પ્રથમ બર્થડે નિમિત્તે સોની YAY! દ્વારા ટીવી અને તેની પાર ઓફરો જાહેર

પ્રથમ બર્થડે નિમિત્તે સોની YAY! દ્વારા ટીવી અને તેની પાર ઓફરો જાહેર

 મજબૂત કન્ટેન્ટ રેખા અને પહોંચના વિસ્તરણની જાહેરાત 

આ દિવસે, ગયા વર્ષે, સોની રૂછરૂ! દ્વારા વચન સાથે તેની પદાર્પણ દોડનો શુભારંભ કરાયો હતો. બાળકોના જીવનમાં આપણા પોતાના દેશમાં ઉદભવસ્થાન ધરાવતી અને વિવિધ પ્રયાસો થકી તેમના જીવનનો હિસ્સો પણ બની શકે તેવી કન્ટેન્ટ અને વારતાઓ થકી ભરપૂર ખુશીનો ઉમેરો કરવાનું આ વચન હતું. આ વર્ષે, તે પોતાના પ્રથમ બર્થડેની ઉજવણી કરી રહી છે ત્યારે ચેનલ આ વચનને વધુ આગળ લઈ જાય છે અને વર્ષભર દેશભરમાં બાળકોનું મનોરંજન કરવાના સમ ખાવા સાથે વધારાના સેંકડો સરપ્રાઈઝીસ લાવવાનું વચન આપે છે.

મજબૂત કાર્યક્રમ પોર્ટફોલિયોનું નિર્માણ

વર્ષનો ધૂમધડાકા સાથે શુભારંભ કરતાં અને તેના યુવા ચાહકો માટે મજબૂત કન્ટેન્ટ પોર્ટફોલિયો નિર્માણ કરતાં ચેનલે તેના નવા સુપર શો કિકો એન્ડ સુપર સ્પીડો રજૂ કરવાની જાહેરાત કરી છે. વર્ષનું તેનું સૌથી ભવ્ય લોન્ચ એકશન- કોમેડી શોમાં સુપરહીરો કિડ અને તેની વિશેષ ગેજેટ કાર સુપર સ્પીડોનાં સાહસો જોવા મળશે. દરેક એપિસોડમાં આ ગતિશીલ જોડી વિલનનો સામનો કરશે અને તેમની વિલનયુક્ત સન સિટી માટે દિવસ બચાવી લેશે. બાળકોને જે ગમે તે સુપર પાવર્સથી પ્રેરિત આ કાર કિકોની કાંડાઘડિયાળ આર૭માંથી ઊભરી આવે છે, જે ઉચ્ચ ગુણવત્તાના ૩ડી એનિમેશન થકી બાળકોની કલ્પનાઓને મઢી લેવા અને ૨૧ મેથી આરંભ કરતાં રોજ બપોરે ૧૨ વાગ્યાથી પ્રસારિત થનાર દરેક એપિસોડમાં તેમને જકડી રાખનારો રોમાંચ આપશે.

આટલું જ નહીં, સબ ઝોલમાલ હૈ અને ગુરુ ઔર ભોલેના ચાહકો માટે થેન્ક યાય ઈટ્સ ફ્રાઈડે! કરવાનો સમય પણ આવી ગયો છે, કારણ કે ચેનલ ૨૦૧૮માં ટેલિવિઝન પર એક નહીં બલકે દસ નવી ફિલ્મો રજૂ કરી છે, જેમાં તેના મુવી ફેસ્ટિવલ હાઉસફુલ ફ્રાઈડેના ભાગરૂપે આ સમરમાં પાંચ લોન્ચનો સમાવશ થાય છે. તેના બે ફ્લેગશિપ શો પર આધારિત પાંચ ફિલ્મોનું પ્રસારણ થવાનું છે તેમાં હની બની ઈન પ્લેમ હાઈજેક, હની બની ઈન હિમાલયન કાર રેલી, હની બની ઈન ડબલ ઈમ્પેક્ટ, ગુરુ ઔર ભોલે ધ ગ્લેડિયેટપ્સ અને ગુરુ ઔર ભોલે ઈન એલિયન બસ્ટર્સનો સમાવેશ થાય છે. આ ફિલ્મોનું પ્રસારણ ૪ મે, શુક્રવારથી સવારે ૯.૩૦ અને બપોરે ૧.૩૦ વાગ્યાથી પ્રસારિત કરાશે. આ નવી ફિલ્મો ઉપરાંત ચેનલ શોના સંપૂર્ણ નવા હોલીડે એપિસોડ્સ પણ રજૂ કરી રહી છે. આથી જ ચાહકો માટે ખરેખર આ ખુશીથી ઝૂમવાનો અવસર છે.

