નરોડા પાટિયા કાંડમાં માયાબહેન કોડનાની નિર્દોષ : બજરંગીને સજા

ગુજરાત હાઇકોર્ટનો અતિમહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો
નરોડા પાટિયા કાંડમાં માયાબહેન કોડનાની નિર્દોષ : બજરંગીને સજા
બાબુ બજરંગીની જીવે ત્યાં સુધી જેલની સજાને ઘટાડી આજીવન કેદ કરાઇ, કુલ ૧૨આરોપીઓને જન્મટીપની સજા, નિર્દોષ છૂટેલા ત્રણને પણ જન્મટીપ

વર્ષ ૨૦૦૨માં ગોધરા ટ્રેનકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણો પૈકીના સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા નરોડા પાટીયા કેસના માયા કોડનાની સહિતના ૩૨ દોષિતોની અપીલ પર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હર્ષાબહેન દેવાણી અને એ.એસ. સુપૈયાની ખંડપીઠે આજે ચુકાદો સંભળાવ્યો છે.જેમાં બાબુ બજરંગીને મુખ્ય ષડયંત્રકારી ગણાવ્યા છે. જોકે, બાબુ બજરંગીની મુત્યુ પર્યંત કેદની સજાને ઘટાડીને ૨૧ વર્ષની કરવામાં આવી છે. જ્યારે માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નરેશ છારા, હરેશ છારા, મુરલી સિંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
તોફાનોના કેસ માટે નીમવામાં આવેલી સ્પેશિયલ કોર્ટ દ્વારા માયા કોડનાની અને બાબુ બજરંગીને નરોડા પાટીયા નરસંહારના મુખ્ય સૂત્રધાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જેને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવી હતી. હાઈકોર્ટે ૨૮ આરોપીઓનો ચૂકાદો સંભળાવ્યો હતો જેમા ૧૬ને નિર્દોષ જાહેર કરાયા હતા. જ્યારે ૧૨ને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે ૧૬ વર્ષ પહેલા અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. જેમાં નરોડા પાટિયા ખાતે ૯૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૩૩ લોકો ઘાયલ થયા હતા. સ્પેશિયલ એસઆઈટી દ્વારા મુખ્યત્વે ૯ કેસોની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. તેના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતી અપીલ કરવામાં આવી હતી. આ અંગેનો કેસ ચાલી જતાં, આ કેસમાં આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જેમાં આરોપી ૩૨ પૈકી ૧૫ને ગુનેગાર અને ૧૭ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.નરોડા પાટિયા કેસમાં કુલ ૩૨ આરોપીઓ હતા. જેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું.
બાકી રહેલા ૩૧ લોકો સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં નીચલી કોર્ટે ગુનેગાર ઠેરવેલા ૧૨ આરોપીઓને હાઈકોર્ટે ગુનેગાર ઠરાવ્યા હતા. તે સિવાયના ત્રણ આરોપીઓ પ્રકાશ રાજપૂત ઉર્ફે રાઠોડ, ઉમેશ ભરવાડ અને રાજકુમાર ચોબલને પણ ગુજરાત હાઈકોર્ટે ગુનેગાર ઠેરવતા કુલ ગુનેગારની સંખ્યા ૧૫ થઈ હતી.
મુરલી સિંધિ દોષિત
નરેશ અગરશી છારા દોષિત
ગણપત છનાજી દોષિત
હરેશ છારા દોષિત
કિશન કોરાણી દોષિત
નવાબ ઉર્ફે કાળુ ભૈયા દોષિત
સુરેશ ઉર્ફે સેહજાદ દોષિત
ઉમેશ ભરવાડ દોષિત
રાજકુમાર ચોબલ દોષિત
બાબુ બજરંગી દોષિત
સુરેશ છારા ઉર્ફે સુરેશ લંગડો દોષિત
પ્રકાશ રાઠોડ ઉર્ફે પ્રકાશ રાજપુત દોષિત
બે આરોપીઓ વિશે બાકી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બાબુ બજરંગીને દોષિત અને તેમની સજા યથાવત રાખવા પાછળ તેમને મુખ્ય ષડયંત્રકાર ગણવામાં આવ્યા હતા.
