ભારે સસ્પેન્સ વચ્ચે આસારામ કેસમાં આજે ચુકાદો જાહેર થશે

હિંસાની દહેશત વચ્ચે જોધપુરમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી
ભારે સસ્પેન્સ વચ્ચે આસારામ કેસમાં આજે ચુકાદો જાહેર થશે
ઉત્તરપ્રદેશની એક સગીરા યુવતી ઉપર બળાત્કાર કરવાનો આસારામ ઉપર આક્ષેપ છે : દિલ્હીથી લઇ રાજસ્થાન સુધી એલર્ટની જાહેરાત કરવામાં આવી

 દુષ્કર્મ મામલામાં ફસાયેલા આસારામબાપુના કેસનો કાલે ચુકાદો આવશે. તનાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જોધપુર જેલ સંકુલમાં જ ચૂકાદો સંભળાવવામાં આવશે. સમગ્ર જોધપુર પંથકમાં ચુસત સુરક્ષા ગોઠવી દેવાઇ છે. આસારામ દોષિત સાબિત થાય તો તેમને ૧૦ વર્ષ સુધીની જેલ સજા થઇ શકે છે.

જોધપુર,તા. ૨૪
સમગ્ર દેશને હચમચાવી મુકનાર આસારામ રેપ કેસમાં આવતીકાલે બુધવારના દિવસે ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. સગીરા પર દુષ્કર્મના મામલે રાજસ્થાનની જોધપુરની ખાસ અદાલત ચુકાદો જાહેર કરનાર છે. આને ધ્યાનમાં લઇને સમગ્ર શહેરમાં સુરક્ષા મજબુત કરી દેવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જોધપુરના પોલીસ અધિકારી અશોક રાઠોડે કહ્યુ છે કે ચુકાદાના દિવસે મોટી સંખ્યામાં સમર્થકો જોધપુરમાં પહોંચે તેવી શક્યતા દેખાઇ રહી છે. જેના કારણે જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. રાઠોડે કહ્યુ છે કે કોર્ટે જેલ સંકુળની અંદર ચુકાદો આપવાની અમારી વિનંતિ સ્વીકારી લીધી છે. આ ચુકાદા પર તમામ આસારામના સમર્થકોની સાથે સાથે દેશના કાયદાકીય નિષ્ણાંતોની પણ નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આસારામને કોઇ રાહત મળશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. જો કે આસારામના નજીકના લોકો હજુ પણ આશાવાદી બનેલી છે. બીજી બાજુ ચુકાદાના દિવસે મજબુત સુરક્ષા રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે સાતમી એપ્રિલના દિવસે તેમના કેસમાં સુનાવણી પૂર્ણ કરી લેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૮મી ઓગસ્ટના દિવસે રેપના આ મામલામાં કોર્ટ કાર્યવાહીમાં વિલંબને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણીમાં વિલંબ થવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, બિનજરૂરી વિલંબ થઈ રહ્યો છે. સાક્ષીઓ ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. હુમલાના કારણે બે સાક્ષીઓના મોત પણ થઈ ચુક્યા છે. તમામ લોકો જાણે છે કે જોધપુર પોલીસે ૩૧મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે આસારામની ધરપકડ કરી હતી. ત્યારબાદથી આસારામ જેલની હવા ખાઈ રહ્યા છે. હવે ૨૫મી એપ્રિલના દિવસે કોર્ટમાં ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. શાહજહાપુરની પિડિતાના મામલામાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. પિડિતાના પરિવારના સભ્યોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, આસારામના સમર્થકોે દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ધાકધમકી આપવામાં પણ આવી રહી છે. આ ઉપરાંત મામલામાં બે સાક્ષીઓની હત્યા પણ કરવામાં આવી ચુકી છે. પિડિતાના પરિવારને પોલીસ તરફથી સુરક્ષા પણ ઉપલબ્ધ કરવામાં આવી ચુકી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને ગુજરાતમાં નોંધાયેલા મામલામાં આસારામને જામીન આપવાનો ઈનકાર કર્યો હતો. સુરતમાં બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર બાનમાં પકડી રાખીને બળાત્કાર ગુજરવાનો આક્ષેપ કર્યો હતો. નારાયણ સાંઈ પણ હાલ જેલમાં છે. આસારામ અને નારાયણ સાંઈ બંન્ને પર સંકજો મજબુત કરવામાં આવ્યો છે. અગામી દિવસોમાં ચુકાદો આવનાર છે ત્યારે તમામની નજર ચુકાદા પર કેન્દ્રીય થઈ ગઈ છે. ખાસ કરીને આસારામના સમર્થકો ચુકાદાને લઈને ઉત્સુક દેખાઈ રહ્યા છે. જોકે આસારામને જામીન મળશે કેમ તેને લઈને ભારત સસ્પેન્સ છે.જોધપુર સેંટ્રલ જેલમાં છેલ્લા પાંચ વર્ષથી હવા ખાઈ રહેલા રેપના આરોપી આસારામના મામલામાં સુનાવણી સાતમી એપ્રિલના દિવસે પૂર્ણ કરવામાં આવી ચુકી છે. એસસી-એસટી કોર્ટ ૨૫મી એપ્રિના દિવસે આ હાઇ પ્રોફાઇલ કેસમાં ચુકાદો આપનાર છે. જેને લઇને ભારે ઇન્તજાર છે. આસારામ સાથે સંબંધિત આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં રહેતી પિડિતા સાથે સંબંધિત છે.
વર્ષ ૨૦૧૩માં શાહજહાપુરની ૧૬ વર્ષીય યુવતીએ આસારામ પર તેમના જોધપુર આશ્રમમાં બળાત્કાર ગુજારવાનો આક્ષેપ કર્યો હતો. દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યા બાદ જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ચુકાદાને લઇને દિલ્હીથી રાજસ્થાન સુધી એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કોઇપણ હિંસાના બનાવ ન બને તે માટે પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ દિલ્હી અને એનસીઆરમાં આસારામના સમર્થકો મોટી સંખ્યામાં જમા થઇ રહ્યા છે અને તેમના દ્વારા કિર્તન અને પૂજા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં પણ આસારામ સામે રેપનો કેસ
આસારામ નિર્દોષ છુટશે તો પણ જેલથી મુક્તિ નહીં મળે
સુરતની બે બહેનોએ બળાત્કારની ફરિયાદ દાખલ કરી

