નવાઝ શરીફ હવે જિંદગીભર નહીં લડી શકે ચૂંટણી, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચૂકાદો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે હવે પાકિસ્તાનના રાજકારણમાં એક નવું પરિવર્તન આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઇ વ્યક્તિને બંધારણી કલમ 62 (1)(એફ) અંતર્ગત અયોગ્ય ઠેરવવામાં આવશે, તો તે વ્યક્તિ આજીવન અયોગ્ય રહેશે. આ નિર્ણયનો અર્થ એ થયો કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ હવે આજીવન કોઇપણ પબ્લિકલી પદ પર બિરાજમાન નહીં થઇ શકે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બંધારણના અનુચ્છેદ 62 અને 63 અંતર્ગત અયોગ્ય ઠેરવવામાં આવેલા કોઇપણ વ્યક્તિ રાજકીય પાર્ટીનો પ્રખુખ નહીં બની શકે. આ બાદ હવે નવાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ પણ નહીં રહી શકે

ડૉન ન્યૂઝ’ અનુસાર, 5 જજોની બેન્ચે સર્વસંમતિથી આ આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાન સાકિબ નિસારે આદેશ પહેલા કહ્યું કે, ‘જનતાને એક સારા ચરિત્ર વાળા નેતાઓની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, પનાના પેપર્સ કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 68 વર્ષીય નવાઝ શરીફને પીએમ પદ માટે અયોગ્ય ઠેરવ્યા હતા. પૂર્વ પીએમને બંધારણના અનુચ્છેદ 62 અંતર્ગત પોતાની સેલેરીને એસેટના રૂપે જાહેર ના કરવાના દોષી માનવામાં આવ્યા હતા.