ફિટનેસ પ્રેમીઓ માટે વન-સ્ટોપ-સોલ્યુશન  ‘મેક ફિટનેસ’ નો એચ.એલ.કોલેજ રોડ પર પ્રારંભ

અમદાવાદ, ૮ એપ્રિલ, ૨૦૧૮ઃ આજની અત્યંત વ્યસ્ત અને તણાવયુક્ત જીવનશૈલીમાં શહેરીજનોને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા તથા તેમને ફિટનેસ સંબંધિત વન-સ્ટોપ-સોલ્યુશન્સ પૂરાં પાડવાના ઉદ્દેશ્યથી એચ.એલ. કોમર્સ કોલેજ પાસે શ્રી વર્ધમાન કોમ્પલેક્ષમાં મેક ફિટનેસનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે.
જીમ, કાર્ડિઓ, સ્ટ્રેન્થ, એરોબિક્સ, યોગા, ઝુમ્બા, સ્ટીમ બાથ, જ્યુસ કેફે, ડાયાટિશિયન, ફિઝિયો અને પર્નલન ટ્રેનિંગ સહિતની સંખ્યાબંધ સર્વિસિસ ઓફર કરતાં મેક ફિટનેસના ઉદ્‌ઘાટન પ્રસંગે જગન્નાથ મંદિરના શ્રી દિલિપ દાસજી મહારાજ, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા શ્રી ભુપેન્દર ધવન, કોમનવેલ્થ ચેમ્પિયન શ્રી દિનેશ સિંઘ અસવાલ અને મિસ્ટર ઇન્ડિયા શ્રી મૂકેશ સિંઘ ગેહલોતની સાથે-સાથે મહેન્દ્ર હરિલાલ ચૌહાણ (મેક ચૌહાણ) અને પ્રશાંત ગજ્જર ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે રિબિન કટ કરીને ઔપચારિક રીતે મેક ફિટનેસને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો માટે ખુલ્લું મૂક્યું હતુ.
આ પ્રસંગે જીમના સંચાલક મેક ચૌહાણે જણાવ્યું હતું કે, “મેક ફિટનેસ ખાતે અમે વ્યક્તિની શારિરિક અને માનસિક તંદુરસ્તીની જાળવણી ઉપર કેન્દ્રિત છીએ અને તેથી જ અમે ફિટનેસના સાધનોની સાથે-સાથે યોગા અને ફિઝિયો જેવી સર્વિવિસ એક જ સ્થળે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. ફિટનેસ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા અમારા ટ્રેનર્સના માર્ગદર્શથી પરફેક્ટ બોડી અને ફિટનેસ પ્રત્યે જાગૃત લોકોને સચોટ માર્ગદર્શન મળી રહેશે, જે તેમના સર્વાંગી શારિરિક વિકાસ માટે ઉપયોગી બની રહેશે.”
પુરુષોની સાથે-સાથે મહિલાઓને પણ ફિટનેસ જાળવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે મેક ફિટનેસ ખાતે મહિલાઓને અનુકૂળ રહે તેવા ટાઇમિંગ્સ રાખવામાં આવ્યાં છે, જેથી તેઓ ઘરની સારસંભાળ રાખવા ઉપરાંત પોતાની વ્યક્તિગત કાળજી લઇ શકે અને ફિટ રહે.