ફલાયદુબઈ દ્વારા હેલ્સિંકી માટે સીધી ફ્લાઈટ્સ જાહેર

• ફ્લાયદુબઈ ફિનલેન્ડમાં ફ્લાઈટ ચલાવનારી પ્રથમ યુએઈ સ્થિત એરલાઈન્સ બની.
• એરલાઈન હેલ્સિંકી અને દુબઈ વચ્ચે આખું વર્ષ ઓફર કરે છે.
• નવા રુટ પર બિઝનેસ ક્લાસમાં ફ્લેટ- બેડ અને ઈકોનોમી ક્લાસમાં બહેતર ઓફર સાથે બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટ ચલાવવામાં આવશે.

દુબઈ, યુનાઈટેડ આરબ અમીરાત, 22મી એપ્રિલ, 2018: દુબઈ સ્થિત કેરિયર ફ્લાયદુબઈ દ્વારા અરેબિયન ટ્રાવેલ માર્કેટ (એટીએમ) દરમિયાન ફિનલેન્ડની રાજધાની હેલ્સિંકીમાં સીધી ફ્લાઈટ્સ રજૂ કરવાની જાહેરાત કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ (ડીએક્સબી)થી હેલ્સિંકી- વંતા એરપોર્ટ (એચઈએલ) વચ્ચે રોજની સેવા 11 ઓક્ટોબર, 2018ના રોજ શરૂ થશે. ફ્લાયદુબઈ ફિનલેન્ડમાં સીધી ફ્લાઈટ્સ ચલાવનારી પ્રથમ યુએઈ નેશનલ કેરિયર બની છે અને દુબઈ અને હેલ્સિંકી વચ્ચે આખું વર્ષ સેવા આપનારી પ્રથમ એરલાઈન છે.

એટીએમ ખાતે બોલતાં ફ્લાયદુબઈના ચીફ કમર્શિયલ ઓફિસર હમાદ ઓબાયદલ્લાએ જણાવ્યું હતું કે ફ્લાયદુબઈ ફિનલેન્ડની રાજધાનીમાં સીધી ફ્લાઈટ્સ ઓફર કરનારી પ્રથમ યુએઈ નેશનલ કેરિયર બની છે. અમે નહીં પહોંચી શકાયેલી બજારોમાં સેવા આપવા અને દુબઈ અને તેની પાર ઉડાણ ભરવા માટે વધુ પ્રવાસ વિકલ્પો આપવા માટે વચનબદ્ધ રહીશું.

અરેબિયન ટ્રાવેલ માર્કેટ મિડલ ઈસ્ટમાં સૌથી વિશાળ પ્રવાસ પ્રદર્શન છે. આ વર્ષે ફ્લાયદુબઈએ આઠમી વાર એટીએમમાં ભાગ લઈને તેના બોઈંગ 737 મેક્સ 8 એરક્રાફ્ટમાં ઓનબોર્ડ ઉપલબ્ધ નવી બિઝનેસ ક્લાસ અને ઈકોનોમી ક્લાસની ઓફરો પ્રદર્શિત કરી છે.

ફ્લાયદુબઈના કમર્શિયલ ઓપરેશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જેહુન એફેન્ડીએ જણાવ્યું હતું કે હેલ્સિંકી અમારા નેટવર્કમાં પ્રવાસીઓ માટે ખોલેલાં સ્થળોમાં આ વર્ષે અમે જાહેર કરેલું 10મું સ્થળ છે. અમને વિશ્વાસ છે કે ઉચ્ચ સ્તરની અમારી સેવાઓ અને બિઝનેસ ક્લાસમાં ફ્લેટ- બેડ સાથે અમારા નવા એરક્રાઉફ્ટનો આરામ દુબઈ અને હેલ્સિંકી વચ્ચેની ફ્લાઈટ્સને પ્રવાસીઓ માટે લોકપ્રિય પસંદગી બનાવીને રહેશે.

પ્રવાસીઓને વધુ આરામ અને બહેતર પ્રવાસ અનુભવ આપવા માટે કેરિયર દ્વારા તેના નવાનક્કોર બોઈંગ 737 મેક્સ 8 પર નવા રુટ ચલાવશે. નવી કેબિનમાં બિઝનેસ ક્લાસમાં ફ્લેટ- બેડની વિશિષ્ટતા ઉપરાંત વધારાની જગ્યા અને ગોપનીયતા રહેશે, જેથી પ્રવાસીઓ તેમની ફ્લાઈટ દરમિયાન આરામથી સૂઈ શકશે. ઈકોનોમી ક્લાસમાં હવે નવી રીકારો સીટ્સ લાવવામાં આવી છે, જે મહત્તમ જગ્યા આપે અને પ્રવાસીઓ આરામથી પાછળ બેસી શકશે, રિલેક્સ કરી શકે અને આનંદ લઈ શકે તે રીતે તૈયાર કરવામાં આવી છે. ફ્લાયદુબઈ ફુલ એચડી, 11.6 ઈંચ સ્ક્રીન સાથે ઈનફ્લાઈટ અપવાદાત્મક અનુભવ પણ આપે છે, જેમાં અંગ્રેજી અરેબિક અને રશિયનમાં મુવીઝ, ટીવી શો, મ્યુઝિક અને ગેમ્સની વ્યાપક પસંદગીની ખૂબીઓનો સમાવેશ થાય ફછે. ઉપરાંત બોઈંગ સ્કાય ઈન્ટીરિયર તેની નમ્ર રીતે ઘડાયેલી સાઈડવોલ્સ અને સહજ વહેલી રેખાઓ પ્રવાસીઓને વધુ આરામદાયક પ્રવાસ અનુભવ આપે છે.