the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પ્રવીણ તોગડિયાના ભવિષ્ય પર આજે ફેંસલો, શુંઆજે તેઓ વીએચપીમાંથી થઈ જશે બહાર ???

 શુંઆજે તેઓ વીએચપીમાંથી થઈ જશે બહાર ???

ગુરુગ્રામ (ગુડગાંવ)માં શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)નો એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. આખી દુનિયામાં હિન્દુત્વનો ઝંડો ઉઠાવનારી સંસ્થામાં પ્રથમ વખત વોટિંગથી ચૂંટણી થશે. વોટિંગ સવારે 11 વાગ્યે અહીં આવેલા ન્યૂ પીડબ્લ્યૂડી ગેસ્ટ હાઉસમાં થશે. વીએચપીની સ્થાપના વર્ષ 1964માં થઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નેતૃત્વ વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયાના નજીકના કહેવામાં આવતા વર્તમાન અધ્યક્ષ રાઘવ રેડ્ડીના સ્થાને હિમાચલ પ્રદેશના ગવર્નર અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જજ રહી ચુકેલા વિષ્ણુ સદાશિવ કોકજેને સોંપવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની નિંદા કરવા બદલ આરએસએસ અને બીજેપી તોગડિયાથી નારાજ છે. ગત 29મી ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવા માટે ભુવનેશ્વરમાં પરિષદના સભ્યોની એક બેઠક મળી હતી. જોકે, આ બેઠકમાં કોઈ નામ પર સહમતિ થઈ ન હતી. બાદમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે રાઘવ રેડ્ડી તેમજ વિષ્ણુ સદાશિવ કોકજેના નામ પર વોટિંગ કરાવવામાં આવે. આ ચૂંટણીમાં ભારતમાંથી 209 અને ભારત બહારથી 64 પ્રતિનિધિઓ વોટિંગ કરશે. આમાં શું થશે તે વાત સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈનના ભાષણમાં સ્પષ્ટ થઈ ગયું છે.

news18 સાથે વાતચીતમાં જૈને કહ્યું કે, ‘સહમતિ થાય તેવા પ્રયાસ થતા જ રહે છે પરંતુ ચૂંટણી થાય તો તેમાં શું વાંધો છે. અન્ય જગ્યાએ પણ ચૂંટણી થતી જ હોય છે. પછી સાથે મળીને કામ કરીશું. કોઈ પણ હારે કે જીતે. અમારા માટે હાર કે જીતનું કોઈ મહત્વ નથી. અમારા માટે લક્ષ્ય મહત્વપૂર્ણ છે. આ માટે બધું શાંતિથી પૂર્ણ થઈ જશે. બસ એકબીજા સાથેનો જે ભાવ કે પ્રેમ છે તે જળવાઈ રહેવો જોઈએ.’ જૈનની વાતચીત પરથી અંદાજ લગાવી શકાય છે કે વીએચપીમાં બધું ઠીક નથી ચાલી રહ્યું.

જ્યારે કોઈ સહમતિ ન થાય ત્યારે વીએચપીના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી ચૂંટણીથી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની પસંદગી અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેલા રાઘવ રેડ્ડી આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પદ પર તોગડિયાની પસંદગી કરતા આવ્યા છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ વખતે વિષ્ણુ સદાશિવની જીત થશે તો તોગડિયાનું પદ છીનવાઈ શકે છે.

જૈને કહ્યું હતું કે, ‘દર ત્રણ વર્ષે ચૂંટણી થાય છે, પરંતુ વોટિંગ પ્રથમ વખત થઈ રહ્યું છે. આવું થવા પાછળનું કારણ એ છે કે જે લોકો બે ટર્મ સુધી અધ્યક્ષ હતા, તેઓ ફરી અધ્યક્ષ બની રહેવા માંગે છે, પરંતુ બોર્ડ ઓફ ટ્રસ્ટી એવું નથી ઇચ્છી રહ્યા. આ માટે ચૂંટણી થઈ રહી છે.’ આના પરથી એવું કહી શકાય કે લાંબા સમયથી સંસ્થાનો ચહેરો બની રહેલા પ્રવીણ તોગડિયાને હવે સાઈડલાઈન કરવા માટેની તમામ તૈયારી કરવામાં આવી ચુકી છે.