નરોડા પાટિયા કેસ અને માયા કોડનાની

નરોડા પાટિયા કેસ અને માયા કોડનાની

ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-૬ ડબ્બાને ચાંપવામાં આવેલી આગમાં ૫૯ કારસેવકોનાં મૃત્યુ બાદ ગુજરાતમાં હિંસા ભડકી હતી.
આ હિંસામાં અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં આશરે ૯૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં.આ કેસમાં હાઈ કોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ જાહેર કર્યાં છે.આ પહેલાં ટ્રાયલ કોર્ટે તેમને મુખ્ય આરોપી ગણાવીને આજીવન કેદની સજા કરી હતી.આ જ કેસમાં હાઈ કોર્ટે બજરંગ દળના નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર કરાયા છે. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ કે જેમાં કારસેવકો અયોધ્યાથી પાછા આવી રહ્યા હતાં તેને લોકોના ટોળાએ ઘેરી લઈને એસ-૬ ડબ્બાને આગ ચાંપી દીધી. જેમાં ૫૯ કારસેવકો મૃત્યુ પામ્યા હતાં.આ કેસમાં કોર્ટે ૧૧ લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ઃ
વિશ્વ હિંદુ પરિષદે આ ગોધરાકાંડના વિરોધમાં બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલાં ટોળાએ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં હિંસક હુમલાઓ કર્યા.આ હિંસામાં આશરે ૯૦ લોકો મૃત્યુ પામ્યાં હતાં.૨૦૦૭માં થયેલાં એક સ્ટીંગ ઓપરેશનમાં બાબુ બજરંગીએ કથિત રીતે સ્વીકાર્યું કે તે આ હિંસામાં સામેલ હતા અને પછીથી વિશ્વ હિંદુ પરિષદમાં પણ સામેલ થયા હતા.
૨૦૦૮
સુપ્રીમ કોર્ટે આ કેસની નિષ્પક્ષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરી.
ઓગસ્ટ ૨૦૦૯ઃ
આ ટીમે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. જેમાં ૬૨ આરોપીઓના વિરોધમાં કેસ નોંધવામાં આવ્યા. જેમાં ૨૦૦૭થી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારમાં મહિલા અને બાળવિકાસ મંત્રાલય સંભાળતાં માયા કોડનાની પણ સામેલ હતાં.
આ દરમિયાન એક આરોપી વિજય શેટ્ટીનું મૃત્યુ થઈ ગયું. અદાલતે સુનાવણી દરમિયાન ૩૨૭ લોકોનાં નિવેદનો લીધાં. જેમાં ઘણા પત્રકારો, પીડિતો, ડોક્ટર, પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓ સામેલ હતા.
૨૦૧૨માં ચુકાદો
ઓગસ્ટ ૨૦૧૨માં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટના જજ જ્યોત્સના યાજ્ઞિકે ચુકાદો આપ્યો. આ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારના પૂર્વ મંત્રી માયા કોડનાની અને બાબુ બજરંગીને હત્યાનું ષડયંત્ર રચવા માટે દોષિત જાહેર કર્યા હતા.
આ ઉપરાંત ૩૨ અન્યને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા. પૂરાવાના અભાવે ૨૯ લોકોને છોડી મૂકવામાં આવ્યા.
જે અનુસાર માયા કોડનાનીને ૨૮ વર્ષની સજા અને બાબુ બજરંગીને આજીવન કેદની સજા આપવામાં આવી હતી.
વિશેષ અદાલતના આ ચુકાદાને દોષિતોએ હાઇકોર્ટમાં પડકાર્યો. જ્યાં જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ.એસ. સુપેહિયાની બેંચે આ મામલે સુનાવણી કરી હતી.
જુલાઈ, ૨૦૧૪
ગુજરાત હાઇકોર્ટેના તત્કાલિન ચીફ જસ્ટિસ વી.એચ. સહાયની બેંચે કોડનાનીને સ્વાસ્થ્યના પ્રશ્નોને ધ્યાનમાં રાખતાં જામીન અરજી માન્ય રાખી હતી.
જુલાઈ, ૨૦૧૪
ગુજરાત હાઇકોર્ટેના તત્કાલિન ચીફ જસ્ટિસ વી.એચ. સહાયની બેંચે કોડનાનીને સ્વાસ્થ્યના પ્રશ્નોને ધ્યાનમાં રાખતાં જામીન અરજી માન્ય રાખી હતી.
