બોમ્બે સુપર હાઇબ્રિડ એનએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા (અન્ય)

બોમ્બે સુપર હાઇબ્રિડ એનએસઈ એસએમઈ આઈપીઓ સમીક્ષા (અન્ય)

બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્‌સ લિ. (બીએસએચએસ) ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકને ૨૭ પાક અને ૧૧૧ જાતોને આવરી લેતી પ્રીમિયમ ગુણવત્તાવાળું કૃષિ બીજના ડીલીંગસાથે સંકળાયેલે છે. તેમની પાસે ૩૫૦ ડીલરોનું નેટવર્ક છે અને બીજ પ્રોસેસિંગ યુનિટ અને બીજ પરીક્ષણ પ્રયોગશાળા પણ ધરાવે છે.
લોનની પુનઃ ચુકવણી, અને કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૧૭૩૨૦૦૦ ઈકવીટી શેર, બુક બિલ્ડીંગ રૂટ દ્વારા શેર દીઠ રૂ. ૬૦ ના મુકરર ભાવથી ઓફર કરીને રૂ. ૧૦.૩૯ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૨.૪.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૭.૦૪.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૨૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર મોનાર્ક નેટવર્થ કેપિટલ લી. છે જયારે રજીસ્ટ્રાર સ્કાયલાઈન ફાઈનાન્સિઅલ સર્વિસીસ પ્રા. લિ છે.આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૨૬.૪૧ ટકા હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, રૂ. ૧૭ ના ભાવે બીજા શેર આપેલ હતા. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૧૨.૭૨, અને રૂ. ૧૨.૯૭ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૪.૮૩ કરોડ છે તે વધીને રૂ. ૬.૫૬ કરોડ થશે.
દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ. ૩૦.૧૩ કરોડ / રૂ. ૦.૨૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૩૧.૩૩ કરોડ / રૂ. ૦.૦૪ કરોડ, (હ્લરૂ૧૫), રૂ. ૬૩.૧૩ કરોડ / રૂ. ૦.૨૭ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૧૦૯.૭૦ કરોડ / રૂ. ૦.૮૦ કરોડ(નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૯ માસમાં રૂ.૭૨.૯૧ કરોડના ટર્નઓવર પર રૂ. ૦.૮૭ કરોડ નફો દર્શાવેલ છે,આમ, નાણાકીય વર્ષ ૨૦૧૪ અને નાણાકીય વર્ષ ૨૦૧૫ માં તેમણે બોટમ લાઈનમાં વિશાળ સ્વિંગ સાથે સ્થિર ટર્નઓવર દર્શાવેલ છે. ત્યારબાદ, ટોપ અને બોટમ લાઈનોમાં સ્થિર વૃદ્ધિ દર્શાવે છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમને શેરદીઠ સરેરાશ આવક રૂ. ૧.૪૭ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૧.૫૪% દર્શાવેલ છે. તા. ૩૧.૧૨.૧૭ ના રોજ રૂ. ૧૫.૯૧ એન એ વી ના આધારે આ ઈસ્યુનો ભાવ ૩.૭૭ પી/બીવીથી આવે છે, જો આપણે તેમની છેલ્લી કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૩૪ ના પી / ઈ રેશિયોથી આવે છે, જે સામે આ ઉદ્યોગ સરેરાશ ૩૦ નો પી ઈ રેશિયો ધરાવે છે. ઓફર ડોકયુમેન્ટમાં જણાવ્યા તેમના હરિફ મુજબ મંગલમ સીડસ, કાવેરી સીડસ, મોનસેન્ટો, આર જે બાયો, કેમસન સીડસ, ઓમેગા એજી કે જેઓ તા. ૬.૪.૨૦૧૮ના રોજ અનુક્રમે લગભગ ૩૭, ૨૬, ૩૩, એનરે, ૧૪, પ૦૦ પીઈ રેશિયોથી વેચાઈ રહેલ છે. આ ઉદ્યોગની સરેરાશ વિષે વિચારતાં, આ ઈસ્યુ આક્રમક ભાવનો છે.
મર્ચંટ બેંક મોરચે, છેલ્લાં ૬ નાણાકીય વર્ષમાં આ તેમની ૬ઠ્ઠી કામગીરી છે. છેલ્લા પ લીસ્ટીંગમાં, લીસ્ટીંગના દિવસે એક ભાવોભાવ ખુલેલ, જયારે ચાર ૧.૪% થી ૪૫% પ્રિમિયમથી ખુલેલ હતા. વીસીયુ ડેટાના આઈપીઓ રૂ. ૩૬.૨૫ ની ઓફર ભાવથી ખુલેલ હતા, ઓફર ભાવ રૂ. ૨૫ હતો, જે હાલમાં શેર દીઠ હાલમાં રૂ. ૧૪ ના ભાવે વેચાઈ રહેલ છે. (૦૪.૦૪.૧૮ ના રોજ).
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
જો કે કપનીએ હાલના વૃષ માટે સારી ટોપ અને બોટલ લાઈન બતાવેલ છે, આક્રમક ભાવને ધ્યાનમાં લેતાં, જેના હાથ પર વધારાની રોકડ હોય તેઓ લાંબા ગાળા માટે રોકાણ કરવા વિચારી શકે.