બ્રહ્મસમાજ દ્વારા મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે તા. ૨૮-૨૯ એપ્રીલ-૨૦૧૮ બિઝનેસ સમિટ યોજાશે. બેરોજગારી ઘટાડવાની શરૂઆત દરેક સમાજે પોતેજ કરવી પડશે – યજ્ઞેશ દવે. 

શ્રી  સમસ્ત  ગુજરાત  બ્રહ્મસમાજ  રાજ્યકક્ષા  દ્વારા  કન્વીનર  શ્રી  યજ્ઞેશભાઈ  દવે  આગેવાની  હેઠળ  ભારતમાં    સૌ  પ્રથમ  વખત બ્રાહ્મણોની બિઝનેસ સમિટ અને જોબફેર આગામી તારીખ ૨૮-૨૯ એપ્રિલ-૨૦૧૮ના રોજ યોજાનાર છે. આ સમિટ વિશ્વ વિખ્યાત મહાત્મા  મંદિર,  ગાંધીનગર  યોજાશે  જેમાં  જેના  ઉદ્ધાટનમાં  કેન્દ્રીય  માજીમંત્રી  કલરાજ  મિશ્રા  ગુજરાત  રાજ્યના  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, માનનીય   અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત ગુજરાત રાજ્યના મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં જાણીતા ભાગવત કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા સહિત સંતો-મહંતો અને  આગેવાનો  પણ  ઉપસ્થિત  રહેશે.  એક  હજાર  ઉપરાંત  બ્રાહ્મણ  કંપનીઓના  સી.ઈ.ઓ.  ની  ઉપસ્થિતીમાં  યોજાનારા  આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતના તમામ બ્રાહ્મણ આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. અધિકારીઓ સહિત અનેક વિધ સરકારી અધિકારીઓની ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલા છે.  આ સમિટમાં બિઝનેસ સમિટની સાથે સાથે બ્રાહ્મણ જોબફેરનું પણ આયોજન કરવામાં આવેલુ છે. સમાજના કન્વીનર શ્રી યજ્ઞેશ દવેએ વધુમાં જણાવ્યુ હતુ કે બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ એક-બીજા સાથે પરિચિત થઈ શકે અને વ્યાપાર વિનીમય કરી શકે તે હેતુસર આ સમિટનો આયોજન કરવામાં આવ્યુ છે. વધુમાં બ્રાહ્મણ બેરોજગારોને સમાજમાં રોજગારીની તક મળે અને બ્રહ્મસમાજમાં બેરોજગારી નું  પ્રમાણ  ઘટે  તે  શરૂઆત  સમાજે  પોતેજ  કરવી  જોઈએ.  સમાજમાં  ઉદ્યોગપતિઓ  દ્વારા  અને  વેપારીઓ  દ્વારા  પોતાની પ્રોડક્ટોનું    પ્રદર્શન  તથા  વેચાણ  કરી  શકે  તે  માટે  એક્ઝીબિશન  કમ  સેલનું  આયોજન  આ  સ્થળે  રાખવામાં  આવેલુ  છે.  જેમાં સો   (૧૦૦) ઉપરાંત સ્ટોલ રાખવામાં આવે છે. જે રાહત દરે સમાજના ઉદ્યોગપતિ અને વેપારીઓને આપવામાં આવી રહ્યા છે. આવો આપણા સમાજને આપણે   જાતે જ સ્વાવલંબી બનાવીએ તે મુખ્ય ઘ્યેય સાથે બ્રાહ્મણોને સમાજમાં અગ્રેસર બનાવવાનો હેતુ લઈને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા દ્વારા આ સમિટ યોજેલ છે.  આ સમિટમાં બ્રહ્મસમાજ તેમજ અન્ય સમાજની વ્યક્તિને ફ્રિ એન્ટ્રી માટે પાસ   ડીસ્ટીબ્યુટ કરવાની સમગ્ર વ્યવસ્થા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે.