ભારતમાં ત્રણ નવા નોકિયા સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યા

• એન્ડ્રોય્ડ વન પ્રોગ્રામની સાથે શુદ્ધ, સુરક્ષિત અને અપ-ટૂ-ડેટ એન્ડ્રોય્ડ અનુભવ આપતો સ્માર્ટફોન પોર્ટફોલિયો

એપ્રિલ ૨૦૧૮ : હોમ આફ નોકિયા ફોન્સ, એચએમડી ગ્લોબલે આજે ભારતમાં નોકિયા ૮ સિરોકો, નોકિયા ૭ પ્લસ અને નવો નોકિયા ૬ ઉપલબ્ધ હોવાની ઘોષણા કરી. આ એવોર્ડ વિનિંગ નવા એન્ડ્રોય્ડ વન નોકિયા સ્માર્ટફોન આ વર્ષે ફેબ્રુઆરીમાં મોબાઇલ વર્લ્ડ કૉંગ્રેસમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણ નવા નોકિયા સ્માર્ટફોન લૉન્ચ કરવા ઉપરાંત એચએમડી ગ્લોબલે નોકિયા ફોન્સ શાપના લૉન્ચની પણ ઘોષણા કરી.

એચએમડી ગ્લોબલના વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડિયા અજય મહેતાએ કહ્યું, “૨૦૧૭નું વર્ષ અમારા માટે મહત્વપૂર્ણ રહ્યું દેશમાં અમે બિઝનેસ આપરેશન્સ સ્થાપિત કર્યા અને ડિવાઇસેઝનો પોર્ટફોલિયો લૉન્ચ કર્યો, જેને ગ્રાહકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો. આજે અમે ત્રણ નવા નોકિયા એન્ડ્રોય્ડ સ્માર્ટફોન લૉન્ચ કરીને આગળ વધી રહ્યા છીએ. ૨૦૧૮માં અમે દેશમાં અમારી પહોંચ મજબૂત કરીશું. મને નોકિયા ડિવાઇસેઝ અને એસેસરીઝ વેચવા માટે એક્સક્લુઝિવ ઓનલાઇન નોકિયા ફોન્સ શાપ લૉન્ચ કરવાની ખુશી છે. અમે આફલાઇન તથા આનલાઇન ચેનલોમાં અમારી પહોંચનો વિસ્તાર કરવા માટે ભારતમાં અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારીશું.”

એચએમડી ગ્લોબલના ગ્લોબલ પોર્ટફોલિયો સ્ટ્રેટેજી અને પ્લાનિંગના ડાયરેક્ટર શ્રી પ્રણવ શ્રાફે કહ્યું, “નોકિયા ફોનના નવા ઘરમાં અમારી યાત્રાને આગળ વધારતા અમારો હેતુ અમારા સ્માર્ટફોન પોર્ટફોલિયોનો વિસ્તાર કરીને શાનદાર હાર્ડવેર ક્વૉલિટી અને લેટેસ્ટ એન્ડ્રોય્ડ અનુભવની સાથે પ્રીમિયમ સ્માર્ટફોન અનુભવ પસંદ કરનારા ગ્રાહકોને સેવાઓ આપવાનો છે. અમને ખુશી છે કે અમે ભારતમાં નવા એવૉર્ડ-વિનિંગ સ્માર્ટફોન- નોકિયા ૮ સિરોકો, નોકિયા ૭ પ્લસ અને નવો નોકિયા ૬ લઇને આવ્યા છીએ. આમાંથી પ્રત્યેકની એક ખાસ વિશેષતા છે અને આ વિભિન્ન મૂલ્યોમાં વિભિન્ન કન્ઝ્‌યૂમર સેગમેન્ટને સેવાઓ આપે છે.”

નોકિયા ૮ સિરોકો : પ્રશંસકો માટે અલ્ટ્રા-કામ્પૈક્ટ પાવરહાઉસ
નોકિયા ૮ સિરોકો અલ્ટ્રા-કામ્પૈક્ટ પાવરહાઉસ અને અત્યાર સુધીનો સૌથી સુંદર સ્માર્ટફોન છે. આની સ્ટીલ ફ્રેમ ૬૦૦૦ સીરીઝ એલુમીનિયમની સરખામણીમાં ૨.૫ ગણી વધુ શક્તિશાળી છે, અને ૩ડી કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ ૫ ની સાથે જોડવામાં આવ્યો. આ પૂર્ણ સંતુલિત તથા હલકા વજનના છે. ડ્યુઅલ ડાયમંડ-પાલિશ્ડ સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમની શ્રેષ્ઠ ગ્રિપના કારણે આ તમારા હાથોમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત અનુભવાય છે.

