પોર્શની સ્પોર્ટ્‌સ કારની ખાસિયતોને બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં પારખવામાં આવી

પોર્શની સ્પોર્ટ્‌સ કારની ખાસિયતોને બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં પારખવામાં આવી

પોર્શની અસલ સ્પોટ્‌ર્સ કાર ડીએનએને દર્શાવવા માટે ૭૧૮ કેમૈન, ૭૧૮ બોક્સ્ટર, ૯૧૧ અને પૈનામેરાની રેસિંગ વિરાસતને પોર્શ ઈન્ડિયા દ્ધારા આયોજિત વિશેષ ટ્રેક ડેમાં તેમની ઝડપ સાથે પ્રસ્તુત કરવામાં આવે છે. આ કાર્યક્રમનું બુદ્ધ ઈંટરનેશનલ સર્કિટ(બીઆઈસી)માં થયું કે જે કયારેક ભારતીય ગ્રાંડ પ્રિક્સનું સ્થાન હતું. અહીં હાજર રહેલા મહેમાનોને દરેક મોડલોમાં ૫.૧૪ કિલોમીટરના ટ્રેકનો અનુભવ કરવાનો મોકો મળ્યો. અહીં સ્પોટ્‌ર્સ કાર રેંજના સર્વોત્કૃષ્ટ પ્રદર્શન અને ડ્રાઈવ કમ્ફર્ટને પ્રદર્શિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યાં છે સ્કીલ ટેસ્ટસની રેંજનું સંચાલન કર્યું.

પોર્શ ઈન્ડિયાના ડાયરેક્ટર, પવન શેટ્ટીએ જણાવ્યું કે, “એક્સપર્ટ ઈંસ્ટ્રક્ટર્સની મદદથી અતિથિ ડ્રાઈવ ઈવેંટમાં અમારી સાથે સામિલ થયા અને એમના અંદર હાજર રેસિંગ ડ્રાઈવરને બહાર લાવવા તથા પોર્શના મોટરસ્પોર્ટ હેરિટેજનો અનુભવ કરવાની તક મળી. આઈકોનિક ૯૧૧થી લઈને પૈનામેરાના લગ્ઝરી સલૂન સુધી, અમારી બધી જ કાર ટ્રેક પર એવી જ રીતે હોય છે જાણે શહેરના રસ્તાઓ પર દોડે છે, અને તેને પ્રદર્શિત કરવા માટે બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટથી શ્રેષ્ઠ બીજું કોઈ સ્થાન હેાી શક્તું નથી.”

બંને મિડ- એંજિન કાપ, નવી જનરેશન ૭૧૮ બોક્સ્ટર અને ૭૧૮ કેમૈનમાં ટર્બો ફ્લેટ એંજિન લાગેલ છે. આના ચાર સિલેન્ડર્સ ૩૦૦ હાર્સપાવર ઉત્પન્ન કરે છે અને આમાં ૩૮૦ એનએમનો અધિકતમ ટોર્ક છે. દમદાર એન્જિન ૨૭૫ કિલોમીટર પ્રતિ કલાકની શીર્ષ સ્પીડ પ્રદાન કરે છે અને મોડલોને માત્ર ૪.૯ સેકન્ડમાં ૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પંહોચાડે છે.(સ્પોર્ટ પ્લસની સાથે ૪.૭)

૯૧૧ કેરેરા એસ ૪.૧ સેકન્ડમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે છે (સ્પોર્ટ પ્લસની સાથે ૩.૯). આમાં ત્રણ લીટરનું સિક્સ-સિલેન્ડર બાય-ટર્બો ચાર્જિંગ એન્જિન લાગેલું છે કે જે ૪૨૦ હાર્સપાવર ઉત્પન્ન કરે છે, આમાં ૫૦૦એનએમનું અધિકતમ ટોર્ક અને ૩૦૬ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે. પૈનામેરા ટર્બો ફોર- ડોર લગ્ઝરી સૈલૂન અને સ્પોટ્‌ર્સ કાર છે.આ વી૮ ટર્બો-ચાર્જ્ડ એન્જિન ૩.૮ સેકન્ડમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પંહોચી જાય છે(સ્પોર્ટ પ્લસની સાથે ૩.૬), ૫૫૦ હાર્સપાવર ઉત્પન્ન કરે છે અને ૭૭૦ એનએમનું અધિકતમ ટોર્ક છે. ટર્બોની શીર્ષ સ્પીડ ૩૦૬ કિલોમીટર પ્રતિ કલાક છે.