સ્થાનિક સાથે સુમેળ
સ્થાનિક સાથે સુમેળ સાધતાં ચેનલ બે નવી ભાષાના વિકલ્પો- બંગાળી અને મલયાલમ ઉમેરી રહી છે, જેને લીધે ૫ ભાષા- હિંદી, તમિળ, તેલુગુ, બંગાળી અને મલયાલમમાં ભારતમાં એકમાત્ર બાળકોની ચેનલ બની છે અને બાળકોને તેમની પોતાની ભાષામાં તેમના વહાલા એનિમેટેડ ફ્રેન્ડ્સ સાથે મોજમસ્તી કરાવે છે. ૧૦૦ ટકા વ્યુવેબલ એરટાઈમ મૂળ, ઘરમાં વૃદ્ધિ પામેલી ભારતીય કન્ટેન્ટ સાથે ચેનલે મૂળ કન્ટેન્ટના ૮૮ કલાક નિર્માણ કર્યા છે અને બીજા વર્ષમાં વધુ ૧૨૦ કલાકો સુધી સ્તર વધારવા માટે સુસજ્જ છે.

ઈકોસિસ્ટમની નિર્મિતી

ચેનલ ખરા અર્થમાં આ વર્ષે વિશેષ તરીકે વધુ પ્રયાસ લઈ રહી છે. બાળકોના મનોરંજનનો હિસ્સો બનવા સાથે તેમને રોજબરોજના જીવનનો પણ હિસ્સો બનવાના હેતુ સાથે ચેનલ ભારતની અગ્રણી લાઈસન્સિંગ, મર્ચન્ડાઈઝિંગ અને બ્રાન્ડ એજન્સી બ્લેક વ્હાઈટ ઓરેન્જ (બીડબ્લ્યુઓ) સાથે સહયોગમાં લાઈસન્સિંગ અને મર્ચન્ડાઈઝિંગમાં પણ પ્રવેશ કરી રહી છે. દર્શકોનો રોજબરોજના જીવનનાં તત્ત્વો થકી તેમની ઈકોસિસ્ટમનો હિસ્સો બનવાથી બીજી સારી રીત કઈ હોઈ શકે? રમકડાંથી સ્ટેશનરી સુધી, એપરલથી બાથ અને લોન્ડ્રી સુધી ચેનલ તેનાં રોમાંચક પાત્રોને જીવંત કરવા માગે છે અને તેને બાળકો જ્યાં પણ હોય ત્યાં તેમના જીવનનો હિસ્સો બનાવવા માગે છે.

વ્યુઅરશિપની દષ્ટિએ શ્રેણીમાં અત્યંત સફળ રેકોર્ડેડ લોન્ચને આભારી સોની રૂછરૂ! દ્વારા ટૂંક સમયમાં જ રાષ્ટ્રવ્યાપી બાળકો સાથે ઊંડાણથી જોડાણ નિર્માણ કર્યું છે. આ સાથે ચેનલ સાપ્તાહિક ઝીરો વ્યુઅર બેઝથી ૧૫ મિલિયન બાળકો અને મહિને ૨૪ મિલિયન બાળકો સુધી પહોંચી છે. ચેનલ વ્યાપક સમર કેમ્પેઈન થકી તેનો વ્યુ બેઝ વધુ વિસ્તારવાની યોજના ધરાવે છે, જે ૮૪ શહેરમાં કેન્ટર, મોલ એક્ટિવેશન્સ અને વિવિધ અન્ય એસોસિયેશનો જેવાં ઓન- ગ્રાઉન્ડ એક્ટિવેશન્સ સાથે વ્યાપક ટીવી પ્લાન થકી દેશભરમાં ૨૫ મિલિયન બાળકો સુધી પહોંચની યોજના ધરાવે છે.

આ સાથે ચેનલ બાળકો માટે અનલિમિટેડ ખુશીના સ્થળ તરીકે દર્શકોને અમર્યાદિત મનોરંજન પૂરું પાડવાનું વચન પાલન કરવાનું એકમાત્ર લક્ષ્ય ધરાવે છે.

કોણ શું કહે છેઃ

લીના લેલે દત્તા, બિઝનેસ હેડ, એસપીએન કિડ્સ પ્રકાર
“આરંભથી અમે અમારી બધી પહેલો થકી બાળકોના જીવનમાં ખુશી, મનોરંજન અને આંતરપ્રવૃત્તિઓ ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવા પ્રયાસ કર્યા છે અને અમને મળેલા અદભુત પ્રતિસાદથી ભારે ખશી છે. બાળકો અમે જે પણ કરીએ તેના હાર્દમાં હોય છે. સોની રૂછરૂ! પોતાને બાળકોની નિકટ રાખી છે અને ઓન- એર કે ઓન- ગ્રાઉન્ડ રોમાંચક પાત્રો થકી તેમની સાથે વિશ્વ અને વારતાઓ નિર્માણ કરી રહી છે. આ કવાયત થકી બાળકોનું અમારાં પાત્રો સાથે મજબૂત જોડાણ બન્યું છે અને તેઓ ગુરુ અને તેની ગાયકી, ભોલે અને તેના એન્ટિક્સ, પોપટ અને તેની બુદ્ધિ વગેરેને બેહદ પ્રેમ કરે છે. આ નવા વર્ષે અમારી બેગ બાળકો માટે ગૂડીઝથી છલોછલ છે ત્યારે તેમને રૂછરૂ!ંટ્ઠજૈંષ્ઠ ટાઈમ મળી રહેશે એવી અમને ખાતરી છે!