નિફ્ટી ૩૩ પોઇન્ટ ઉછળી ૧૦૨૪૫ની સપાટીએસેંસેક્સ ૧૧૫ પોઇન્ટ રિકવર થઇ ૩૩૩૭૧ની સપાટી ઉપર

નિફ્ટી ૩૩ પોઇન્ટ ઉછળી ૧૦૨૪૫ની સપાટીએસેંસેક્સ ૧૧૫ પોઇન્ટ રિકવર થઇ ૩૩૩૭૧ની સપાટી ઉપર
નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઉછાળો બેંકિંગ શેરમાં તેજી નોંધાઈ : એશિયન બજારમાં વેચવાલી

મુંબઇ,તા. ૩
શેરબજારમાં આજે કારોબારના અંતે રિવકરી નોંધાઈ હતી. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છતાં શેરબજારમાં તેજી રહી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસી બેંક અને એક્સિસ બેંક જેવા શેરમાં તેજી રહી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૧૫ પોઇન્ટ ઉછળીને ૩૩૩૭૧ની સપાટી પર રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૩૩ પોઇન્ટ ઉછળીને ૧૦૨૪૫ની સપાટી પર રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો વધારો થયો હતો. બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાના શેરમાં ઉછાળો નોંધાયો હતો. મૂડીરોકાણકારો હવે આવતીકાલથી શરૂ થઇ રહેલી આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯ની આ પ્રથમ દ્વિમાસિક નીતિ સમીક્ષા રહેશે. વૈશ્વિક બજારોમાં વેચવાલીનું મોજુ રહ્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે કારોબારને લઇને એકબીજા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના છેલ્લા દિવસે શેરબજારમાં નકારાત્મક માહોલ રહ્યો હતો. છેલ્લા સપ્તાહ દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૩૭૨ પોઇન્ટનો અથવા તો ૧.૧૪ ટકા સુધીનો સુધારો થયો હતો ત્યારે એનએસઈ નિફ્ટીમાં ૧૧૫ પોઇન્ટનો ઉછાળો અથવા તો ૧.૧૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. નવા કરોબારી સત્રમાં નાણાંકીય નીતિ સમીક્ષા, માઇક્રો ડેટા, વૈશ્વિક પરિબળોની સીધી અસર થઇ શકે છે. મોતીલાલ ઓસ્વાલ સંસ્થાના અધિકારીનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે. એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. બેંકિંગ સિસ્ટમ માટે પણ આ ગાળો ખુબ મહત્વપૂર્ણ છે.મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ)માં ઘટાડો થતાં આ આંકડો જાન્યુઆરી મહિનામાં ૫૨.૪ ટકાની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ૯૨.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત વેચવાલીની અસર હાલમાં રહી શકે છે. માર્કેટની દિશા નક્કી કરવામાં કેટલાક શેર ભૂમિકા ભજવી શકે છે. ઇન્ડિયન ઓઇલ આગામી પાંચ વર્ષમાં ૧.૪૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ૨૦૩૦ સુધી કંપની પ્રતિરોજ ૩.૨ મિલિયન બેરલની વાર્ષિક ક્ષમતા ઉભી કરવા ઇચ્છુક છે. કંપની દ્વારા જુદા જુદા પાસા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોની અસર પણ જોવા મળશે. ક્રૂડની કિંમત હાલમાં ૬૪.૫૭ બેરલ સુધી પહોંચી ગઇ છે. એફપીઆઈ અને ડીઆઈઆઈ દ્વારા કરવામાં આવનાર મૂડીરોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળોની અસર પણ નવા સપ્તાહમાં રહેશે. શેરબજારમાં ગઇકાલે નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૮૭ પોઈન્ટ ઉછળીને ૩૨૯૬૮ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફટી ૯૮ પોઈન્ટ સુધરીને ૧૦૧૧૧ સપાટીએ રહ્યો હતો.