નાણાંમંત્રી અરૂણ જેટલીને ગંભીર બિમારી, સંસદ પણ ન જવાની ડૉક્ટરની સલાહ

નાણાંમંત્રી અરૂણ જેટલીને ગંભીર બિમારી, સંસદ પણ ન જવાની ડૉક્ટરની સલાહ
૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર રચાયાના થોડા જ દિવસમાં અરૂણ જેટલીની બૈરિયાટ્રિક સર્જરી કરવામાં આવી હતી

નવીદિલ્હી
કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી હાલ બિમાર ચાલી રહ્યાં છે. થોડા જ સમયમાં તેમની કિડની ટ્રાંસપ્લાંટ કરવામાં આવશે. ડોક્ટરોએ તમને ઘરની બહાર જ ન નિકળવાની સલાહ આપી છે. જેના કારણે તેઓ ૩ એપ્રિલ મંગળવારે યોજાયેલી રાજ્યસભા સાંસદના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર રહી શક્યા ન હતાં.સોમવારે તેમનો કાર્યકાળ પુરો થઈ ગયો છે. તો ફરી ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને રાજ્યસભા પહોંચ્યા છે.
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અરૂણ જેટલીની સારા સ્વાસ્થ્યની કામના કરી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે તબિબોએ અરૂણ જેટલીને ઘરમાંથી જ કામ કરવાની સલાહ આપી છે. તેમને બહાર નિકળવાની મનાઈ ફરમાવી છે જેથી કરીને ઈન્ફેક્શન લાવવાનો ખતરો ટાળી શકાય. વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકાર રચાયાના થોડા જ દિવસમાં અરૂણ જેટલીની બૈરિયાટ્રિક સર્જરી કરવામાં આવી હતી, જેથી જેટલીનું વજન ઘટી શકે. જેટલીને ઘણા સમયથી ડાયાબિટીઝની પણ બિમારી છે.
૬૫ વર્ષના જેટલીને આ સપ્તાહના અંત સુધીમાં જ સર્જરી માટે દાખલ કરવામાં આવશે. દિલ્હીની પ્રખ્યાત એમ્સ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવે તેવી શક્યતા છે. એપોલો હોસ્પિટલના ડૉ. સંદીપ ગુલેરિયાની આગેવાનીમાં ડૉક્ટરોની ટીમ સર્જરી હાથ ધરશે. સંદીપ એમ્સન્ના નિર્દેશક રણદીપ ગુલેરિયાના ભાઈ છે અને જેટલીના ફેમિલી ડૉક્ટર છે.મોદી સરકારમાં અરૂણ જેટલી જ નથી જેમને કિડનીની બિમારી હોય. આ અગાઉ ૨૦૧૬માં વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું પણ કિડની ટ્રાંસપ્લાંટ કરવામાં આવી ચુક્યું છે. આ ઉપરાંત ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર પણ હાલ બિમાર ચાલી રહ્યાં છે. તેમને પૈનક્રિયાઝની સમસ્યા છે અને તેની સારવાર માટે તેઓ હાલ અમેરિકા છે.કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ ટિ્‌વટ કરીને નાણાંમંત્રી અરૂણ જેટલીને સત્વરે સારા થાય તે માટેની કામના કરી છે. સિંઘવીએ કહ્યું છે કે, બુધવારે રાજ્યસભામાં નવા નેતાઓના શપથ ગ્રહણ સમારોહમાં અરૂણ જેટલી ન દેખાતા ભારે આશ્વર્ય થયું હતું. તેવી જ રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટિ્‌વટ કરીને જેટલીને સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ આપી છે.