the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ફ્લાયદુબઈનું ક્રાકોવમાં ઉતરાણ

એરલાઈન્સે રુટ પર એમિરેટ્સ કોડ શેરિંગ સાથે સીધી રોજની સેવા શરૂ કરતાં 200 વધુ સ્થળો માટે માર્ગ ખૂલ્યો

દુબઈ, યુનાઈટેડ આરબ અમીરાત, 9મી એપ્રિલ, 2018: ફ્લાયદુબઈએ ક્રાકોવમાં તેની રોજની સેવા શરૂ કરી છે, જે સાથે દુબઈથી સીધી ફ્લાઈટ ઓફર કરનાર તે પ્રથમ યુએઈ કેરિયર બની છે. દુબઈ ઈન્ટરનેશનલના ટર્મિનલ 2 પરથી આરંભિક ફ્લાઈટે 8 એપ્રિલે જોન પોલ 2 ક્રાકોવ એરપોર્ટમાં ઉતરાણ કર્યું હતું અને પાણીના તોપ સાથે સલામીથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આરંભિક ફ્લાઈટના પાઈલટ પોલિશ કેપ્ટન અને ફર્સ્ટ ઓફિસર હતા અને ઓનબોર્ડ પોલિશ કેબિન ક્રુ સભ્યો હતા.
ફ્લાયદુબઈમાં કમર્શિયલ ઓપરેશન્સ (યુએઈ, મિડલ ઈસ્ટ, યુરોપ અને સીઆઈએસ)ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જેહુન એફેન્ડી, યુએઈના પોલિશ એમ્બેસેડર સન્માનનીય રોબર્ટ રોસ્ટેક, એમિરેટ્સ ખાતે કમર્શિયલ (યુરોપ અને રશિયન ફેડરેશન)ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ થિયરી ઓકોકની આગેવાનીમાં મોવડીમંડળ યુએઈ મિડિયાના પ્રતિનિધિઓ સાથે જોડાયું હતું. ક્રાકોવમાં આગમન પર મોવડીઓનું પોલેન્ડના યુએઈ એમ્બેસેડર સન્માનનીય યુસુફ ઈસ્સા અલસબરી, ક્રાકોવ એરપોર્ટ બોર્ડના પ્રેસિડેન્ટ રેડોસ્તાવ તોસ્ઝેક અને ક્રાકોવ એરપોર્ટના એવિયેશન એન્ડ કમર્શિયલ સર્વિસીસના ડાયરેક્ટર પાવેલ ગાલિયાક દ્વારા સ્વાગત કરાયું હતું.
આ અવસરે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ફ્લાયદુબઈના કમર્શિયલ ઓપરેશન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જેહુન એફેન્ડીએ જણાવ્યું હતું કે રોજ સેવા આપનાર પ્રથમ કેરિયર તરીકે દુબઈથી ક્રાકોવની સીધી ફ્લાઈટ્સ સાથે અમે આ નવો રુટ યુએઈ અને પોલેન્ડ વચ્ચે વેપાર અને પર્યટનને આપશે તે નવી તકો વિશે ભારે રોમાંચિત છીએ. આ રુટ અમારા કાફલામાં નવીનતમ એરક્રાફ્ટ બોઈંગ 737 મેક્સ 8 દ્વારા સેવા અપાશે, જે અમારા પ્રવાસીઓને અપવાદાત્મક પ્રવાસ અનુભવ આપશે. અમારા પ્રવાસીઓને ક્રાકોવનાં જોડાણો દુબઈથી 200થી વધુ સ્થળોને જોડવાની ઓફર કરવા સાથે ક્રાકોવમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ આ લોકપ્રિય પર્યટન સ્થળો જોવા માટે ઉત્સુક બનશે એવી અમને ખાતરી છે.
ફ્લાયદુબઈનું નવીનતમ એરક્રાફ્ટ બોઈંગ 737 મેક્સ 8 ક્રાકોવથી સીધી રોજની સેવા આપશે. કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ એરક્રાઉ્ટમાં નવી કેબિનમાં પ્રવાસીઓ બિઝનેસ ક્લાસમાં ફ્લેટ- બેડ પર રાત્રે આરામથી સૂઈ શકશે. ઈકોનોમી ક્લાસમાં નવી રિકારો સીટ્સ છે, જે મહત્તમ જગ્યા અને આરામ આપે તે રીતે તૈયાર કરવામાં આવી છે. ફ્લાયદુબઈ ફુલ એચડી, 11.6 ઈંચ સ્ક્રીન સાથે ફ્લાઈટમાં અપવાદાત્મક મનોરંજન આપશે, જેમાં 1000થી વધુ કલાકની મુવીઝ, ટીવી શો, મ્યુઝિક અને ગેમ્સ અરેબિક, અંગ્રેજી અને રશિયન ભાષામાં માણી શકાશે.