જે આપ્ટિક્સની સાથે નોકિયા ૮ સિરોકોના ડ્યુઅલ રિયર સેન્સર તથા ઓછા પ્રકાશમાં પણ શાનદાર પર્ફોર્મન્સ માટે અલ્ટ્રા સેંસિટિવ, વાઇડ એંગલ પ્રાઇમરી કેમેરા તથા ૨ એક્સ આપ્ટિકલ ઝૂમની સાથે ૧૩ મેગાપિક્સલના સેકન્ડરી કેમેરાની સાથે તમે દરેક જીણવટતાને કેમેરામાં કૈદ કરી શકો છો. પ્રો કેમેરા મોડ દ્વારા તમારા ખેંચેલા દરેક ફોટો પર સંપૂર્ણ મેન્યુઅલ કન્ટ્રોલ મળે છે, જેનાથી તમે એક પ્રોફેશનલની જેમ ફોટો ખેંચી શકો છો.

નોકિયા ૮ સિરોકો બ્લેક રંગમાં ઉપલબ્ધ છે. ગ્રાહક આને ૨૦ એપ્રિલ, ૨૦૧૮ થી નોકિયા ફોન્સ શાપ, ફ્લિપકાર્ટડાટકામ અને પસંદીત રિટેલ આઉટલેટ્‌સ, જેમકે સંગીતા, પૂર્વિકા, બિગ સી, ક્રોમા અને રિલાયન્સ પર પ્રિ-બુક કરી શકો છો (આનશેલ્ફ તા. ૩૦ એપ્રિલ ૨૦૧૮). એરટેલના ગ્રાહકોને નોકિયા ૮ સિરોકો ખરીદવા પર ૧૨૦ જીબીનો વધારાનો ડેટા બેનેફિટ મળશે. પ્રિપેડ ગ્રાહકોને ૧૯૯ કે ૩૪૯ રૂ. ના પહેલા છ રિચાર્જ પર દરેક વખતે ૨૦ જીબી વધારાનો ડેટા મળશે, પોસ્ટપેડ ગ્રાહક ૩૯૯ રૂ. કે ૪૯૯ રૂ. ના પ્લાન પર છ મહીના માટે દરે મહિને ૨૦ જીબી વધારાનો ડેટા મેળવી શકે છે. એરટેલના ગ્રાહકોને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ સુધી એરટેલ ટીવી એપનું એક્સટેંડેડ નિશુલ્ક સબ્સક્રિપ્શન પણ મળશે અને આઇસીઆઇસીઆઇ બેન્ક ૩૧ મે ૨૦૧૮ સુધી ૫ ટકા કેસબોકની રજૂઆત કરશે.

નોકિયા ૮ સિરોકો રૂ. ૪૯,૯૯૯ ના સર્વશ્રેષ્ઠ મૂલ્યમાં ઉપલબ્ધ છે.

નોકિયા ૭ પ્લસ : દરેક માટે ધ્વજવાહક હીરો :
ક્રિએટર્સ માટે શ્રેષ્ઠ કન્ટેન્ટ આપવા માટે નિર્મિત નોકિયા ૭ પ્લસમાં એવી સ્ક્રીન, પાવર, ડિઝાઇન અને વિશેષતાઓ છે, જે આને સ્માર્ટફોન શ્રેણીમાં અસલી હીરો બનાવે છે. ઇનોવેટિવ આપ્ટકલ હાર્ડવેર અને એમેજિંગ એલગોરિદમની સાથે નોકિયા ૭ પ્લસ તમારી યાદોને જીવંત પિક્ચર્સમાં સામેલ કરી દે છે. ઉન્નત ડ્યુઅલ લાઇટ, જીસ આપ્ટિક્સની સાથે ડ્યુઅલ રિયર સેન્સર, ઓછા પ્રકાશ કે વધુ પ્રકાશમાં શાનદાર પર્ફોર્મન્સ માટે અલ્ટ્રા સેંસિટિવ ૧૨ મેગાપિક્સલ વાઇડ એંગલ પ્રાઇમરી કેમેરા અને ૨ એક્સ આપ્ટિકલ ઝૂમની સાથે ૧૩ મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો તમને શ્રેષ્ઠ પિક્ચર્સ આપે છે.

