ફરાહ ખાન સોનમ કપૂરનું સંગીત કોરિયોગ્રાફ કરશે!

ફરાહ ખાન સોનમ કપૂરનું સંગીત કોરિયોગ્રાફ કરશે!

રમુજી ટાસ્કસ, અસીમિત કોમેડી અને તમારા મનપસંદ સ્ટાર્સની નિખાલસતા – કલર્સનો એન્ટરટેનમેન્ટ કી રાત 9  લિમિટેડ એડિશન પાછું  ફરે છે. આના બીજા એપિસોડમાં બોલીવુડની સૌથી ચહેતી કોરિયોગ્રાફર ફરાહ ખાન હોસ્ટ સૌમયા ટંડન સાથે નિખાલસ વાણુીતમાં કેટલીક વિગતો છતી કરે છે. તેણી અનિલ કપૂર સાથેના પોતાના સબંધો અંગે અને સોનમના આવી રહેલ વિવાહમાં કેવી રીતે પોતે કોરિયોગ્રાફિંગ કરવાની છે તે છતું કરે છે. હા તમે સાચું સાંભળ્યું!

અનિલ અને હું એક બીજાને ખૂબ જ પસંદ કરીએ છીએ, અમે એકબીજાને પાપાજીકહીને બોલાવીએ છીએ. તે મને એટલી તો પસંદ કરે છે કે હું એમની દીકરીના સંગીતને કોરિયોગ્રાફ કરી રહેલ છું,” પ્રથમ ક્રમાંકની કોરિયોગ્રાફરે કહ્યું.

આ સીઝનમાં સૌમ્યા ટંડનની સાથે, ઉમ્ફ અને પિત્ઝાનો ઉમેરો કરવા ટેલિવિઝન દીવા નેહા પેન્ડસે અને આરજે અભિલાષ જે કોમેડિયન મુબિન સૌદાગર, બલરાજ અને બાળ કલાકાર દિવ્યાંશ સાથે જોડાશે જે પોતાની જાણિતી સ્ટાઇલમાં તમને વિસ્મિત કરવા પાછા ફરી રહેલ છે.

ફરાહ ખાન પોતાની મિત્ર, બી–ટાઉનની અભિનેત્રી રવિના ટંડન સાથે શોમાં દેખાશે.

તમારા વીકએન્ડસને મનોરંજક બનાવો – એન્ટરટેનમેન્ટ કી રાત @9 લિમિટેડ
એડિશન સાથે જોડાયેલા રહો દર શનિવાર અને રવિવાર રાત્રે 9.00  કલાકે માત્ર કલર્સ પર!