મને શક્તિપીઠ કે ભૈરવ માટે વજન ઓછું કરવાની કે વધારવાની જરૂર નથી પડી તેની ખુશી છે: ઉલકા ગુપ્તા

પ્રતિભાશાળી અભિનેત્રી ઉલકા ગુપ્તાએ બિગ મેજિકના ઉત્તમ ધાર્મિક શો શક્તિપીઠ કે ભૈરવમાં અદભુત કામગીરી સાથે ટેલિવિઝન સ્ક્રીન પર દર્શકોને જકડી રાખ્યા છે. અભિનેત્રી અત્યંત સુંદર અને ઉત્તમ રીતે ભારતીય દેવીની ભૂમિકા ભજવી રહી છે.

મોટા ભાગનાં પાત્રો ઘણી મહેનત માગી લે છે. ઘણી વાર કલાકારોએ વજનની માવજત કરવી પડે છે. ઉલકાને જોકે આ શોમાં પાત્ર માટે વજન વધારવાની કે ઘટાડવાની જરૂર પડી નથી તે બદલ તે આભારવશ છે. આ વિશે તે કહે છે, મેં શો માટે ઓડિશન આપ્યું અને તે હિંદુ દેવી માટે છે એ જાણતી હોવાથી મને એવુંલાગ્યું કે મારે વજન વધઘટ કરવાની તાલીમ હેઠળ પસાર થ‌વું પડશે, પરંતુ પાત્ર માટે તેવું નહીં કરવું પડ્યું તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું.

મારી ભૂમિકામાં મારો આરોગ્યવર્ધક અને તંદુરસ્ત હોવું જોઈએ અને હું તેમાં અનુકૂળ છું તેની ખુશી છે (હસે છે), એમ અભિનેત્રીએ ઉમેર્યું હતું.

અભિનેત્રીનો અદભુત પરફોર્મન્સ જોવા માટે જોતા રહો શક્તિપીઠ કે ભૈરવ, દર સોમવારથી શુક્રવાર, સાંજે 7, ફક્ત બિગ મેજિક પર.