ભારતમાં ૮માં થિયેટર ઓલિમ્પિક્સની સંબંધિત પ્રવૃત્તિઓ

અમદાવાદ, એપ્રિલ ૨૦૧૮ઃ ભારતમાં પ્રથમ વાર આયોજિત ઈન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ૫૧ દિવસો સુધી ચાલ્યું, જે અંતર્ગત દેશભરના ૧૭ શહેરોમાં ૪૩૩ નાટકોની પ્રસ્તુતિ થઈ તથા ૭૮ સંબંધિત કાર્યકલાપોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૩૪ લિવિંગ લેજેન્ડ, ૨૯ માસ્ટર ક્લાસ, ૭ ઈન્ટકફેસ અને ૬ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં ૧૫ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૧ ઈન્ટરનેશનલ, ૮ હિન્દી અને ૬ ક્ષેત્રીય પ્રોડક્શનનો સમાવેશ થાય છે. શહેરમાં બે લિવિંગ લિજેન્ડ સીરીઝનું આાયોજન થયું જેમાં શ્રી જનક દવે (થિયેટર પર્સનાલિટી) અને મિસ કુમુદિની લાખિયા ( કથક ડાન્સર અને કોરિયોગ્રાફર)એ ભાગ લીધો. ૨ માસ્ટર ક્લાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી ઉત્પલ ભયાની (નાટકકાર અને સમીક્ષક) અને મિસ ગોપી દેસાઈ (ફિલ્મ તથા ટેલિવિઝન એક્ટર અને ડાયરેક્ટર)એ ભાગ લીધો. આ સિવાય એક ઈન્ટરફેસ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા(ફિલ્મ તથા થિયેટર એક્ટર)એ ભાગ લીધો.
નવી દિલ્હીમાં ૧૬૬ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૫૧ ઈન્ટરનેશનલ, ૧૨ અંગ્રેજી, ૩૩ હિન્દી અને ૫૦ ક્ષેત્રીય પ્રોડક્શન સમાવિષ્ટ હતાં. મુંબઈમાં ૨૭ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૬ ઈન્ટરનેશનલ, ૧ અંગ્રેજી, ૧૩ હિન્દી અને ૭ ક્ષેત્રીય પ્રોડક્શનનો સમાવેશ થાય છે. ભોપાલમાં ૨૮ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૫ ઈન્ટરનેશનલ, ૧૩ હિન્દી અને ૧૦ ક્ષેત્રીય પ્રોડક્શનનો સમાવેશ થાય છે. બેંગ્લોરમાં ૨૫ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૪ ઈન્ટરનેશનલ, ૧ અંગ્રેજી, ૫ હિન્દી અને ૧૫ ક્ષેત્રીય પ્રોડક્શનનો સમાવેશ થાય છે. કોલકાતામાં ૨૧ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૬ ઈન્ટરનેશનલ, ૨ હિન્દી, ૧ અંગ્રેજી અને ૧૨ ક્ષેત્રીય પ્રોડક્શનનો સમાવેશ થાય છે. ચંદિગઢમાં ૧૫ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૧ ઈન્ટરનેશનલ, ૧ અંગ્રેજી, ૯ હિન્દી અને ૪ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે.જયપૂરમાં ૧૫ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૧ ઈન્ટરનેશનલ, ૧ અંગ્રેજી, ૭ હિન્દી અને ૭ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે. વારાણસીમાંં ૧૫ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૨ ઈન્ટરનેશનલ, ૧૩ હિન્દી પ્રોડક્શનનો સમાવેશ થાય છે. ભુવનેશ્વરમાં ૧૫ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૩ ઈન્ટરનેશનલ, ૨ અંગ્રેજી, ૪ હિન્દી અને ૬ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે. ગુવહાટીમાં ૧૫ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૨ ઈન્ટરનેશનલ, ૪ હિન્દી અને ૯ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે. પટનામાં ૧૫ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૪ ઈન્ટરનેશનલ, ૩ હિન્દી અને ૭ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે. જમ્મૂ ૧૧ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૨ ઈન્ટરનેશનલ, ૮ હિન્દી અને ૧ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે. અગરતલામાં ૧૦ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૪ ઈન્ટરનેશનલ, ૧ અંગ્રેજી અને ૫ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે.ઈમ્ફાલમાં ૯ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૧ ઈન્ટરનેશનલ, ૨ અંગ્રેજી, ૧ હિન્દી અને ૫ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે. તિરુવનંતપુરમમાં ૭ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૨ ઈન્ટરનેશનલ અને ૫ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે. ચેન્નાઈમાં ૧૦ નાટકોની પ્રસ્તુતિ થઈ, જેમાં ૧ ઈન્ટરનેશનલ, ૨ અંગ્રેજી, ૧ હિન્દી અને ૧ ક્ષેત્રીય પ્રેડક્શનનો સમાવેશ થાય છે.