નિકલોડિયન બાળકોને ડરને ના કહેવા અને સુરક્ષાને હા કહેવા માટે સશક્ત બનાવવાની ટુગેધર ફોર ગૂડ પહેલ માટે અમદાવાદ શહેરની મુલાકાતે

ઉજ્જવળ આવતીકાલના પ્રવાસમાં બાળકોને ભાગીદારી કરવા માટે પ્રેરણા આપે છે

૧૦ એપ્રિલઃ બાળકોની નંબર એક ફ્રેન્ચાઈઝ નિક્લોડિયન તેની વૈશ્વિક પ્રો- સોશિયો પહેલ ટુગેધર ફોર ગૂડ સાથે પાછી આવી છે, જે આ વર્ષે બાળક સુરક્ષાના બળતા મુદ્દાને પહોંચી વળશે.
બાળકોમાં યુવા વયે સાઈબર સુરક્ષા, છેતરામણી અને શારીરિક સતામણીની વધતી ગંભીર ઘટનાઓ સાથે તેમની અંગત સુરક્ષા આસપાસ જાગૃતિ ફેલાવવી તે સમયની જરૂર છે. બાળકો નિક્લોડિયન વિશ્વના કેન્દ્રમાં હોઈ અમે ડરને ના કહેવા અને સુરક્ષાને હા કહેવા માટે તેમને પ્રેરણા આપવા અને સશક્ત બનાવવા માટે વર્તનમાં પરિવર્તન લાવતી પહેલ તૈયાર કરી છે. આ અવ્વલ પહેલ બાળકોને સંભવિત જોખમો ઓળખવા અને નીડર બનીને પુખ્તોને તેમનો ડર જણાવવા માટે પ્રોત્સાહન આપતી શ્રેણીમાં સૌપ્રથમ પહેલ છે.
બાળકોની સુરક્ષાનાં પગલાં પુનઃસ્થાપિત કરવા નોંધનીય ધ્યાન આપવા માટે નિક્લોડિયને અવ્વલ બિન- સરકારી સંસ્થા અર્પણ સાથે ભાગીદારી કરી છે, જે બાળ સુરક્ષા સંબંધી મુદ્દાઓને પ્રતિસાદ આપવા માટે આવશ્યક નિવારણ અને મધ્યસ્થી કુશળતા સાથે નાગરિકો અને પરિવારોને સશક્ત બનાવવામાં નિષ્ણાત છે. બાળકોનાં મનગમતાં નિકટૂન્સ સાથે અર્પણના નિષ્ણાતો શહેરોમાં ડરને ના કહેવા અને સુરક્ષાને હા કહેવા માટે બાળકોને પ્રેરણા આપવા અને જાગૃતિ ફેલાવવા માટે વિવિધ શહેરોમાં ઈન્ટરએક્ટિવ શાળા સંપર્ક કાર્યક્રમ હાથ ધરશે. શાળાના કાર્યક્રમમાં વિવિધ સત્રોનો સમાવેશ થતો હતો, જેમાં શિક્ષકો અને પુખ્તોને બાળકની સુરક્ષાના મુદ્દાને કઈ રીતે હાથ ધરવો જોઈએ તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પહેલ વિશે બોલતાં નિર્માણ હાઈ સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે બાળકો જીવનમાં વહેલા તબક્કા સુરક્ષાનાં ધોરણોને જાણે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અમે સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે નિક્લોડિયનનો પૂર્વસક્રિય સહભાગ માટે અત્યંત આભારી છીએ. તે અમુક મહત્ત્વપૂર્ણ પ્રતિબંધાત્મક પગલાંને અધોરેખિત કરે છે, કારણ કે અમે બાળકોને આ વિશે માહિતગાર કરવા માગીએ છીએ અને જોખમનો સામનો કરવાનો આવે ત્યારે વાલીઓની મધ્યસ્થી ચાહવા માટે જાગૃતિ નિર્માણ કરવા માગીએ છીએ.
અમને ટુગેધર ફોર ગૂડ પહેલ માટે નિક્લોડિયન ઈન્ડિયા સાથે ભાગીદારી કરવાની ખુશી છે. અર્પણ છેલ્લાં ૧૦ વર્ષથી બાળ જાતીય શોષણના પ્રતિબંધ પર કામ કરી રહી છે અને તેના પ્રભાવ પરથી મળેલા અનુભવમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે જો બાળકોને ઉંમર યોગ્ય જ્ઞાન અને કુશળતાથી સશક્ત બનાવવામાં આવે તો તેઓ પોતાની સુરક્ષા માટે સહભાગી થઈ શકે છે. વાલીઓ અને સંભાળકર્તાઓને જ્ઞાન સાથે સશક્ત બનાવવામાં આવે ત્યારે તેઓ બાળકો માટે સતર્ક અને સુરક્ષાત્મક વાતાવરણ તૈયાર કરવામાં યોગદાન આપી શકે છે. આવી પહેલમાં નિક્લોડિયનના ટેકા સાથે લાખ્ખો બાળકો અને વાલીઓને અંગત સુરક્ષાનો મુખ્ય સંદેશ આપવાની સંભાવના છે, એમ અર્પણના પબ્લિક એન્ગેજમેન્ટના ડાયરેક્ટર શરલીન મુનજેલીએ જણાવ્યું હતું.