પીએનબીની 124મી વર્ષગાંઠની સમાજસેવાની પહેલ સાથે ઉજવણી

પીએનબીની 124મી વર્ષગાંઠની સમાજસેવાની પહેલ સાથે ઉજવણી

– બેંકે વ્યાપક પ્રમાણમાં રક્તદાન કવાયત હાથ ધરી
– 15,000 યુનિટ રક્તનું 6500 શાખાઓમાં દાન કરાયું

નવી દિલ્હી, એપ્રિલ 13, 2018: પંજાબ નેશનલ બેંકે પોતાના 124મા વર્ષના સીમાચિહ્નના અવસરે પોતાની 6500 શાખાઓને આવરી લેતી 76 સર્કલ ઓફિસોમાં 200 રક્તદાન કેન્દ્રો પર રક્તદાન શિબિરોનું આયોજન કર્યું હતું.
આ કેમ્પનું આયોજન દ્વારકામાં પીએનબીની હેડઓફિસ ખાતે રેડક્રોસ સોસાયટી ઓફ ઈન્ડિયા અને એઆઈપીએનબીઓએના (ઓલ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક ઓફિસર્સ એસોસિયેશન) સહયોગથી પીએનબીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પીએનબીના એમડી અને સીઈઓ, શ્રી સુનિલ મહેતાએ કર્યું હતું. આ રક્તદાન અભિયાનના પરિણામ સ્વરૂપે જ 15,000 યુનિટ રક્તદાન થયું હતું. વિશાળ સંખ્યામાં સ્થાનિક સ્ટાફના સભ્યોએ સ્વૈચ્છિક રીતે આગળ આવીને આ પહેલમાં ભાગ લીધો હતો.

બેંક છેલ્લા 20 વર્ષથી તેના સીએસઆર એજન્ડાના ભાગરૂપે રક્તદાન શિબિરો આયોજિત કરતી રહી છે જેને સ્ટાફ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

આ પ્રસંગે તમામ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, ચીફ વિજિલન્સ ઓફિસર્સ અને એઆઈપીએનબીઓએના જનરલ સેક્રેટરી, દીલીપ સાહાની ઉપસ્થિતિમાં વક્તવ્ય આપતા શ્રી સુનિલ મહેતાએ કહ્યું હતું કે, “પીએનબીના ડીએનએમાં સીએસઆર વણાયેલુ છે અને પીએનબીના લોકોએ હંમેશા તેમની સામાજિક જવાબદારીઓને ઉદાહરણરૂપ બનીને અદા કરી છે.”
બેંક પોતાની સામાજિક જવાબદારીઓને અદા કરતી રહીને ઉત્કટ રીતે પર્યાવરણની જવાબદારીઓને સંબોધિત કરતી રહી છે. બેંક દ્વારા વિવિધ સમુદાયો, સખાવતી સંસ્થાઓ અને એનજીઓ/કચડાયેલા માટે કાર્યરત સંસ્થાઓ, સમાજના નબળા વર્ગોને સહાયભૂત થઈ રહી છે. બેંક ડાયાબિટીસ, ટીબી, એઈડ્સ અને રક્તપિત્ત વગેરે રોગો સામે પણ ઝુંબેશ ચલાવી રહી છે.