આરોપીઓ પૈકી બાબુ બજરંગી, ઉપરાંત પ્રકાશ રાઠોડ અને સુરેશ લંગડાને મુખ્ય ષડયંત્રકાર ઠરાવવામાં આવ્યા હતા.આ બાબતમાં કોર્ટે ટેહલકાના એડિટર આશીષ ખેતાનની જુબાની કોર્ટે માન્ય રાખી છે. તેમની સજા યથાવત રાખી છે. નીચલી કોર્ચે જે ૧૨ આરોપીઓને દોષિત રાખ્યા છે તે સિવાય અન્ય ત્રણને પણ દોષિત ઠેરવવામાં આવતા હાઈકોર્ટ દ્વારા કુલ ૧૫ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે.નીચલી કોર્ટે ગુનેગાર ઠેરવેલા ૧૨ આરોપીઓને ૨૧ વર્ષની જેલની સજા કોર્ટે યથાવત રાખી હતી. મુખ્ય આરોપી પ્રકાશ રાઠોડ અને સુરેશ લંગડાને ૩૧ વર્ષની સજા સંભળવવામાં આવી હતી. જ્યારે બાબુ બજરંગીને ૨૧ વર્ષની સજા કાયમ રાખવામાં આવી હતી. આ દોષિત લોકોની પોલીસ ધરપકડ કરીને કોર્ટરૂમમાંથી જ સીધા જેલમાં મોકલી દેવામાં આવશે.
માયાબેન કોડનાની સહિત જે ૧૭ આરોપીને નિર્દોષ ઠેરવવામાં આવ્યા તેમાથી એક આરોપી વિજય શેટ્ટીનું ટ્રાયલ દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ૧૬ લોકોની સામેલ હતા, તેમની સૂચિ
ગણપત નિદાવાલા નિર્દોષ
વિક્રમ છારા નિર્દોષ.
બાબુ વણઝારા નિર્દોષ
શશીકંત મરાઠી નિર્દોષ.
મુકેશ ઉર્ફે વકીલ નિર્દોષ
હીરાજી મારવાડી નિર્દોષ.
વિજય પરમાર નિર્દોષ
સચિન મોદી નિર્દોષ
સંતોષ મુલચંદાની નિર્દોષ
પીંટું છારા નિર્દોષ
મનુભાઈ મોરડા નિર્દોષ.
માયા કોડનાની નિર્દોષ.
વિજય શેટ્ટી જેનું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું.
નરોડા પાટિયા કાંડનો કેસ ઓગસ્ટ ૨૦૦૯માં શરૂ થયો હતો. કુલ ૬૨ આરોપી બતાવવામાં આવ્યા હતો. સુનાવણી દરમિયાન એક અભિયુક્ત વિજય શટ્ટીનું મોત થઇ ગયું હતું. આ મામલે ગયા વર્ષે સ્પેશ્યલ કોર્ટે રાજ્યના પૂર્વ મંત્રી માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત ૩૨ લોકોને દોષી ઠેરવ્યા હતા, જ્યારે ૨૯ અન્ય લોકોને છોડી મુકવામાં આવ્યા હતા. દોષિત ઠેરવવામાં આવેલા આરોપીઓ પૈકી માયાબેને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે જે લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. તે ૩૨ પૈકીના અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.આ મુદ્દે એવી દલીલ કરવામાં આવી હતી કે પોલીસ તપાસમાં ૨૦૦૨માં માયા કોડનાનીનું નામ આપવામાં આવ્યું ન હતું. પણ એસઆઇટીની તપાસમાં તેમનું નામ ૨૦૦૮માં આપવામાં આવ્યું તે કોર્ટે ધ્યાનમાં લીધું છે. પુરાવાના અભાવે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેવું અવલોકન કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે.ઉલ્લેખનિય છે કે વર્ષ ૨૦૦૨માં ગોધરા સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવવાની ઘટના બન્યા બાદ બીજા દિવસે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. નરસંહારની મુખ્યત્વે ૯ ઘટનાઓ બની હતી. તેમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. આ માટે નિયુક્ત કરાયેલી ખાસ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યા હતા. આ નરસંહાર પૈકી નરોડામાં મોટો નરસંહાર થયો હતો.

