસંદગી પૂરી પાડે છે તે સારી બાબત છે.ડાયેટરી ફાયબર અને ચરબી તથા મીઠાનું ઓછુ પ્રમાણ અને તેની સાથે સાથે પોષણ અંગેની જાગૃતિ તંદુરસ્ત જીવનશૈલીની ખાત્રી માટે ઘણી ઉપયોગી નિવડશે.

એન્વીરોકેર લેબ્ઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર, ડો. નિલેશ અમ્રીતકર જણાવે છે કે ફાસ્ટફૂડ હવે હેલ્થ પોઝીટીવ બન્યા છે તે જાણીને ખૂબ આનંદ થયો છે. મને લાગે છે કે આ એક ખૂબ સારો પ્રયાસ છે અને આહાર ઉદ્યોગમાં તેની ઘણી હકારાત્મક અસર થશે.

ઈન્ડિયન ડાયેટેટિક (આહાર) એસોસિએશન (આઈડીએ)ના મુંબઈ ચેપ્ટરનાં પ્રેસિડેન્ટ નાઝનીન હુસેન જણાવે છે કે  પ્રોડકટસમાં મીઠા અને સોડિયમના પ્રમાણમાં ઘટાડો કરીને મેકડોનાલ્ડે નાનું પણ મહત્વનું કદમ  ભર્યું છે. આહારને રિએન્જીન્યર (ફેરગોઠવણ) કરવાનું આ કદમ એ તંદુરસ્ત પરિવર્તનની એક સારી પહેલ છે.ચરબીના પ્રમાણમાં એકંદર ઘટાડો કરવા  ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે  એક જવાબદાર પોષણ તત્વ માટેનું લાંબા ગાળાનું કદમ બની રહેશે.

એક ભારતીય તરીકે આપણી મોટાભાગની પ્રજા પ્રોટીનની ઉણપ અનુભવે છે. ભવિષ્યમાં તમામ પ્રોડકટસમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરાશે. સ્ટીમ્ડ એગ (ઈંડાં) એક મોટી મૂલ્ય વૃધ્ધિ બની રહેશે. રેપ્સ, સ્ટીમ્ડ એગ્સ અને આવી અન્ય તંદુરસ્ત પસંદગીનો બાસ્કેટમાં ઉમેરો કરવો જોઈએ. છેલ્લી છતાં મહત્વની બાબત એ છે કે જથ્થા ઉપર નિયંત્રણ જરૂરી છે.  આમાં સંદેશો એ છે કે આવો આહાર ઘણી વાર આહાર તો બની રહે છે પણ રોજબરોજના તંદુરસ્ત સમતોલ ભોજનનું સ્થાન લઇ શકતો નથી.”

એચઆરપીએલ માટે પોષણ અને પૌષ્ટીકતા કોઈ નવી બાબત નથી. કંપની સતત તેની પ્રોડક્ટસને બહેતર બનાવવા પ્રયાસ કરી રહી છે. ભોજન એક ટેકનોલોજી જેવું છે. સતત સુધારા સાથે મેકડોનાલ્ડ ફેરફાર કરવાનું વચન આપે છે અને ગ્રાહકોને ઉત્તમ અનુભવ પ્રાપ્ત થાય તે માટે પ્રતિભાવ આપતી રહે છે. આ પ્રયાસોનો અહીં અંત આવતો નથી. ગ્રાહકો જેવી ઈચ્છે છે તેવી પ્રોડ્કટસ આપવાનું કંપની ચાલુ રાખશે.

તમારી નજીકની મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ આહારની શ્રેષ્ઠતાનો અનુભવ કરો