the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભાજપનો મોદી યુગ

ભાજપનો મોદી યુગ

’અંધારું દૂર થશે, સૂર્યનો ઉદય થશે, કમળ ખીલશે’ આજથી ૩૮ વર્ષ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે અધિવેશનને સંબોધિત કરતા અટલ બિહારી વાજપેયીના સંબોધનના આ અંતિમ શબ્દો હતા.કમળ તો ખીલી ગયું પણ તેને ખીલવનારા લોકોનું રાજકીય જીવન હવે સૂર્યાસ્ત તરફ ઢળી રહ્યું છે.શારીરિક રીતે અશક્ત અને ૨૦૦૫થી સક્રિય રાજનીતિથી દૂર રહેવા છતાં અટલ બિહારી વાજપેયી બન્ને પેઢી વચ્ચેના સેતુ છે. અશક્ત વાજપેયી જૂની પેઢીનું સૌથી સશક્ત વ્યક્તિત્વ છે.જનતા પાર્ટીથી છેડો ફાડીને ભાજપની રચના કરનારા વાજપેયીએ પાર્ટીની વિચારધારા બદલવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને રાજી કરી લીધો હતો.આથી નવા રચાયેલા ભાજપે ગાંધીવાદી સમાજવાદને પોતાની વિચારધારાના રૂપમાં સ્વાકાર કરી લીધો હતો.અટલ બિહારી વાજપેયીએ તત્કાલીન સર સંઘસંચાલક બાળાસાહેબ દેવરસ સમક્ષ એક વધુ માંગ રજૂ કરી હતી.તેમની માગણી હતી કે સંઘની જગ્યાએ ભારતીય શબ્દનો પ્રયોગ કરવામાં આવે.તેમની માગણી અંગે દેવરસે કહ્યું કે ભારતીય શબ્દ ઘણો સારો છે પણ હિંદુ બોલવામાં હીનતાનો બોધ કેમ છે.જનસંઘથી અલગ જનતા પાર્ટી બનેલી ભાજપે પ્રથમ વખત કાયિક(ઓર્ગેનિક) વિકાસની સાથે અજૈવિક(ઇન-ઓર્ગેનિક) વિકાસનો માર્ગ સ્વીકાર કર્યો.પરિણામ સ્વરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિ નહીં ધરાવતા એમસી ચાગલા, શાંતિ ભૂષણ, રામ જેઠમલાણી, સિકંદર બખ્ત, સુષ્મા સ્વરાજ અને જસવંત સિંહ જેવા ઘણા નેતાઓ પાર્ટીમાં સામેલ થયા પણ પાર્ટીને ચાર વર્ષમાં જ એવો ફટકો પડ્યો કે બધું બદલાઈ ગયું.તત્કાલીન વડાપ્રધાનની હત્યા થઈ ગઈ. ત્યારબાદ ડિસેમ્બર ૧૯૮૪માં લોકસભા ચૂંટણી યોજાઈ.આ વખતે સંઘ સમક્ષ એક દુવિધા હતી. દુવિધા એ હતી કે ભાજપને પંસદ કરવો કે હિંદુત્વને? પણ તેમણે હિંદુત્વને પસંદ કર્યું.ભાજપને બે બેઠકો મળી. ભાજપે લોકસભા ચૂંટણીના બે વર્ષ બાદ મધ્યમાર્ગ છોડીને ફરીથી દક્ષિણ માર્ગી બનવાનો માર્ગ અપનાવ્યો.૧૯૮૬માં પાર્ટીએ તેમના સૌથી લોકપ્રિય નેતા અટલ બિહારી વાજપેયીને અધ્યક્ષ પદેથી હટાવી દીધા.પાર્ટીએ એકાત્મ માનવતાવાદને ફરીથી અપનાવી લીધો. અને તેનું નેતૃત્વ લાલકૃષ્ણ અડવાણીએ લીધું. પણ લાલકૃષ્ણ અડવાણીએ જનનેતા નહોતા.હિમાચલના પાલમપુરમાં ૧૯૮૮માં અયોધ્યા આંદોલનમાં સામેલ થવાનો નિર્ણય અને પછી સોમનાથથી અયોધ્યા રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન મળેલી લોકપ્રિયતાએ તેમને પાર્ટી સંઘની નજરમાં અટલજી કરતા વધુ અગ્ર હરોળમાં મૂકી દીધા અને સાથે જ વાજપેયીના સહાયક રહેલા અડવાણી તેમના પ્રતિસ્પર્ધી બનવાનો સિલસિલો શરૂ થઈ ગયો.વાજપેયી પાર્ટીમાં અલગ થલગ પડી ગયા. વળી ૬ ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદીત માળખું ધ્વસ્ત કરાયા બાદ પાર્ટી અને સંઘ પરિવારને વાજપેયીની યાદ આવી.