૨૦ એપ્રિલ, ૨૦૧૮
માયા કોડનાનીને પૂરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
બાબુ બજરંગીને દોષિત જાહેર કરવામાં આવ્યા પરંતુ તેમની સજા ઘટાડીને ૨૧ વર્ષ કરી દેવામાં આવી. માયા કોડનાની એક વખતે ગુજરાત સરકારમાં મંત્રી હતાં અન તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.માનવામાં આવતું હતું કે માયા કોડનાની તે સમયે નરેન્દ્ર મોદીની નજીકની વ્યક્તિઓમાંના એક હતાં.જોકે, એક વખત એવું પણ બન્યું કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોડનાનીને બચાવવા માટે કોર્ટમાં જવું પડ્યું હતું.અમિત શાહ માયા કોડનાનીના બચાવ પક્ષના સાક્ષીના રૂપમાં હાજર થયાં.ભાજપ અધ્યક્ષે કોર્ટને કહ્યું કે તે દિવસે સવારે માયા સાથે તેમની મુલાકાત સોલા સિવિલ હોસ્પિટલમાં થઈ હતી.શાહે જણાવ્યું કે પોલિસ તેમને અને માયા કોડનાનીને સુરક્ષિત સ્થળ પર લઈ ગઈ હતી, કેમ કે ગુસ્સાએ ભરાયેલા લોકોએ હોસ્પિટલને ઘેરી લીધી હતી.
આ દિવસે નરોડા ગામમાં ૧૧ મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. આ મામલે કુલ ૮૨ લોકો કેસનો સામનો કરી રહ્યાં છે.જ્યારે પણ ૨૦૦૨ના ગુજરાત રમખાણોની વાત થતી હોય, ત્યારે કેટલાંક નામ હંમેશા સામે આવે છે. માયા કોડનાની આમાનું જ એક નામ છે.માયા કોડનાની ભાજપ તરફની ત્રણ વખતની મહિલા ધારાસભ્ય રહી ચૂક્યાં છે અને નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી પણ હતાં.તેઓ પહેલાં મહિલા વર્તમાન ધારાસભ્ય હતાં, જેમને ગોધરા રમખાણો બાદ સજા કરવામાં આવી હતી.આરોપ હતો કે હત્યા કરનારી આ ભીડનું નેતૃત્વ કોડનાનીએ કર્યું હતું. માયા કોડનાનીને નરેન્દ્ર મોદીનાં અંગત માનવામાં આવતાં હતાં.માયા કોડનાનીનો પરિવાર ભાગલા પહેલાં હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધમાં રહેતો હતો.ભાગલા બાદ તેમનો પરિવાર ગુજરાત આવીને વસી ગયો. વ્યવસાયે માયા કોડનાની ગાઇનેકોલોજિસ્ટ હતાં અને સાથે-સાથે આરએસએસમાં પણ જોડાયાં હતાં.તેવામાં માયા ડોક્ટર તરીકે જ નહીં આરએસએસના કાર્યકર્તા તરીકે પણ ઓળખાતાં થયાં.નરોડામાં તેની પોતાની મેટર્નિટી હોસ્પિટલ હતી પરંતુ પછી તે સ્થાનિક રાજકારણમાં સક્રિય થયાં હતાં.પોતાની બોલવાની કળાના કારણે તે ભાજપમાં ખૂબ જ લોકપ્રિય થયાં હતાં અને અડવાણીના પણ અંગત ગણાતાં હતાં.૧૯૯૮ સુધી તેઓ નરોડા પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.પરંતુ ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં તેમનું નામ સામે આવ્યું તો તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો હતો.૨૦૦૨માં જ થયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિજયી રહ્યાં હતાં.
