ભારતની સૌથી ચહેતી સુપરસ્ટાર, આલિયા ભટ્ટ રાઇઝિંગ સ્ટાર 2 ના સેમી–ફિનાલેને શોભાયમાન કરશે

કલર્સના લાઇવ સિંગિંગ રિઆલિટી શો રાઇઝિંગ સ્ટાર 2′એ દેશભરમાંથી ચાહના મેળવેલ છે અને દર્શકો શનિવારે તેનો સેમીફિનાલે જોવા પામશે. શોને ભારતની સૌથી ચહેતી સુપરસ્ટાર આલિયા ભટ્ટ શોભાયમાન કરશે, કેમ કે તેણી પોતાની ભારતીય પીરિયડ થ્રિલર રાઝીના પ્રમોશન માટે આવી રહેલ છે. અવાક કરી દેનાર પોતાના પરફોર્મન્સિસ વડે પ્રતિસ્પર્ધીઓ હેમંત બ્રિજવાસી, રોહનપ્રીત સિંઘ, અખ્તર બ્રધર્સ, વિશ્ણુમાયા, ચેતન બ્રિજવાસી અને ઝૈદ અલી પોતાના તમામ પડકારોમાંથી બહાર નીકળી અને સેમીફિનાલે સુધી પહોંચેલ છે.  સેમીફિનાલે એપિસોડ તમામ પ્રતિસ્પર્ધીઓને ઓપ્ટીમિસ્ટિકસ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત, કલર્સના ઇન્ટરેકિટવ સિંગિંગ રિઆલિટી શો, રાઇઝિંગ સ્ટાર 2ની નામવંતી સીઝન જીતવા ભારે મહેનત કરતાં જોવા મળશે. લાઇવ વોટિંગ મારફત, પ્રતિસ્પર્ધીઓના ભાગ્ય દર્શકોના હાથમાં હશે, જેઓ પોતાના મનપસંદ પ્રતિસ્પર્ધીને નકકી કરશે અને પછી તે અનુસાર તેમના માટે વોટ કરશે.

જયારે આલિયા ભટ્ટને શો પર મુલાકાત બાબતે પૂછવામાં આવ્યું, તો તેણીએ  કહ્યુંરાઇઝિંગ સ્ટાર 2 પર હોવા બાબતે હું ખૂબ જ ઉત્તેજીત છું,શોનું લાઇવ ફોર્મેટ અનોખું અને ખૂબ જ રસપ્રદ છે. હું મારી આવી રહેલ ઇન્ડિયન પીરિયડ થ્રિલર મૂવી રાઝીને એક એવા સ્ટેજ પર પ્રમોટ કરવા બાબતે ખુશ જેણે આટલા અદ્દભુત પ્રતિસ્પર્ધીઓને આટલું સરસ પ્લેટફોર્મ આપ્યું છે. હું સરસ સમય વીતાવવાની રાહ જોઇ રહેલ છું અને  હું એ તમામને ફિનાલે માટેની શુભેચ્છાઓ પાઠવું છું.” 

ચેનલના નિકટના સૂત્રોએ જણાવ્યું, અમે આલિયાને શંકર મહાદેવન સાથે જોડી જમાવતા જોઇશું અને તમામ પ્રતિસ્પર્ધીઓ આ સરસ અભિનેત્રીને  પ્રભાવિત કરતા દેખાશે.

#UthaoSochKiDeewar, ની થીમ સાથે, શો દર્શકોને એક એવી સંગીતમય મુસાફરી પર લઇ જાય છે જે ઘણાંને સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સંઘર્ષ કરતાં અને પૂર્વગ્રહોને છિન્ન ભિન્ન કરતાં દર્શાવનાર કહાણીઓ મારફત લઇ જાય છે. પ્રતિસ્પર્ધીઓ +130 મિલિયન દર્શકો તથા શો પરના ત્રણ નિષ્ણાંતો મોનાલી ઠાકુર, શંકર મહાદેવન અને દિલજીત દોસાંઝના હૈયાં જીતી લઇ ગયાં છે. દર વીકઅન્ડ પર શો વરુણ ધવન, રેખા, સોનાક્ષી સિન્હા, સુખવિન્દર સિંઘ, કવિતા કૃષ્ણમૂર્તિ, કુમાર સાનુ અને અલ્કા યાજ્ઞિક જેવી લોકપ્રિય હસ્તીઓ દ્વારા શોભાયમાન થયેલ છે જેઓ રાઇઝિંગ સ્ટાર2ના પ્રતિસ્પર્ધીઓના સુમધુર અવાજો વડે વિસ્મિત થયાં છે.

પ્રતિસ્પર્ધીઓ માટે આલિયા ભટ્ટને ચિચિયારીઓ પાડતી જોવા, રાઇઝિંગ સ્ટાર2
સાથે જોડાવ દર શનિવાર અને રવિવાર રાત્રે  9.00 કલાકે ફક્ત કલર્સ પર!