નાગિન 3માં રક્ષંદા ખાન, ચેતન હંસરાજ અને પર્લ વી પુરી જોવા મળશે

નાગિન 3માં રક્ષંદા ખાન, ચેતન હંસરાજ અને પર્લ વી પુરી જોવા મળશે

 

Pearl V Puri in COLORS' Naagin 3       Chetan Hansraj in COLORS' Naagin 3

 

છેવટે પ્રતીક્ષાનો અંત આવ્યો કેમ કે કલર્સ પર સૌથી વધુ પ્રતીક્ષા કરાઇ રહેલ શો – નાગિન વધુ રહસ્ય, રોમાંચ અને હાઇ વોલ્ટેજ ડ્રામા સાથે પોતાની ત્રીજી આવૃત્તિ લઇને પાછો આવી રહેલ છે. કુતુહુલપૂર્ણ સ્ટોરીલાઇન હોવા છતાં, નવી સીઝન કરિશ્મા તન્ના, અનિતા હસનંદાની અને રજત ટોકસ જેઓ નવી નાગિન અને નાગ હોવા સાથે નવી મોહક સ્ટાર કાસ્ટના હરોળમાં હોવાનું સાક્ષી બનશે. શો રક્ષન્દા ખાન અને આકર્ષક પર્લ વી પૂરી સાથે મુખ્ય નાયક તરીકે ભજવણી કરનાર ચેતન હંસરાજ નાના પડદા પર આવશે.

પોતાની ભૂમિકા પર ટિપ્પણી કરતાં, રક્ષન્દા ખાને કહ્યું, “નાગિનના લોન્ચ થવાથી લઇ હું હંમેશા હું મારા મગજમાં વિચારતી રહેતી કે આ એક એવો શો છે જેનો ભાગ બનવાનું મને ગમશે! જયારે ઇચ્છાઓ પૂરી થાય છે તો સારું લાગે છે ખાસ કરીને જયારે હું ડોઢ વર્ષ સુધી અદ્રશ્ય રહૃાં પછી ટેલવિઝન પર પાછી ફરી રહેલ છું.”

પર્લ વી પૂરીએ ઉમેરો કર્યો, “પોતાની કુતુહલપૂર્ણ સ્ટોરીલાઇન વડે પોતાની શરૂઆતથી જ નાગિને દર્શકોને પોતાની જગ્યાઓ પર અધ્ધર રાખ્યાં છે અને ત્રીજી સીઝનનો ભાગ હોવા બાબતે હું આનંદિત છું. મને બોર્ડ પર લેવા બાબતે હું એકતા મે’મ તથા બાલાજી ટેલિફિલ્મ્સની આભારી છું. મને આશા છે કે આ સીઝન પણ, અદ્દભુત મુસાફરી રહેશે. હું આને સફળ સીઝન બનાવવા મારું શ્રેષ્ઠ આપવા પ્રયાસ કરીશ અને આપીશ. મને ખાતરી છે કે મારા પ્રશંસકો મારા આ નવા અવતારને પસંદ કરશે.”

વધુ ઉમેરો કરતાં, ચેતન હંસરાજ કહે છે, “નાગિનનો વિષયવસ્તુ મજબૂત અને ખાતરીપૂર્ણ વર્ણનનું પીઠબળ ધરાવે છે. હું મારા પાત્રમાં પોતાની જાતને ઢાળી દેવા બિલકુલ સુસજજ છું અને શરૂ થવા જઇ રહેલ આ રોમાંચક નવી મુસાફરી માટે આતુર છું.”

નાગિનની અગાઉની સીઝનો દેશની સૌથી વધુ જોવામાં આવેલ સુપરનેચરલ સીરિઝ હતી અને આટલા હારબંધ એકટર્સ સાથે, અમને ખાતરી છે કે દર્શકો પોતાની જગ્યા પર અધ્ધર રહેશે.

નાગિન 3 ટૂંક સમયમાં જ દર્શાવવામાં આવશે, ફક્ત કલર્સ પર!