બે ખૂન, બે શંકાસ્પદ, બે વાર્તા, એક સત્ય!

ઝી સિનેમા રજૂ કરે છે, વર્લ્ડ ટીવી પ્રિમિયર, સોનાક્ષી સિન્હા અને સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનિત ઇત્તેફાક, શનિવાર 29મી એપ્રિલ, 2018 બપોરે 12 વાગ્યે

 એક સીબીઆઇને બે ખૂનના કેસ માટે નિમણૂંક કરવામાં આવી છે, જેમાં બે સાક્ષી છે, અને તેઓ જ આ કેસના મુખ્ય શંકાસ્પદ લોકો છે. ઓફિસરની સામે બંનેની આવૃતિને રજૂ કરવામાં આવી છે, જેમાં ખૂનીને શોધવાનું કામ કરવાનું છે. ત્યારથી જ ઉંદર-બિલાડીની દોડપકડ ચાલુ થઈ જાય છે, તે વાસ્તવિક ગુનેગારને પકડીને ખરેખર ઇત્તેફાકનું જડ બનાવે છે. ઝી સિનેમા, હોમ ઓફ બ્લોકબસ્ટર્સ રજૂ કરે છે, વર્લ્ડ ટીવી પ્રિમિયર આ રહસ્યમય થ્રિલરનું, રવિવાર, 29મી એપ્રિલ, 2018ના રોજ બપોરે 12 વાગ્યે. રેડ ચિલીસ એન્ટરટેઇનમેન્ટ અને ધર્મા પ્રોડક્શન્સ, ઇત્તેફાકનું ડિરેક્શન અભય ચોરા દ્વારા કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનાક્ષી સિન્હા અને અક્ષય ખન્ના અહીં મુખ્ય પાત્રમાં છે, આ ઉપરાંત મૂવીમાં મંદિરા બેદી અને સમીર શર્મા પણ મુખ્ય પાત્રમાં છે.

રાશોમ સ્ટાઈલની વાર્તાની શૈલીને પગલે, ઇત્તેફાક એક ઝડપી, તિક્ષ્ણ કટિંગ, ચિંતા, ખાસ શૈલી કે જે પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખે છે અને આકર્ષક ટ્વિસ્ટ અને વણાંક ધરાવે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનાક્ષી સિંહા અને અક્ષય ખન્નાના અત્યંત તિક્ષણ પર્ફોર્મન્સની સાથે ઇત્તેફાકની વાર્તા વિનોદી છંટકાવ ધરાવતી એક રસપ્રદ કથા છે. આ મૂવીને ઘણા એવોર્ડમાં નોમીનેશન મળ્યું છે, જેમાં બેસ્ટ સપોર્ટીંગ એક્ટર મેલ, બેસ્ટ નેગેટિવ રોલ, બેસ્ટ ડેબ્યુટન્ટ ડિરેક્ટર, બેસ્ટ એડિટીંગનો સમાવેશ થાય છે. ઇત્તેફાકમાં સુંદર બપ્પી લહિરીનું સમગ્ર સમયનું પ્રસિદ્ધ ગીત રાત બાકી પણ છે, જેને નિકિતા ગાંધી અને જુબિન નૌતિયાલ દ્વારા ગાવામાં આવ્યું છે અને યુવાઓમાં જાણીતું બન્યું છે.

વિક્રમ શેઠી (સિદ્ધાર્થ મલ્હોત્રા) એ એક જાણીતા બ્રિટીશ લેખક છે, જે મુંબઇમાં તેની બીજી પુસ્તકની રજૂઆત માટે આવ્યા છે. તેની પત્નિના ખૂનના આરોપ માટે તેની પાસેના પોલિસને બદલે વિક્રમ માયા (સોનાક્ષી સિંહા) પાસે જાય છે અને વરસાદી મુંબઇની રાત્રી દરમિયાન તેના ઘરમાં આશ્રય મેળવે છે. માયા થોડા સમયમાં જાણે છે કે, વિક્રમ કોઈના દોર્યાથી આગળ વધ્યા છે, તે પોલિસને ચેતવે છે, જે વિક્રમને પકડી રાખે છે અને તેના પતિ શેખરના મૃતદેહને ઘરમાંથી શોધી કાઢે છે. માયાએ ડબલ મર્ડરનો આરોપ વિક્રમ પર મૂક્યો હતો પરંતુ વિક્રમ પોતાની જાતને નિર્દોષ બતાવે છે. કેસ માટે અધિકારી દેવ (અક્ષય ખન્ના)ની નિમણૂંક કરવામાં આવી છે, જે ત્રણ જ દિવસમાં આ રહસ્યને સૂલજાવાનું છે કે, શું વિક્રમ એ માયાની છેતરપિંડીનો શિકાર છે કે, જેને સૌંદર્યમાં લપેટ્યો છે, કે પછી માયા જે દાવો કરે છે તેના માટે તે ખરેખર દુઃખી છે?

શું આ બંને ખૂન જોડાયેલા છે? વિક્રમની કે માયાની કોની વાર્તા સાચી છે કે પછી કંઇક ત્રીજી જ વાત છે?