નવા રિસર્ચથી તબક્કાવાર રીતે ઇન્ડસ્ટ્રી ૪.૦ મોડેલને શ્રેણીબદ્ધ રીતે પ્રાપ્ત કરી શકાય

નવા રિસર્ચથી તબક્કાવાર રીતે ઇન્ડસ્ટ્રી ૪.૦ મોડેલને શ્રેણીબદ્ધ રીતે પ્રાપ્ત કરી શકાય

• સિમેન્સ ફાઈનાન્સિયલ સર્વિસીઝ (એસએફએસ)ના નવા રિસર્ચમાં જાણવા મળ્યું કે ઈન્ડસ્ટ્રી ૪.૦ મોડેલની પ્રોસેસ આગળ વધારવામાં ઉત્પાદકોને છ મહત્ત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડે છે
• પ્રેક્ટિકલ પાથવેઝ ટુ ઈન્ડસ્ટ્રી ૪.૦ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ડિજિટલ સ્કીલ્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે ફાઈનાન્સ એ સફળ ટ્રાન્ઝિશન માટેના ટોચના બે પડકારો છે
• ઈન્ડસ્ટ્રી ૪.૦ મોડેલને શ્રેણીબદ્ધ પગલાંઓથી આગળ ધપાવી શકાશે નહીં કે સમગ્રપણે કે અચાનક ફેરફારથી  સિમેન્સ ફાઈનાન્સિયલ સર્વિસીઝ (એસએફએસ)ના ‘પ્રેક્ટિકલ પાથવેઝ ટુ ઈન્ડસ્ટ્રી ૪.૦’ નામના નવા રિસર્ચ પેપરમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ મોડેલની પ્રક્રિયાને અમલી કરવામાં ઉત્પાદકો સામે આવતા છ મહત્ત્વપૂર્ણ પડકારોને ઓળખવામાં આવ્યા છે. આ રિસર્ચ પેપરમાં જોવા મળ્યું કે ડિજિટલ સ્કીલ્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે ફાઈનાન્સ એ સફળ ટ્રાન્ઝિશન માટે ટોચના બે પડકારો છે.
સિમેન્સ ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રા. લિ.ના એમડી અને સીઈઓ સુનિલ કપૂરે કહ્યુ હતું, ‘નવી પેઢીના ડિજિટલ ટેકનોલોજીને હસ્તાંતરિત કરવામાં ઉત્પાદકોને પ્રારંભથી વ્યૂહનીતિ અને આયોજન તથા ફાઈનાન્સિંગ શક્યતાઓ વિચારવી પડે છે.’ તેમણે કહ્યું હતું કે અમારા જેવા સ્પેશિયાલિસ્ટ ફાઈનાન્સિયર્સ ઈન્ડસ્ટ્રી ૪.૦ના બદલાવ માટે આવશ્યક ટેકનોલોજી અને એસેટ્‌સ ધરાવે છે અને તેનું અમલીકરણ કરે છે આમ આ રોકાણથી ઉત્પાદકોના કેશ ફ્લો અને વર્કિંગ કેપિટલ પરના દબાણને સરળ કરી શકાય છે.’
રિસર્ચ પેપર અનુસાર, ઈન્ડસ્ટ્રી ૪.૦ મોડેલનો અમલ શ્રેણીબદ્ધ તબક્કાથી કરી શકાય પણ તે સમગ્રપણે કે અચાનક ફેરફારથી શક્ય ન બને. એસએફએસ દ્વારા ૬૦ મેન્યુફેક્ચરર્સ અને નિષ્ણાત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટસના ઈન્ટરવ્યૂ ટ્રાન્ઝિશનમાં આવતા અવરોધો વિશે જાણવા માટે લેવાયા તા. ઉત્પાદકો દ્વારા પેપરમાં છ મહત્ત્વના પડકારો દર્શાવવામાં આવ્યા છે. જેમાં (મહત્ત્વ અનુસાર ક્રમમાં) સામેલ છેઃ ડિજિટલ સ્કીલનો વિકાસ, રોકાણના પ્રમાણમાં ફાઈનાન્સની સુવિધા, કોલોબરેશનની સંસ્કૃતિનો વિકાસ, ડેટા અને સાયબર સિક્યુરિટીની ચિંતાઓ દૂર કરવી, પ્રૂફ પોઈન્ટસના વોલ્યુમ અને રેન્જની વ્યાપક સુવિધા તથા ખાસ વ્યૂહાત્મક મેનેજમેન્ટ ક્ષમતા ઈન્ડસ્ટ્રી ૪.૦નું લક્ષ્ય પ્રાપ્ત કરવા સ્પષ્ટ, તબક્કાવાર આયોજન થઈ શકે એ માટે આવશ્યક છે.
દરેક કંપનીની પરિસ્થિતિઓ અલગ રહેતી હોવાથી એક જ, સરળ ફોર્મ્યુલા સુધી જ ઈન્ડસ્ટ્રી ૪.૦ માટે વ્યવહારિક આયોજન સીમિત કરી શકાય નહીં. આ ઉપરાંત રિસ્પોન્ડન્ટ્‌સ છતાં ડિજિટલાઈઝેશન અને ઓટોમેશન માટે સાતત્યપૂર્ણ આયોજન કરવાને આવશ્યક માનતા નથી.
રિસ્પોન્ડન્ટસ ફાઈનાન્સને ઈન્ડસ્ટ્રી ૪.૦ માટે પ્રેકટીકલ પ્લાન સર્જવા વહેલો વિચાર કરીને નવી સ્થિતિમાં મૂકી શકે છે. ફાઈનાન્સિંગ શક્યતાઓને આયોજનમાં પ્રથમ કદમ માનીને ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પોની રેન્જ સાથે તેને સંસ્થાઓનાં ઈન્ડસ્ટ્રી ૪.૦ની રેસમાં સ્ટ્રેટેજી ડેવલપમેન્ટના ભાગરૂપે ગણવામાં આવે છે.
સ્પેશિયાલિસ્ટ ફાઈનાન્સિયર્સ દ્વારા ફાઈનાન્સિંગ ટૂલ્સ ‘ફાઈનાન્સ ૪.૦’ના સેટ વિકસાવવામાં આવ્યા છે કે જે કિફાયત રીતે નવી પેઢીની ડિજિટલ ટેકનોલોજીના ટ્રાન્ઝિશનને સક્ષમ બનાવે છે કે જે સાતત્યપૂર્ણ પણ રહી શકે છે તેમજ તે ઉત્પાદકોના કેશ ફ્લો અને વર્કિંગ કેપિટલ પરના દબાણને ઓછું કરી શકે છે. આ પેપરમાં જણાવાયું છે કે આ સ્પેશિયાલિસ્ટ ફાઈનાન્સિંગ પદ્ધતિઓ કે જેમાં પે ટુ એક્સેસ – યુઝ ઈક્વિપમેન્ટ અને ટેકનોલોજી ફાઈનાન્સ, ટેકનોલોજી અપગ્રેડ અને અપડેટ , સોફ્ટેવે ફાઈનાન્સ, પરિણામો માટે ચૂકવણી, ટ્રાન્ઝિશન ફાઈનાન્સ અને વર્કિંગ કેપિટલ સોલ્યુશન્સ સામેલ છે.