પણ આ બદલાવ અસ્થાયી રહ્યો. અડવાણી વડાપ્રધાન પદની સ્પર્ધામાં આવી ગયા.મને યાદ છે કે ૧૯૯૭માં એક અનૌપચારિક ઇન્ટર્વ્યૂમાં તેમણે અડવાણીનો ઉલ્લેખ કરતા મને કહ્યું હતું કે વડાપ્રધાન બનવા માટે વ્યૂહરચના ગોઠવવામાં આવી રહી છે.પણ કિસ્મતે અડવાણીને સાથ ન આપ્યો. તેમનું નામ જૈન હવાલા ડાયરીમાં આવી ગયું. તેમણે લોકસભા સાંસદપદેથી રાજીનામુ આપી દીધું અને કહ્યું કે તેમાંથી મુક્ત થઈને જ સંસદમાં આવશે.તેમને ખબર હતી કે વર્ષ ૧૯૯૬ની ચૂંટણી તેઓ નહીં લડી શકે. આથી નવેમ્બર-૧૯૯૫માં મુંબઈમાં યોજાયેલા અધિવેશનમાં તેમણે વાજપેયીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા.એ દિવસ અને આજનો દિવસ વડાપ્રધાન પદ અડવાણી માટે મૃગજળ સમાન જ સાબિત થયું.વડાપ્રધાનનું પદ તો તેમને ન મળ્યું પણ ૧૯૯૫માં પાકિસ્તાનના પ્રવાસ સમયે ઝીણાની મજાર પર જઈને તેમણે જે કંઈ કહ્યું હતું તેનાથી સંઘ પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓની નજરમાં તેઓ ઊતરી ગયા હતા.ત્યાર બાદ પાર્ટી તેમને નિભાવતી રહી. કેમકે બીજો કોઈ વિકલ્પ ન હતો.
અડવાણી આ વાસ્તવિકતાને સ્વીકાર ન કરી શક્યા.કેન્દ્રમાં નેતૃત્વના અભાવને નરેન્દ્ર મોદીએ જાણી લીધો. વર્ષ ૨૦૦૯માં તેમણે અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા દીધા.૨૦૧૨માં ગુજરાતમાં સદભાવના યાત્રા દ્વારા નરેન્દ્ર મોદીનું દિલ્હી અભિયાન શરૂ થઈ ગયું હતું.
અડવાણી તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તો શું પણ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા પણ તૈયાર નહોતા.જોકે, ભાજપના એક સમયના સૌથી મોટા રણનીતિકાર અડવાણી બદલાતા સમયની આહટ નહીં સમજી શક્યા.પાર્ટીમાં આંતરિક રીતે નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક મજબૂત વર્ગ તૈયાર થઈ ગયો હતો.આમ અડવાણી તેમના આખરી યુદ્ધમાં એક સમયે તેમના સારથી રહેલા નરેન્દ્ર મોદી સામે જ માત ખાઈ ગયા.નરેન્દ્ર મોદી વડાપ્રધાન અને અમિત શાહ પાર્ટીના અધ્યક્ષ બનતા જ ભાજપના ત્રણ ધરોહર અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી. મુરલી મનોહર જોષીના યુગનો અંત આવી ગયો.હવે આ ભાજપનો મોદી યુગ છે. પાર્ટીના નેતા જ નહીં સંગઠન, ચૂંટણી લડવાની રીત, સરકાર ચલાવવાનો અભિગમ, નિર્ણયો લેવાથી લઈને તેને ભારપૂર્વક લાગુ કરવાનું તાપ્તર્ય પાર્ટીની નવી ઓળખ બની ગઈ છે.હવે જો તમે મોદી વિરોધી છો, તો કહી શકો છો કે, અડવાણી અને મુરલી મનોહર જોષીને બળજબરીથી વાનપ્રસ્થી બનાવી દેવામાં આવ્યા છે.નહીં તો તમે પ્રકૃતિના એ સિદ્ધાંતને પણ માની શકો છો કે દરેક સારી વસ્તુનો ક્યારેક તો અંત આવે જ છે.સમયસર નિવૃત્ત થઈ ગયેલા અટલ બિહારી વાજપેયી પાર્ટી માટે આજે પણ નાયક છે.તેમની સરખામણી તમે ક્રિકેટના સુનીલ ગાવસ્કર સાથે કરી શકો છો.