વર્ષ ૨૦૦૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ માયા કોડનાનીનો ફરી વિજય થયો હતો અને જલ્દી જ ગુજરાત સરકારમાં મંત્રી પણ બની ગયાં હતાં.૨૦૦૯માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી વિશેષ ટીમે તેમને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.પછી તેમની ધરપકડ કરવામાં આવી જેના કારણે મંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.જો કે, જલ્દી જ તેઓ જામીન પર બહાર આવી ગયાં હતાં. તે દરમિયાન તેઓ વિધાનસભા જતા હતા અને કેસ પણ ચાલી રહ્યો હતો.૨૯ ઓગસ્ટ ૨૦૧૨માં છેવટે કોર્ટે તેમને નરોડા પાટીયા કેસમાં દોષિત જાહેર કરી આજીવન કેદની સજા આપી હતી. આમ તો આ કેસમાં ૨૦૧૪માં જ માયાબેનને દોષિત ઠેરવી દઈને તેમને ૨૮ વર્ષની કેદની સજા સંભળાવી દેવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રીય સ્તરનાં એક રાષ્ટ્રવાદી પત્રકાર મધુ કિશ્વરે કેસની ઊંડી તપાસ કરીને તે અંગે વિગતવાર લખ્યું ત્યારે માયાબેનના સમર્થકોને પણ હિંમત આવી અને ચુકાદા સામે અપીલ થઈ. હવે ફરી આ કેસ કેટલો ચાલશે અને ચુકાદો ક્યારે આવશે એ તો સમય જતાં નક્કી થશે, પરંતુ રાજકીય કારણોસર માયાબેનને કેવી રીતે ફસાવવામાં આવ્યાં તેની ચર્ચા થવી જોઈએ.માયાબેન વિરૂદ્ધનો સમગ્ર મામલો રાજકીય કિન્નાખોરીનો હોવાનું મધુ કિશ્વર પ્રસ્થાપિત કરી ચૂક્યાં છે. માયાબેનને આ કેસમાં ફસાવવામાં આવ્યાં ત્યારે ગુજરાતના મીડિયાએ એસઆઈટી, તિસ્તા સેતલવાડની એનજીઓ તેમજ તે સમયની કેન્દ્રની યુપીએ સરકારની વાત યથાવત્‌ સાંભળી લીધી હતી અને વાસ્તવિક તપાસ કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. તેથી વિરૂદ્ધ મધુ કિશ્વરે ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરીને શોધી કાઢ્યું કે ૨૦૦૨માં તોફાનો થયા પછી છેક છ વર્ષ સુધી તો ડૉ. કોડનાની વિરૂદ્ધ કોઈ કેસ તો શું, એફઆઈઆર પણ દાખલ થઈ નહોતી. ૨૦૦૨ પછી જેટલા કેસ નોંધાયા અને જેટલી એફઆઈઆર દાખલ થઈ તેમાં ક્યાંય માયાબેનનના નામનો ઉલ્લેખ જ નહોતો. તેમછતાં વર્ષો પછી અચાનક ૧૧ સાક્ષી ઊભા થઈ ગયા અને તેમણે માયાબેન વિરૂદ્ધ કેસ કર્યો.મધુ કિશ્વરે તેમનાં સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે આ સમગ્ર રમત પાછળ તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદની એનજીઓ તેમજ રાજકીય મેળાપીપળી હતી. કોંગ્રેસને એવી આશા હતી કે આ કેસ થશે તો નરેન્દ્ર મોદી પોતે ફસાઈ જશે અને છેવટે તેમની રાજકીય કારકિર્દીનો વિજયરથ અટકી જશે.માયાબેનના સમર્થનમાં આજે આ તારણ નીકળી શકે છે તેનું કારણ એ જ છે કે માયાબેન પોતે એક ડૉક્ટર છે. તેમણે વર્ષો સુધી નરોડા વિસ્તારમાં ડૉક્ટર તરીકે સેવા આપી છે અને તેમની સારવાર લેનારાઓમાં મુસ્લિમોની સંખ્યા પણ મોટી હતી કેમકે નરોડા વિસ્તારમાં બંને સમુદાય રહેતા હતા. આ જ કારણે તાર્કિક રીતે જોઈએ તો ૨૦૦૨ના તોફાનો પછી નરોડા પાટિયા વિસ્તારમાં જે કઈં બન્યું તેની સામે કેસ થયા તેમાં એકપણ મુસ્લિમે માયાબેનના નામનો ઉલ્લેખ કર્યો નહોતો. અર્થાત માયાબેન વિરૂદ્ધ કોઈએ એફઆઈઆર કરી નહોતી, કોઈ એફઆઈઆરમાં કોઈ મુસ્લિમે તેમનું નામ લીધું નહોતું. તેથી જ માયાબેન સતત એ વિસ્તારમાંથી ચૂંટણી જીતતાં હતાં અને રાજ્યમાં પ્રધાન પણ બનતાં હતાં. પરંતુ રાજકીય દોરીસંચાર હેઠળ તીસ્તા સેતલવાડે જે કંઈ કર્યું તેનાથી માયાબેનની કારકિર્દી રોળાઈ ગઈ એ તો ઠીક, પરંતુ તેમની સાથે જેલમાં જે કંઈ વર્તન થયું તેનાથી તેઓ માનસિક અને શારીરિક રીતે ભાંગી ગયાં. હવે તેમના વિતેલા આ ભૂતકાળને કોઈ પરત તો નહીં કરી શકે, પરંતુ તેમને ન્યાય મળશે અર્થાત તેઓ આરોપમુક્ત થશે તેવી આશા તેમના પરિવારજનો રાખી રહ્યા હતા.