નારી પ્રધાન ગુજરાતી ફિલ્મ “ઇટ્‌સ ઓકે,થાય” ના શુટિંગ ની શરૂઆત

ઇટસ ઓકે ,થાય ના ભવ્ય શુભ મૂહુર્ત આજે ગાંધીનગર પાસે અડાલજ ગામે શ્રી ચેહરધામ ખાતે થયું.આ મૂહુર્ત માં અનેક ફિલ્મના અનેક કલાકરો થી માડિ ને સમગ્ર યુનિટ હાજરના મેમ્બ્રસ હાજર રહ્યા હતાં.આ ફિલ્મ ૩ મહિલાના જીવન પર અધારિત છે.આ પ્રસંગે અરુણા ઇરાની એ જણાવ્યું હતું કે ફિલ્મ ની સ્ટોરી ખુબજ સરસ છે.પ્રિનલ ઓબરોય એ જણાવ્યું હતું કે ફિલ્મ કરવાની ઇચ્છા તો કયારની હતી પરંતુ સારો વિષય મળતો નહોતો,હું મારા લેખિકા ભુમિકા ત્રિવેદી ની આભારી છું.આ ફિલ્મ માં હું સુરત ની રોક સ્ટાર યુવતી નો રોલ કરી રહી છું.ઇટસ ઓકે,થાય એ એક નારી પ્રધાન ફિલ્મ છે જેમાં આજ્ની મહિલાઓ પોતાની ખ્વાઇશો ને નિહાળી શક્શે.