the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બંધને મિશ્ર પ્રતિસાદ મળતાં દલિતોએ બળજબરીથી બજારો બંધ કરાવ્યા, ગુજરાતમાં પણ બંધ વેળા ઠેર ઠેર હિંસા : તોડફોડ, આગચંપી કરાઈ

બંધને મિશ્ર પ્રતિસાદ મળતાં દલિતોએ બળજબરીથી બજારો બંધ કરાવ્યા
ગુજરાતમાં પણ બંધ વેળા ઠેર ઠેર હિંસા : તોડફોડ, આગચંપી કરાઈ
અમદાવાદ શહેરમાં ૨૫થી વધારે બસોને તોડફોડ કરી નુકસાન પહોંચાડાયુ ચાંદખેડામાં દલિતોનો જોરદાર પથ્થરમારો, પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ

અમદાવાદ,તા. ૨
એસસી.એસસી એક્ટમાં નોંધનીય ફેરફાર સાથેની માર્ગદર્શિકા જારી કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇ ગુજરાત સહિત દેશભરના દલિતઆલમમાં ઉગ્ર રોષ અને વિરોધનો આક્રોશ ભભૂકી ઉઠયો છે. દલિત સમાજ દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને એકંદરે મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં બંધના એલાનના મિશ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા પરંતુ બંધનું એલાન હિંસક અને જલદ બની રહ્યું હતું. જેને લઇ રાજયભરના લોકોમાં એક પ્રકારે દહેશતની લાગણી ફેલાઇ ગઇ હતી. દલિત વિસ્તારોમાં બંધનું એલાન સજ્જડ રહ્યું હતુ તો, બીજા વિસ્તારોમાં બંધની અસર નહીવત્‌ જણાઇ હતી. જો કે, આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રોષે ભરાયેલા દલિત સમાજના લોકોએ જાહેરમાં રસ્તા પર આવી જઇ એએમટીએસ બસ, એસટી બસ, પોલીસ વાન સહિતની જાહેર મિલકતોને નુકસાન, તોડફોડ અને આગચંપીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, જેને લઇ બપોર પછી શહેર સહિત રાજયભરમાં અંજપાભરી સ્થિતિ જોવા મળતી હતી. દલિત સમાજમાં ઉગ્ર આક્રોશ ભભૂકેલો જોઇ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. સ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ રાજય સરકાર અને ગૃહવિભાગે પોલીસ પાસેથી ડિટેઇલ્ડ રિપોર્ટ માંગ્યો હતો. અમદાવાદમાં જ દલિત સમાજે ૨૫થી વધુ બસોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયુ હતું. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજે દલિત સમાજના દેખાવોમાં દલિત મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં આગળ પડતી રહી હતી. ચાંદખેડામાં મોડી સાંજે દલિતોના તોફાની ટોળાએ જોરદાર પથ્થરમારો કર્યો હતો, જેમાં ત્રણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.અમદાવાદમાં સૌથી વધુ તંગ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સારંગપુર વિસ્તારમાં જણાઇ હતી, જયાં દલિત સમાજના બેકાબૂ બનેલા સેંકડો લોકોના ટોળાએ એક તબક્કે પોલીસવાનમાં તોડફોડ ચલાવી હતી, જેને લઇ પોલીસને આઠથી વધુ ટીયરગેસના શેલ છોડી પરિસ્થિતિ કાબૂમાં લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ દલિત સમાજના લોકો અને પોલીસ વચ્ચે રીતસરનું ગંભીર ઘર્ષણ સર્જાયું હતું. જો કે, પોલીસે પોતાની પર બહુ સંયમ જાળવ્યો હતો. સારંગપુર બ્રીજ પર દલિત સમાજના તોફાની ટોળા દ્વારા પથ્થરમારો કરી જબરદસ્ત આંતક મચાવ્યો હતો. સારંગપુર ખાતે સૌથી વધુ વિરોધ અને ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યા હતા, જેમાં આવેશમાં આવી જઇ કલોલના વતની એવા મુકેશ નામના એક દલિત યુવકે પોતાના હાથની નસ કાપી લોહિયાળ વિરોધ વ્યકત કર્યો હતો. સરસપુર વિસ્તારમાં પણ દલિત સમાજના ટોળાએ ટાયરોને આગ ચાંપી રસ્તાઓ પર ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. આ સિવાય શહેરના ગોમતીપુર, અસારવા, દાણીલીમડા, રખિયાલ, ચાંદખેડા, વાડજ, દૂધેશ્વર, આંબાવાડી, સીજી રોડ, સીટીએમ, જશોદાનગર, કાંકરિયા અનુપમ ટાયરો સળગાવી આગચંપી કરી હતી. તો બળજબરીપૂર્વક અને તોડફોડ કરી દુકાનો અને ધંધા રોજગારના સ્થળો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઇ સમગ્ર શહેરમાં વાતાવરણ ડહોળાઇ ગયું હતું. એક તબક્કે લોકો દહેશતના ઓથાર હેઠળ આવી ગયા હતા. દલિત સમાજના લોકો દ્વારા વિવિધ વિસ્તારોમાં બળજબરીપૂર્વક અને તોડફોડ કરી દુકાનો અને ધંધા-રોજગારના સ્થળો બંધ કરાવવાના પ્રયાસમાં સ્થાનિક લોકો સાથે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. દલિત પ્રદર્શનકારીઓ આજે સવારે સારંગપુર ન્યુ કલોથ માર્કેટમાં દરવાજા ઉપર ચઢીને અંદર ઘૂસી ગયા હતા અને સમગ્ર માર્કેટને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. સેંકડો દલિતોના ટોળા અને તેમનો આક્રોશ જોઇ સ્થાનિક વેપારીઓ અને મહાજનો ગભરાઇ ગયા હતા. તો, બપોર બાદ સેંકડો દલિતોનું ટોળુ ગિરધરનગર રેલ્વે ટ્રેક પર પહોંચી ગયુ હતુ અને ત્યાં અચાનક જ એક ટ્રેન રોકી પ્રદર્શનકારીઓ ટ્રેન પર ચઢી ગયા હતા. કેટલાક વિસ્તારોમાં દલિતો રસ્તા પર સૂઇ ગયા હતા, તો કયાંય રસ્તા વચ્ચે જ ધરણાં પર બેસી ગયા હતા તો, કયાંક તીર-કામઠા સાથે પ્રદર્શનો અને રેલી કાઢયા હતા. અમદાવાદ સહિત રાજયના વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં દલિતોનો આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને ત્યાં પણ દલિત આગ જોવા મળી હતી. આ શહેરોમાં પણ ઠેર-ઠેર દુકાનો-બજારો બંધ કરાવવા સેંકડો દલિતો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, તો કયાંક સીટી બસ અને એસટી બસમાં તોડફોડ, ટાયરો સળગાવી આગચંપી અને હાઇવે પર ટ્રાફિક ચક્કાજામની ઘટનાઓ જાણે સામાન્ય બની રહી હતી. જેને પગલે રાજયભરમાં દલિત આક્રોશની જવાળાએ પ્રજાજનોને જાણે દઝાડયા હતા.સિનેમા રોડ, વિરાટનગર, ઓઢવ સહિતના વિસ્તારોમાં પણ દલિત સમાજના ટોળાઓએ રસ્તાઓ પર ઉતરી આવી એએમટીએસ, બીઆરટીએસબસોને તોડફોડ અન