ફેક ન્યુઝ પર માર્ગદર્શિકા પરત લેવા વડાપ્રધાનનો આદેશ

ફેક ન્યુઝ પર માર્ગદર્શિકા પરત લેવા વડાપ્રધાનનો આદેશ

નવીદિલ્હી
ગઇકાલે જે ફેક ન્યુઝને લઇને એક માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી. તે માર્ગદર્શિકાને પરત લેવાનો આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલા અંગે માત્ર પ્રેસ કાઉન્સીલને જ નિર્ણય લેવા દેવો જોઇએ.ભારત સરકાર કોઈ પણ નકલી સમાચારના પ્રચાર-પ્રસાર અથવા તો નકલી સમાચાર ફેલાવવા પર પત્રકારોની માન્યતાને ધ્યાનમાં રાખીને મજબૂત પગલાં લઇ શકે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પત્રકારો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે જેમાં જો કોઈ પત્રકાર નકલી સમાચારના પ્રકાશન અથવા નકલી સમાચારના બ્રોડકાસ્ટમાં મળી આવે તો તેને પ્રથમ વખતના ઉલ્લંઘન માટે છ મહિના માટે નકારી કાઢવામાં આવશે.ત્યારે બીજી વખત નકલી સમાચારના પ્રકાશન માટે પત્રકારને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા મુજબ જો ત્રીજી વખત આ ઘટના સામે આવે તો પત્રકારની માન્યતા કાયમી રૂપે સમાપ્ત થઈ જશે. માર્ગદર્શિકા મુજબ, પ્રિન્ટ મિડિયાના કેસને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઈ)ના ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (એનબીએ) અને નકલી અહેવાલોની તપાસ માટે ઇલેક્ટ્રોનિક મીડિયાનો મોકલવામાં આવશે.મંત્રાલયે જણાવ્યું કે આ એજન્સીઓ દ્વારા ૧૫ દિવસની અંદર તપાસ પૂર્ણ કરવામાં આવશે. મહત્વનું છે કે ફરિયાદ નોંધાવવામાં આવે ત્યારબાદ તેની તપાસ સુધી તેની માન્યતા રદ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કહ્યું કે સરકારે નકલી સમાચાર ચકાસવાનો પ્રયાસ તે પત્રકારો માટે તો નથી કરી રહીને જે સરકાર વિરુદ્ધ રિપોર્ટિંગ કરે છે. તેમણે કહ્યું કે સમાચારને ’નકલી’ કોણ કહેશે? તેમણે જણાવ્યું કે પત્રકારોને ખોટી રીતે પરેશાન કરવા માટે પણ આ નિયમનો ઉપયોગ કરવામાં આવી શકે છે.સરકારના આ નિયમ પર ઘણા પત્રકારો તેના વિરોધમાં છે. તેઓ માને છે કે સરકાર આ નિયમનો ઉપયોગ પત્રકારના અવાજને દબાવવા માટે કરશે. કેટલાક પત્રકારો માને છે કે આ મુદ્દે એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ પત્રકાર સંગઠનોને મદદ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પ્રેસ ઇન્ફોર્મેશન ઑૅફ બ્યૂરો એક પત્રકારને તેના પાંચ વર્ષના અનુભવ બાદ સંપૂર્ણપણે જર્નાલિસ્ટ તરીકેની ઓળખ આપે છે.