the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બજારમાં ફરી રિકવરી : સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો

નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં સુધાર રહેતા બધા કારોબારી આશાવાદી દેખાયા : ઓટોના શેરમાં પણ જોવા મળેલી તીવ્ર તેજી

 

 

મુંબઈ, તા.૨
શેરબજારમાં આજે નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૮૭ પોઈન્ટ ઉછળીને ૩૨૯૬૮ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફટી ૯૮ પોઈન્ટ સુધરીને ૧૦૧૧૧ ઉંચી સપાટીએ રહ્યો હતો. આજે તાતા મોટર્સના સેડમાં તેજી રહી હતી. માર્ચ મહિના માટેના વેચાણના આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા. એશિયન શેરબજારમાં પણ નવા ત્રિમાસિક ગાણાની શરૂઆત તેજી સાથે થઈ હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્શનમાં ૨.૨૭ ટકાના ઉછાળો રહ્યો હતો. તાતા મોટર્સના શેરમા ૪.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. માર્ચના સ્થાનિક વાહન વેચાણના આંકડામાં ૩૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો. મારૂતિ સુઝુકીના શેરમાં ૧.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. માર્ચ મહિનામાં તેના વાહન વેચાણમાં ૧૪.૯ ટકાનો વધારો થયો હતો. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના છેલ્લા દિવસે શેરબજારમાં નકારાત્મક માહોલ રહ્યો હતો. આ સપ્તાહ દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૩૭૨ પોઇન્ટનો અથવા તો ૧.૧૪ ટકા સુધીનો સુધારો થયો હતો ત્યારે એનએસઈ નિફ્ટીમાં ૧૧૫ પોઇન્ટનો ઉછાળો અથવા તો ૧.૧૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. નવા કરોબારી સત્રમાં નાણાંકીય નીતિ સમીક્ષા, માઇક્રો ડેટા, વૈશ્વિક પરિબળોની સીધી અસર થઇ શકે છે. મોતીલાલ ઓસ્વાલ સંસ્થાના અધિકારીનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે. એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. બેંકિંગ સિસ્ટમ માટે પણ આ ગાળો ખુબ મહત્વપૂર્ણ છે. મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ)માં ઘટાડો થતાં આ આંકડો જાન્યુઆરી મહિનામાં ૫૨.૪ ટકાની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ૯૨.૧ ટકા રહ્યો હતો. આ ઉપરાંત વેચવાલીની અસર હાલમાં રહી શકે છે. આ સપ્તાહમાં ઓટોના શેરમાં તમામની નજર કેન્દ્રિત રહેશે. માસિક વેચાણના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. વાહનોના વેચાણના આંકડા જારી કરવામાં આવ્યા બાદ બજાર ઉપર તેની અસર જોવા મળી શકે છે. મારુતિ સુઝુકી, હુન્ડાઈ, તાતાના નવા મોડલો પણ લોંચ કરવામાં આવ્યા બાદ તેની અસર પણ રહેશે. માર્કેટની દિશા નક્કી કરવામાં કેટલાક શેર ભૂમિકા ભજવી શકે છે. ઇન્ડિયન ઓઇલ આગામી પાંચ વર્ષમાં ૧.૪૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ૨૦૩૦ સુધી કંપની પ્રતિરોજ ૩.૨ મિલિયન બેરલની વાર્ષિક ક્ષમતા ઉભી કરવા ઇચ્છુક છે. કંપની દ્વારા જુદા જુદા પાસા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોની અસર પણ જોવા મળશે. ક્રૂડની કિંમત હાલમાં ૬૪.૫૭ બેરલ સુધી પહોંચી ગઇ છે. એફપીઆઈ અને ડીઆઈઆઈ દ્વારા કરવામાં આવનાર મૂડીરોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળોની અસર પણ નવા સપ્તાહમાં રહેશે. હાલમાં પીએનબી કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ બેંકિંગ શેરોમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. શેરબજારમાં અન્ય એક જે મહત્વપૂર્ણ પરિબળની અસર રહેનાર છે તેમાં આરબીઆઈની એનપીસીની બેઠક પણ છે. આના આંકડા પાંચમી એપ્રિલના દિવસે જારી કરવામાં આવનાર છે. છેલ્લી મિટિંગમાં આરબીઆઈએ તમામ રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આરબીઆઈની છ સભ્યોની નાણાંકીય પોલિસી મિટિંગ (એમપીસી) ચોથી અને પાંચમી એપ્રિલના દિવસે મળનાર છે જેમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવશે કે કેમ તેને લઇને નિર્ણય લેવામાં આવનાર છે. પોલિસી સમીક્ષાની મિટિંગ વર્ષ ૨૦૧૮-૧૯ માટે તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા રહેશે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ફેરફાર કરવાના સંદર્ભમાં કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા આ સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખવામાં આવશે. સ્થાનિક ફુગાવાને ધ્યાનમાં લઇને આરબીઆઈ વ્યાજદરોને યથાવત રાખી શકે છે. બજેટ બાદ આ પ્રથમ નાણાંકીય નીતિ સમીક્ષા રહેનાર છે. આ વખતે બજેટમાં ફિસ્કલ કન્સોલીડેશન રોડમેપથી અલગ થઇ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આ બેઠક મળનાર છે જેમાં ચોથીએ બેઠક શરૂ થયા બાદ પાંચમી એપ્રિલના દિવસે નિર્ણય લેવામાં આવનાર છે. શેરબજારમાં આજે તેજી રહેતા નવી આશા જાગી છે.