the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ભ્રષ્ટાચાર મુદ્દે સીએમ રૂપાણી લાલઘૂમ, તમામ કલેકટર્સ-ડીડીઓને આપી ચીમકી

ભ્રષ્ટાચાર મુદ્દે સીએમ રૂપાણી લાલઘૂમ, તમામ કલેકટર્સ-ડીડીઓને આપી ચીમકી
ડીડીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે, બોનાફાઈડ ઈન્ટેન્શન(પ્રમાણિક ઈરાદો) ચાલશે પણ મેલાફાઈડ નહીં ચાલ

ગાંધીનગર
હાલ રાજ્ય સરકાર બેફામ વધી રહેલા ભ્રષ્ટાચાર અને પાણીની ગંભીર કટોકટીને લઈને ઘેરાઈ છે. આ બન્ને મુદ્દે લોકોમાં વધી રહેલા રોષને પગલે સરકાર રહી રહીને જાગી છે. આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર મુદ્દે લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે ડીડીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે, બોનાફાઈડ ઈન્ટેન્શન(પ્રમાણિક ઈરાદો) ચાલશે પણ મેલાફાઈડ નહીં ચાલે.આ ઉપરાંત રૂપાણીએ પ્રજાહિતના લોક કલ્યાણના કામોમાં પ્રજાભિમુખતાથી સેવા દાયિત્વ નિભાવવા આહવાન કર્યું છે. તેમણે સ્પષ્ટ પણે તાકીદ કરી કે જિલ્લામાં ઓછામાં ઓછા બે દિવસ સાઈટ વિઝીટ કરી વાસ્તવિક પરિસ્થિતિથી સતત માહિતગાર રહેવું આવશ્યક છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત કેડરની કાર્યદક્ષતા ગુડ ગવર્નન્સ છબિની પરંપરા જિલ્લા કલેક્ટર્સ અને વિકાસ અધિકારીઓ સતત આગળ ધપાવશે.તેમણે જણાવ્યું હતું કે સાચી વ્યક્તિ કે નાનો માણસ દુઃખી ન થાય તથા પોતાના કામ માટે એક પાઇ પણ ન આપવી પડે તેવો પારદર્શી અને સંવેદનશીલ અભિગમ અપનાવી જિલ્લા સરકાર તરીકે કાર્યરત રહી સરકારની પ્રતિષ્ઠા બનાવો.રૂપાણીએ વધુમાં કહ્યું કે બોનફાઇડ ઇન્ટેશનથી થયેલી ભૂલ કે ક્ષતિ માટે સરકાર તમારી પડખે છે, પરંતુ મેલાફાઇડ ઇન્ટેશનને ક્યારેય સાંખી લેવાશે નહીં. આગામી દિવસોમાં સરકાર ભ્રષ્ટાચાર સામે સીધો જંગ કરશે. મુખ્યમંત્રી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જિલ્લાના વહીવટી વડા તરીકે પ્રો એક્ટિવ ભૂમિકા ભજવી સમસ્યાઓના નિવારણ માટે પ્રેરણારૂપ બનો. તેની સાથે સાથે સામાજિક વિસંવાદિતા વિખાઈ જાય તેવી પરિસ્થિતિનું નિવારવા કલેક્ટર્સ જિલ્લાના વડા તરીકે આગેવાની લે અને સમરસતા સચવાય તે માટે જિલ્લા ટીમનું નેતૃત્વ કરે.મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત કરવામાં આવેલી સી.એમ ડેશ બોર્ડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમની ભૂમિકા આપતા કહ્યું કે,હવે રાજ્ય સરકારના વિભાગો અને જિલ્લા તાલુકા સ્તરની વિવિધ યોજનાકીય પ્રગતિની વિગતો ઓન લાઈન ઉપલબ્ધ છે, અને મુખ્યમંત્રી કક્ષાએ સતત મોનિટરીંગ તથા મૂલ્યાંકન થાય છે. તેમજ નબળી કામગીરીને સુધારવા સીધી સુચના આપવામાં આવે છે.મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે, આ પ્રકારની જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક દર ૪ મહિને મળશે અને દર બેઠકમાં વિવિધ વિકાસ તેમજ પ્રજા હિત કામો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમજ જિલ્લાઓના વિવિધ ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરાશે.ે