અડવાણી અને જોષીને તમે કપિલ દેવ માની શકો છો જેમને નિવૃત્ત કરવા પડ્યા.વર્ષ ૨૦૧૪ બાદનો ભાજપ મોદી અને શાહનો ભાજપ છે. જેમાં નિર્ણયો પાર્ટી નહીં પણ નેતા લે છે અને પાર્ટી તેને લાગુ કરે છે.આ બાબતને તમે સત્તાનું કેન્દ્રીયકરણ પણ કહી શકો છો. પણ જ્યાં સુધી સફળતા મળી રહી છે ત્યાં સુધી કોઈની અવાજ ઉઠાવવાની હિંમત નથી.બધાને ખબર છે કે મત એક જ વ્યક્તિના નામે મળી રહ્યા છે. અને એ વ્યક્તિ નરેન્દ્ર મોદી છે.આ જોડી પુરોગામી નેતાઓની જેમ ધીમે ધીમે ચાલવામાં નહીં પણ દોડવામાં માને છે.ભાજપે ચાર વર્ષોમાં છ રાજ્યથી એકવીસ રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ગઠબંધન અથવા પૂર્ણ બહુમત સાથે સત્તા મેળવી છે.આજે ભાજપ એટલી ઊંચાઈએ છે કે તેના સંસ્થાપકોએ તેનું સ્વપ્ન પણ નહીં જોયું હોય.વળી શિખર પર પહોંચવું જેટલું કઠિન હોય છે એટલું જ મુશ્કેલ ત્યાં ટકી રહેવું હોય છે.વર્ષ ૨૦૧૯માં આ જ શિખર પર ટકી રહેવાનો પડકાર છે.બિહારમાં જેડીયુ સાથે મળીને સરકાર બનાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપને તેના સ્વર્ણિમ યુગમાં પહોંચાડી દીધુ છે અને પાર્ટી ૨૦૧૯ની સામાન્ય ચુંટણી પણ જીતશે તેમજ ભારતના અન્ય રાજ્યોમાં પણ પાર્ટી ઝડપથી પોતાનો દબદબો બનાવી લેશે તેવો દાવો અમેરિકન થિંક ટેંકના એક ભારતીય મૂળના સભ્યએ કર્યો છે.કોનેગી એડોમેટ ફોર ઈન્ટરનેશનલ પીસ નામની થિંક ટેંકમાં સાઉથ એશિયા પ્રોગ્રામના સિનીયર સ્કોલર મિલન વૈષ્ણવે લખેલ આર્ટીકલમાં જણાવ્યુ છે કે ભારતમાં જાવા મળી રહેલ નવા રાજકીય સંકેતો સ્પષ્ટ એ તરફ ઈશારો કરી રહ્યા છે કે કોંગ્રેસની નહેરુ ગાંધી વંશ પરંપરા બાદ હવે ભાજપ દેશની રાજનીતિનું કેન્દ્ર બની રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે ભાજપ ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પણ સરળતાથી જીતી લેશે. તેમજ ઝડપથી અન્ય રાજ્યોમાં પણ પોતાનો પ્રભાવ પાથરશે. લેખમાં જણાવાયુ છે કે ભારતમાં ભાજપની તાકાત વધવાથી રાજકીય સ્થિરતા આવી છે. પરંતુ સાથે-સાથે ભારતીય લોકતંત્ર પર ખતરો વધ્યો છે. મિલન વૈષ્ણવના જણાવ્યા મુજબ પોતાની બિઝનેસ ફ્રેન્ડ્‌લી પોલીસી રાષ્ટ્રવાદી નિવેદનો થકી યુવાનોની પ્રથમ પસંદ બનેલ મોદી હવે ભાજપને ઐતિહાસિક ચુંટણી જીતાડવાના મુકામ સુધી લઈ આવ્યા છે. તેમના નેતૃત્વમાં ભારતમાં ત્રણ દાયકા બાદ કોઈ પાર્ટીને સામાન્ય ચુંટણીમાં બહુમતિ મળી છે.જેને ભાજપનો સ્વર્ણિમ યુગ કહી શકાય. વૈષ્ણવે જણાવ્યુ હતું કે ભાજપ જે રીતે આગળ વધી રહી છે તે જાતા પાર્ટી માટે લાંબા સમય સુધી સત્તામાં રહેવાના દરવાજા ખુલી ગયા છે. બિહારમાં સત્તામાં આવવાથી હવે ભાજપને રાજ્યસભામાં પણ બહુમતિ મળી શકે છે.