કોડનાની વિરુદ્ધ ૧૧ સાહેદોએ જુબાની આપી હતી
કોડનાની સામેના સાક્ષીઓની જુબાની વિરોધાભાસીઃહાઇકોર્ટ
૨૦૦૨,૨૦૦૩ અને ૨૦૦૪ની પોલીસ, એજન્સીની તપાસમાં કોડનાનીનું નામ કયારે સામે આવ્યું જ ન હતું

અમદાવાદ, તા. ૨૦
નરોડા પાટિયા કેસમાં ડો.માયાબહેન કોડનાનીને નિર્દોષ ઠરાવતાં ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે બહુ જ મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં ડો.માયાબહેન કોડનાની વિરૂધ્ધ જે સાક્ષીઓએ જુબાની કે પુરાવો આપ્યો હતો, તે એકબીજા સાથે સુસંગત નથી અને વિરોધાભાસી છે. તેથી તે માની શકાય તેમ નથી. આ જ કારણથી શંકાનો લાભ આપી ડો.માયાબહેન કોડનાનીને આઇપીસીની કલમ-૧૨૦(બી)- ગુનાહિત કાવતરાના કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવે છે. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, ડો.કોડનાની વિરૂધ્ધ ૧૧ સાહેદોએ જુબાની આપી હતી અને તે પણ છેક ૨૦૦૮માં જયારે સુપ્રીમકોર્ટ દ્વારા રચાયેલી સીટની તપાસ હાથ ધરાઇ ત્યારે સૌપ્રથમવાર ડો.માયાબહેનનું નામ સામે આવ્યું હતું. આ પહેલાં ૨૦૦૨,૨૦૦૩ અને ૨૦૦૪ની ગુજરાત પોલીસ અને એજન્સીઓની તપાસમાં ડો.માયાબહેન કોડનાનીનું નામ કયારેય સામે આવ્યું જ ન હતું. સૌથી મહત્વનું તો એ છે કે, બનાવ વખતે હાજર પોલીસ સાહેદોના એક પણ નિવેદનમાં ડો.માયાબહેન કોડનાનીની હાજરી પ્રસ્થાપિત થતી નથી. ઉલ્લેખનીય છે કે, નરોડા પાટિયા કેસમાં કુલ ૭૦૦ જેટલા પોલીસ વીટનેસ હતા, જે પૈકી ૩૨૭ પોલીસ વીટનેસને ટ્રાયલ કોર્ટમાં તપાસવામાં આવ્યા હતા. જેમાં એક પણ પોલીસ વીટનેસના નિવેદનમાં બનાવના દિવસે ઘટનાસ્થળે ડો.માયાબહેન હાજર હતા તેવું કયાંય પ્રસ્થાપિત થયું ન હતું. આ બાબતને હાઇકોર્ટે બહુ જ ગંભીરતાથી લીધી હતી અને સાહેદોના વિરોધાભાસી અને વિસંગત નિવેદનો-જુબાની તેમ જ પોલીસ સાહેદોના નિવેદનમાં ડો.માયાબહેનની હાજરી પ્રસ્થાપિત નહી થતી હોવા સહિતના ગ્રાઉન્ડના આધારે ડો.માયાબહેન કોડનાનીને ટ્રાયલ કોર્ટે ફટકારેલી ૨૮ વર્ષની જેલની સજા રદબાતલ ઠરાવી હતી અને તેઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.