જોધપુર,તા.૨૪
સગીરા પર બળાત્કારના મામલામાં આવતીકાલે જોધપુરની કોર્ટ આસારામના મામલે ચુકાદો જાહેર કરનાર છે. જાણકાર નિષ્ણાતો અને કાયદા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, જો આસારામ આ મામલામાં કોર્ટમાંથી છુટી જશે તો પણ જેલમાંથી બહાર આવી શકશે નહીં. કારણ કે, તેમની સામે ગુજરાતમાં પણ એક બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે. જોધપુરના પોલીસ અધિકારી અશોક રાઠોડે કહ્યું છે કે, ચુકાદાના દિવસે સાવચેતી રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં આસારામ સામે બળાત્કારનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજસ્થાન અને ગુજરાતના મામલાઓમાં આસારામને જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સુરતની બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ સામે અલગ અલગ ફરિયાદો દાખલ કરીને બળાત્કાર અને બાનમાં પકડીને રાખવાનો આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાલમાં જ કાર્યવાહીમાં વિલંબને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની સગીરા દ્વારા કથિતરીતે આસારામ પર જોધપુરની બહારના વિસ્તારમાં પોતાના આશ્રમમાં બળાત્કારનો આક્ષેપ કર્યો હતો તે વખતે ભોગ બનેલી સગીરા આશ્રમમાં રહેતી હતી અને તે ૧૬ વર્ષની હતી. દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કેસને જોધપુર ખસેડી લેવામાં આવ્યો હતો. તેમના ઉપર પોક્સો અને એસસી અને એસટી એક્ટની કાનૂની જોગવાઈ લાગૂ કરવામાં આવી હતી. ભારે હોબાળો થયા બાદ આસારામની જોધપુર નજીક ૩૧મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે ધરપકડ કરી હતી. ત્યારબાદથી જેલમાં છે.