આ ઉપરાંત ગ્રાહકોને મેકમાઇટ્રિપ પર ઘરેલૂ હોટલ બૂક કરવા પર ૨૫ ટકાનું ઇંસ્ટૈંટ ડિસ્કાઉન્ટ પણ મળશે. નોકિયા ૭ પ્લસ ખરીદનારા ગ્રાહકોને કોટક ૮૧૧ સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવીને તે એક્ટિવેટ કરવા પર સર્વિફાઇ તરફથી ૧૨ મહીનાનો એક્સીડેન્ટલ ડેમેજ ઇન્સ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે. નોકિયા ૭ પ્લસ બજાજ ફિનસર્વ અને હોમ ક્રેડિટ દ્વારા અને ક્રેડિટ કાર્ડ પર ઝીરો કાસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકાય છે અને આઇસીઆઇસીઆઇ બેન્ક ૩૧ મે ૨૦૧૮ સુધી ૫ ટકા કેશબેકની રજૂઆત કરશે.

નોકિયા ૭ પ્લસ રૂ. ૨૫,૯૯૯ના સર્વશ્રેષ્ઠ મૂલ્યમાં ઉપલબ્ધ છે.

નવો નોકિયા ૬ : અમારો એવોર્ડ વિનિંગ ફોન થયો વધુ શ્રેષ્ઠ
નવા નોકિયા ૬ માં ૬૦૦૦ સીરીઝ એલુમીનિયમના સાલિડ બ્લાકથી બનેલી યૂનિબાડી અને ૧૧ કલાકની ટૂ-ટોન એનોડાઇજિંગ અને પાલિશિંગ પ્રક્રિયાની સાથે સામેલ કરીને ઓરિજિનલ સટીક ક્રાફ્ટ્‌સમૈનશિપને વધુ શ્રેષ્ઠ બનાવવામાં આવ્યો છે. સ્કલ્પટેડ ૨.૫ ડી ડિસ્પ્લેને ડેમેજ-રડિટૈંટ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસની સાથે ઉપયોગમાં લાવીને નવા નોકિયા ૬ ની કામ્પૈક્ટ અને રિફાઇંડ બાડીને વધુ ટકાઉ બનાવી દીધી છે. અમારા ઇન્જીનિયર્સે ક્વાલકોમ સ્નૈપડ્રૈગન ૬૩૦ મોબાઇલ પ્લેટફરોામને ઇંટીગ્રેડ કરીને દિવસભર ચાલનારી બેટરની સાથે તીવ્ર અને સ્મૂથ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કરી છે.

આ ઉપરાંત ગ્રાહકોને મેકમાઇટ્રિપ પર ઘરેલૂ હોટલ બૂક કરવા પર ૨૫ ટકાનું ઇંસ્ટૈંટ ડિસ્કાઉન્ટ પણ મળશે. નવો નોકિયા ૬ ખરીદનારા ગ્રાહકોને કોટક ૮૧૧ સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવીને તે એક્ટિવેટ કરવા પર સર્વિફાઇ તરફથી ૧૨ મહીનાનો એક્સીડેન્ટલ ડેમેજ ઇન્સ્યોરન્સ આપવામાં આવી રહ્યો છે. નોકિયા ૬ બજાજ ફિનસર્વ અને હોમ ક્રેડિટ દ્વારા અને ક્રેડિટ કાર્ડ પર ઝીરો કાસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકાય છે અને આઇસીઆઇસીઆઇ બેન્ક ૩૧ મે ૨૦૧૮ સુધી ૫ ટકા કેશબેકની રજૂઆત કરશે.

નવો નોકિયા ૬ રૂ. ૧૬,૯૯૯ના સર્વશ્રેષ્ઠ મૂલ્યમાં ઉપલબ્ધ છે.