ફોક્સવેગને ભારતનાં 250થી વધુ શહેરોને આવરી લેતાં બહુશહેરી એમિયો રોડશો લોન્ચ કર્યો

ભારતીય બજાર પ્રત્યે એકધારી કટિબદ્ધતા સાથે ફોક્સવેગને ભારતનાં 250થી વધુ શહેરોને આવરી લેતાં બહુશહેરી એમિયો રોડશો લોન્ચ કર્યો

*   પશ્ચિમમાં મહારાષ્ટ્ર, પૂર્વમાં ઉત્તરાખંડ, ઉત્તરમાં હરિયાણા, દક્ષિણમાં કર્ણાટકથી પ્રવાસનો આરંભ કરતાં એમિયો રોડશો 30,000 કિમી જેટલું અંતર પાર કરશે.

*  14મી એપ્રિલથી આરંભ કરતાં સંભવિત ગ્રાહકોને એમિયો ટેસ્ટ ડ્રાઈવ કરવાનો મોકો મળશે.

*  ઓન-ધ- સ્પોટ બુકિંગ્સ અને સાનુકૂળ નાણાકીય સેવાના વિકલ્પો ચાર મહિનાના સમયગાળામાં ભારતના અજોડ કાર ખરીદદારો માટે ઉપલબ્ધ રહેશે.

મુંબઈઃ પ્રીમિયમ મોબિલિટીની ક્ષિતિજને વિસ્તારતાં યુરોપની અગ્રણી કાર ઉત્પાદક ફોક્સવેગને ભારતનાં 250થી વધુ શહેરોને આવરી લેતાં બહુશેરી એમિયો રોડશો લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 14મી એપ્રિલ, 2018થી આરંભ કરતાં મેડ- ફોર- ઈન્ડિયા અને મેડ- ઈન- ઈન્ડિયા કારલાઈન ફોક્સવેગન એમિયો ચાર મહિનાના સમગાળામાં 30,000 કિમી જેટલું અંતર પાર કરશે.

પશ્ચિમમાં મહારાષ્ટ્ર, પૂર્વમાં ઉત્તરાખંડ, ઉત્તરમાં હરિયાણા, દક્ષિણમાં કર્ણાટકથી પ્રવાસનો આરંભ કરતાં એમિયો કેન્ટર દેશના બધા ચાર પ્રદેશોને આવરી લેશે.

એમિયો બહુશહેરી રોડશો દેશના દરેક ખૂણે ફોક્સવેગન ઈન્ડિયાની અજોડ કારરેખાઓ લાવીને ઉચ્ચ સંભવિત વિસ્તારોમાં નવા દર્શકો સુધી પહોંચવા પર કેન્દ્રિત રહેશે. રોડશો સંભવિત ગ્રાહકોને મેડ- ફોર- ઈન્ડિયા અને મેડ- ઈન- ઈન્ડિયા એમિયો ટેસ્ટ ડ્રાઈવિંગ કરીને પ્રીમિયમનેસ અનુભવવાની તક આપશે. ઉપરાંત ટેસ્ટ ડ્રાઈવ્ઝ થકી તેની વિશિષ્ટતા જુઓ અને સાનુકૂળ નાણાકીય સેવા વિકલ્પો સાથે ઓન- ધ- સ્પોટ બુકિંગ્સ કરો.

આ પહેલની રજૂઆત પર બોલતાં ફોક્સવેગન પેસેન્જર કાર્સના ડાયરેક્ટર શ્રી સ્ટીફન નેપે જણાવ્યું હતું કે ફોક્સવેગન એમિયોની રજૂઆત ખરેખર ભારતીય બજાર પ્રત્યે અમારી કટિબદ્ધતાને ફરીથી સમર્થન આપે છે. આ વિશેષ કારલાઈન અમારા ભારતીય ગ્રાહકો માટે ખાસ તૈયાર કરવામાં આવી હોઈ અમે અમારી નામાંકિત પ્રોડક્ટોની પહોંચક્ષમતા વધારવાનું ચાલુ રાખીશું. અમને ભારતભરમાં અમારા ગ્રાહકો સુધી એમિયો લઈ જવાની અને અમારું પ્રાદેશિક જોડાણ મજબૂત બનાવવાની બેહદ ખુશી છે.

ભારતની કામગીરી વધુ દઢ બનાવવાના અને બજાર હિસ્સો આગામી પાંચ વર્ષમાં 3 ટકા સુધી લઈ જવાના ધ્યેય સાથે ફોક્સવેગને દેશમાં તેનો અભિગમ વધુ સખત બનાવ્યો છે. ગ્રાહકોને તેની બધી ઓફરોમાં હાર્દમાં રાખતાં આ બહુશહેરી રોડશો ફોક્સવેગનની બ્રાન્ડ જાગૃતિ વધારશે અને ભારતભરના ગ્રાહકો સાથે સુમેળ સાધશે.

ફોક્સવેગન એમિયોઃ

યુવા ભારતીય ગ્રાહકોની ઈચ્છિત જરૂરતોને પહોંચી વળવા માટે એમિયો બે ઈંધણ વિકલ્પો 1.0 લિ 3- સિલિંડર એમપીઆઈ અને 1.5 લિ 4- સિલિંડર ટીડીઆઈ એન્જિન સાથે ઉપલબ્ધ છે. ફોક્સવેગન માટે સુરક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને એમિયો વિવિધ પ્રકારમાં સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ તરીકે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ અને એબીએસ સાથે આવે છે. સ્ટાઈલની છાંટનો ઉમેરો કરતાં વિશિષ્ટતાથી સમૃદ્ધ એમિયોમાં અત્યાધુનિક ટચસ્ક્રીન મલ્ટીમિડિયા સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ, રેઈન સેન્સિંગ વાઈપર્સ, સેન્ટર આર્મ રેસ્ટ, એન્ટી- પિંચ પાવર વિંડોઝ સાથે સ્ટેટિક કોર્નરિંગ લાઈટ્સનો સમાવેશ થાય છે.