the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પ્રતિષ્ઠિત કેનન ઈન્ડિયાએ માહેશ્વરી ગામને દત્તક લઈ સામાજિક જવાબદારી નિભાવી

સામાજિક વિકાસની દિશામાં કેનન ઈન્ડિયાની આગેકદમઃ એનજીઓ ‘હ્યૂમના પીપુલ ટૂ પીપુલ ઈન્ડિયા’ સાથે મળીને હરિયાણાના માહેશ્વરી ગામનો વિકાસ કરશે

અમદાવાદ,તા.૫. ઈમેજિંગ સોલ્યુશન ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કંપની કેનન દ્વારા પોતાની ફ્‌લેગશીપ સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી) પહેલ – ‘અડૉપ્ટ અ વિલેજ’ અંતર્ગત હરિયાણાના રેવાડી જિલ્લા સ્થિત માહેશ્વરી ગામને દત્તક લેવામાં આવ્યું.

કેનન ઈન્ડિયા અને છેલ્લા બે દશકાથી કાર્યરત એનજીઓ ‘હ્યૂમના પીપુલ ટૂ પીપુલ’ (એચપીપીઆઈ) સાથે મળીને કાર્ય કરશે. આ મિશનનો ઉદ્દેશ વ્યક્તિઓ અને સમુદાયના જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતામાં વધારો કરવાનો છે. કેનન દ્વારા સમાજને સશક્ત બનાવવામાં જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમાં એચપીપીઆઈ પોતાના ૪ ઈ (૪ઈ) દ્વારા કેનને સમર્થન કરશે. જે અંતર્ગત શિક્ષણ, આંખોની દેખભાળ, પર્યાવરણ અને સશક્તિકરણનો સમાવેશ થાય છે.

વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરતાં કેનન ઈન્ડિયાના અધ્યક્ષ અને સીઈઓ, શ્રી કાજુત્દા કોબાયાશીએ જણાવ્યું હતું કે, “સામાજિક વિકાસ માટે અમારી ફ્‌લેગશીપ સીએસઆર પહેલ – ‘અડૉપ્ટ અ વિલેજ’ ” દ્વારા છેલ્લા ૬ વર્ષમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. આત્મનિર્ભર મોડલ અંતર્ગત અમે હરિયાણામાં સૌ પ્રથમ ‘ફિરોઝપુર નમક’ ગામને દત્તક લીધુ હતું જ્યારે હવે તેમાં અમે એક નવીન માહેશ્વરી ગામનો સમાવેશ કરી રહ્યા છીએ. ગત વર્ષે અમે ભારતમાં અમારા અસ્તિત્વને બે દાયકા પૂર્ણ કર્યા અને ગૌરવપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે અમને સહયોગીઓ, કર્મચારીઓ અને સમાજના લોકોનું સમર્થન સાંપડ્‌યું હતું. સામાજિક કલ્યાણની દિશામાં ‘ર્લનિંગ બિયોન્ડ બુક્સ’ અમારી નવીનત્તમ પહેલ છે, જ્યાં અમે દત્તક લીધેલા ગામના બાળકોને તેમના જ્ઞાનની સીમાઓને વિસ્તારીશું. બાળકોને તેમના ઘર અને શાળાની સીમાની બહાર શૈક્ષણિક યાત્રા પર લઈ જઈશું અને તેઓ મહત્વકાંક્ષી બને તે માટે પ્રયત્ન કરીશું તેમજ તેઓ સ્વપ્ન જોતા શીખશે ને વધારે પ્રમાણમાં મહેનત કરતા થશે જે અમારા અભિયાનની ફલશ્રુતિ હશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે, અમારા ભાગીદાર – એચપીપીઆઈ, અમારી જવાબદારીઓ પૂર્ણ કરવામાં સહાયરૂપ બનશે.”

આ કાર્યક્રમ અંતર્ગત શ્રી કોબાયાશીએ ગામની યાત્રા કરીને નવીન ગામને દત્તક લેવાની ઘોષણા એનજીઓ સાથે મળીને કરી હતી. ગામના બાળકો દ્વારા કેનન ઈન્ડિયાના કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણની સુરક્ષાના અંગે પ્રથમ ડગલું ભરતાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેન ઈન્ડિયાના અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લઈને ૫૦ થી વધારે વૃક્ષોનું રોપવામાં આવ્યા હતા.

માહેશ્વરી ગામની સાથે ‘અડૉપ્ટ અ વિલેજ’ પહેલની નવીન યાત્રા

કેનન ઈન્ડિયાના મુખ્ય ચાર કાર્યક્ષેત્રોના માધ્યમથી શાળા અને ગામમાં શિક્ષા, આંખોની સાર-સંભાળ, પર્યાવરણ અને સશક્તિકરણની દિશામાં વિશેષ કામગીરી કરશે.

• શિક્ષણ ની શરૂઆત ‘સંસાધન કેન્દ્ર’ ની સ્થાપનાની સાથે કરવામાં આવશે, જેમાં બાળકોને લખવા-વાંચવા માટે તેમજ રમત રમવા માટેના સાધનો ઉપલબ્ધ કરાવાવામાં આવશે. શાળામાં જતા વિદ્યાર્થીઓને ઉપચરાત્મક શિક્ષણ આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ સક્ષમ બની શકે.
• આંખોની સાર-સંભાળ અંતર્ગત એક ‘વિઝન સેન્ટર’ ની સ્થાપના કરવામાં આવશે, જ્યાં એક આંખોના નિષ્ણાત દ્વારા ગ્રામજનો અને બાળકોની આંખોની નિઃશુલ્ક તપાસ કરી આપાવામાં આવશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત જાગૃત્તિ શિબિરનું પણ આયોજન કરવામાં આવશે.

• પર્યાવરણની સુરક્ષા માટે નિયમિત વૃક્ષારોપણ અભિયાન, દર ત્રણ મહિને ગ્રામીણ સ્વચ્છતા અભિયાન અને કેનનના કર્મચારીઓની ભાગીદારીથી પર્યાવરણની જાગૃત્તિ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સૌરપેનલ લાગાવવામાં પણ ભાગીદારી કરવામાં આવશે.

• સશક્તિકરણ અંતર્ગત, સમુદાયના સભ્યોને આજીવિકા માટે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી ડિજીટલ શિક્ષા, મૂળભૂત અને નાણાકીય સાક્ષરતા તેમજ સિલાઈ અને ડિઝાઈન વિષયની તાલીમ આપવામાં આવશે. ‘ર્લનિંગ બિયોન્ડ બુક્સ’ પહેલ પણ આ અભિયાન અંતર્ગત પૂર્ણ થશે.
ઠ-ઠ-ઠ