એમિરેટ્સ આ રુટ પર કોડશેર કરશે અને એમિરેટ્સ ફ્લાયદુબઈની ભાગીદારીના ભાગરૂપ દરેક એરલાઈન્સના પ્રવાસીઓને દુબઈમાં દુનિયાનાં સેંકડો સ્થળો સુધી સીધું જોડાણ કરવાની તક મળશે.
અમારી ભાગીદારી સાથે પ્રવાસીઓ લગભગ 90 ફ્લાયદુબઈનાં સ્થળોને આસાનીથી અને સુવિધાજનક રીતે જોડાઈ શકશે, જે 80 દેશોમાં છ ખંડમાં એમિરેટ્સના રુટ નેટવર્કને પૂરક છે, એમ એમિરેટ્સ ખાતે કમર્શિયલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ થિયરી ઓકોકે જણાવ્યું હતું. બંને એરલાઈન્સ વર્ષોનાં વહાણાં વીતવા સાથે સ્વતંત્ર અને સફળતાથી વૃદ્ધિ પામી છે અને આ નવી ભાગીદારી આ બંને કંપનીઓ ગ્રાહકો, દરેક એરલાઈન અને દુબઈમાં લાવી શકે તે પૂરક મોડેલોનું ભરપૂર મૂલ્ય ઉજાગર કરશે. અમને આ અવસરનો હિસ્સો બનવાનું ગૌરવ છે અને પોલિશ બજારમાં ફ્લાયદુબઈની સફળતા જોવા માટે ઉત્સુક રહીશું, એમ તેમણે ઉમેર્યું હતું.
કોડશેર હેઠળ બુકિંગ્સ માટે એમિરેટ્સના પ્રવાસીઓને કોમ્પ્લિમેન્ટરી ભોજન અને બિઝનેસ તથા ઈકોનોમી ક્લાસમાં ફ્લાયદુબઈ દ્વારા ચલાવાતી ફ્લાઈટ્સ પર એમિરેટ્સ ચેક્ડ બેગેજ એલાવન્સ મળશે.
નવી કેરિયર ફ્લાયદુબઈ દ્વારા ક્રાકોવથી દુબઈ ઈન્ટરનેશનલ (ડીએક્સબી) સુધી ઓફર કરાતું જોડાણ દક્ષિણીય પોલેન્ડથી પ્રવાસીઓ માટે વ્યાપક પ્રવાસ વિકલ્પો ખોલે છે. પ્રવાસીઓ નિશ્ચિત જ ફ્લાયદુબઈ અને એમિરેટ્સ એરલાઈન્સ વચ્ચે કરારના લાભોની સરાહના કરશે, એમ ક્રાકોવ એરપોર્ટ બોર્ડના પ્રેસિડેન્ટ રેડોસ્લાવ લોસ્ઝેકે જણાવ્યું હતું. ક્રાકોવ અને માલોપોલ્સ્કા ઘણી બધી સદીઓની પરંપરાને આધુનિકતાથી જોડે છે. તે વિદેશી રોકાણકારો દ્વારા ઉચ્ચ રેટેડ છે અને આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં સન્માનિત છે. વ્યાપક ટુરિસ્ટ અને સાંસ્કૃતિક ઓફર સાથે મુલાકાતીઓ વર્ષના કોઈ પણ સમયે અસાધારણ હોલીડેનું નિયોજન કરી શકે છે. નવું જોડાણ આપણા પ્રદેશના વધુ વિકાસની તક છે અને નવી નોકરીઓની પણ નિર્મિતી થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ફ્લાઈટના આગામી લોન્ચમાં 10 એપ્રિલે ક્રોએશિયાના ડબ્રોવનિકમાં, જૂનમાં ઈટાલીમાં કેટેનિયા અને ગ્રીસમાં થેસાલોનિકી સાથે યુરોપમાં ફ્લાયદુબઈનું રુટ નેટવર્ક 135 સાપ્તાહિક ફ્લાઈટ્સ સાથે 26 સ્થળ સુધી પહોંચશે.
ફ્લાઈટની વિગતો
ક્રાકોવ સુધી બિઝનેસ ક્લાસ રિટર્ન ભાડાં AED 6755/PLN 8231થી શકાય છે, જ્યારે ઈકોનોમી ક્લાસ રિટર્ન ભાડાં AED 2325/PLN1121થી શરૂ થાય છે, જેમાં કર સમાવિષ્ટ છે. ફ્લાઈટ્સ ફ્લાયદુબઈની વેબસાઈટ (flydubai.com), તેના કસ્ટમર સેન્ટર (+971) 600 54 44 45, ફ્લાયદુબઈ ટ્રાવેલ શોપ્સ અથવા ટ્રાવેલ પાર્ટનર્સ થકી બુક કરી શકાશે.