the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ન્યુમોનિયા અને અતિસાર સામે વ્યાપક રક્ષણ દરેક 6 મિનિટે 1 બાળકનું મૃત્યુ નિવારી શકે છે: ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના નિષ્ણાતો

ન્યુમોનિયા અને અતિસાર સામે વ્યાપક રક્ષણ દરેક 6 મિનિટે 1 બાળકનું મૃત્યુ નિવારી શકે છે: ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના નિષ્ણાતો

વિશ્વ રસીકરણ સપ્તાહમાં નિષ્ણાતો રસી નિવારે છે, રસી રક્ષણ આપે છે સંદેશ ફેલાવે છે

 

અમદાવાદ, 19મી એપ્રિલ, 2018: વર્ષે વિશ્વ રસીકરણ સપ્તાહ (24- 30 એપ્રિલ)માં ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (આઈએપી)- ગુજરાતના નિષ્ણાતો દ્વારા પાંચ વર્ષની નીચેના ભારતના બાળકોના જીવનને બચાવવા માટે રાષ્ટ્રીય રસીકરણના પ્રયાસો માટે સંપૂર્ણ ટેકો આપવા માટે આગળ આવ્યા છે. દેશનું લક્ષ્ય 2030ii સુધી પ્રસૂતિ પછી મરણાધીનતા 1000 જીવંત જન્મ દીઠ કમસેકમ 12 સુધી નીચે લાવવાનું અને 5 વર્ષની નીચેના બાળકોની મરણાધીનતાનું પ્રમાણ 1000 જીવંત જન્મદીઠ કમસેકમ 25 સુધી નીચે લાવવાનું છે, જેથી ભારત તેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ને પહોંચી વળી શકે.

ન્યુમોનિયા અને અતિસાર દેશના અવ્વલ મારક ચેપી રોગો છે, જે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મોટી સંખ્યામાં ભોગ લે છે.iii આઈએપીના નિષ્ણાતોએ ઈન્ટરનેશનલ વેક્સિન એક્સેસ સેન્ટર્સ (આઈવીએસી) 2017 ન્યુમોનિયા એન્ડ ડાયરિયા પ્રોગ્રેસ રિપોર્ટની આંકડાવારી ટાંકી હતી, જે એવી નોંધ કરે છે કે ભારત ન્યુમોનિયા અને અતિસાર સામે રસીકરણ કાર્યક્રમનું પ્રમાણ વધારીને આર્થિક લાભોમાં દર વર્ષે 1 અબજ યુએસ ડોલરથી વધુ બચત કરી શકે અને લગભગ 90,000 બાળકોનાં મૃત્યુ નિવારી શકે છે.iv

અમદાવાદના અગ્રણી બાળ નિષ્ણાત તેમ ગુજરાતના આઈએપીના પ્રમુખ ડો. નિશ્ચલ ભટ્ટે જણાવ્યું હતું કે રસીકરણ બાળપણની મરણાધીનતા અટકાવવા માટે આપણી પાસે અત્યંત શક્તિશાળી સાધન છે. સક્ષમ અને સઘન રસીકરણ કાર્યક્રમ થકી આપણે અછબડા અને પોલિયો જેવા જીવન રોગોની દુનિયાથી સફળતાથી છુટકારો મેળવી શક્યા છી. હવે આપણે રસી નિવાર્યક્ષમ રોગોથી ઘણા બધા યુવા જીવોનું નુકસાન ઓછું કરવા માટે સંપૂર્ણ રસીકરણ રક્ષણ હાંસલ કરવા માટે પ્રયાસોને ઝડપથી વધારવાનું આવશ્યક છે.

ભારતનો યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ (યુઆઈપી) દુનિયામાં સૌથી વિશાળ જાહેર આરોગ્ય કાર્યક્રમમાં સ્થાન ધરાવે છે, જેનું લક્ષ્ય નિ:શુલ્ક રસી સાથે દર વર્ષે 2.7 કરોડ નવા જન્મતા બાળકોને રસી આપવાનું છે.i તેમાં પોલિયો, ડિપ્થેરિયા, પર્ટુસિસ (સસણી બોલાવતી ખાંસી), ટિટેનસ, ટ્યુબરક્યુલોસિસ, મીઝલ્સ, મમ્પ્સ, રુબેલા, હેપટાઈટિસ બી, રોટાવાઈરસ ડાયરિયા અને ન્યુમોનિયા જેવા મુખ્ય નિવાર્યક્ષમ બાળપણના રોગો સામે રસી આપવાનો સમાવેશ થાય છે.ii 2014માં સરકારે મિશન ઈન્દ્રધનુષ રજૂ કર્યું હતું, જે પછી ભારતના ચુનંદા જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં સર્વ આંશિક રસી આપેલા અને રસી નહીં અપાયેલા તેમ ગર્ભવતી સ્ત્રીઓ સુધી પહોંચવા માટે 2017માં સઘન મિશન ઈન્દ્રધનુષ રજૂ કરાયું હતું. 2014-15માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 (એનએફએચએસ– 4)ની મૂલ્યાંકન કરેલી આંકડાવારી અનુસાર ભારતમાં સંપૂર્ણ રસીકરણ રક્ષણ 62 ટકા છે, જ્યારે ગુજરાતiમાં તે 50.4 ટકા છે. આમ છતાં વર્તમાન આંકડા હાલ ચાલતા રસીકરણ કાર્યક્રમોને લીધે ઉચ્ચ હોવાની શક્યતા છે.

હવે ડિસેમ્બર 2018 સુધી રસીકરણ રક્ષણ 90 ટકાની પાર ઝડપથી નિર્માણ કરવાનું છે. રસીકરણ પર વધતા ધ્યાન પર બોલતાં ડો. નિશ્ચલ ભટ્ટે જણાવ્યું હતું કે યુઆઈપીમાં નવી રસી રજૂ કરવા માટે સરકારના વર્તમાન પ્રયાસો બાળપણની મરણાધીનતામાં યોગદાન આપતા મુખ્ય ચેપોને નિવારવામાં મદદરૂપ થશે. હું ભારપૂર્વક માનું છું કે નવી રસીઓની ઉપલબ્ધતા અને સમાવેશકતા, જેમ કે, વ્યાપક રક્ષણની ન્યુમોકોક્કલ કોન્જુગેટ વેક્સિન (પીસીવી) અને રોટાવાઈરસ વેકિસન્સ ભારતને યુનાઈટેડ નેશનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને 2030 સુધી 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની મરણાધીનતા ઘટાડવામાં મદદરૂપ થશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર રસીકરણ વર્ષમાં આશરે 2થી 3 મિલિયન મૃત્યુ નિવારી શકે છે અને અનેક જીવન જોખમી રોગોને કાબૂમાં લેવામાં અને લાખ્ખો જીવનને બચાવવામાં મદદ કરી છે.I આઈએપીના નિષ્ણાતો દેશમાં બાળપણની મરણાધીનતા ઓછી કરવા માટે રસીકરણની ભૂમિકા વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે વચનબદ્ધ છે.