the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મહિક્રા કેમિકલ્સ એનએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યુ (ટાળો)

મહિક્રા કેમિકલ્સ એનએસઈ એસએમઈ આઈપીઓ રિવ્યુ (ટાળો)

મહાક્રા કેમિકલ્સ લિમિટેડ (એમસીએલ) વર્ષ ૧૯૯૮ થી રીએક્ટિવ ડાઈઝના નિર્માણના વ્યવસાયમાં છે, જ્યારે રિએક્ટિવ ડાઇઝમાં ટ્રેડિંગનો વ્યવસાય વર્ષ ૧૯૯૪ માં શરૂ થયો હતો. કંપનીએ રિએક્ટિવ ડાઈઝનું ઉત્પાદન પણ કરે છે જેને સિન્થેટીક ઓર્ગેનિક ડાઈઝ (એસ.ઓ ડાયાઇઝ) કહેવામાં આવે છે અને સિન્થેટિક ઓર્ગેનિક ડાઈઝ એક સંકલિત પ્રક્રિયા છે. કંપની બ્લેક રીએક્ટીવ રંગોની નિષ્ણાત છે. તે ૪૦ વિવિધ પ્રકારના પ્રતિક્રિયાશીલ રંગોનું ઉત્પાદન કરે છે. કંપનીનું ઉત્પાદન કાપડ અને વસ્ત્રોના ઉત્પાદકોને ઉપયોગી છે કંપની ટેક્સટાઇલ ડાઇંગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગમાં સ્પેશિયાલિટી પર્ફોર્મન્સ રસાયણો પણ આપે છે. કંપની પાસે અંદાજે ઉત્પાદનની ક્ષમતા છે. વાર્ષિક ૯૦૦ ટન છે. કંપનીની ઉત્પાદન સુવિધા ગુજરાતમાં વટવા જીઆઇડીસીમાં આવેલ છે. એમસીએલ એક ૈંર્જીં ૯૦૦૧ઃ ૨૦૧૫, ૈંર્જીં ૧૪૦૦૧ઃ ૨૦૧૫ અને ર્ય્ં્‌જી પ્રમાણિત કંપની છે જે ઉત્પાદનની ગુણવત્તા પ્રમાણિત કરે છે.
તેમની કાર્યકારી મૂડી અને સામાન્ય કોર્પસ ખર્ચ માટે ફંડ એકત્રિત કરવા આ કંપની મેઈડન આઈપીઓ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૨૧૦૦૦૦૦ ઈકવીટી શેર, બુક બિલ્ડીંગ રૂટ દ્વારા શેર દીઠ રૂ. ર૪ થી રૂ.રપના ભાવથી ઓફર કરીને (નીચેના અને ઉપરના પ્રાઈઝબેન્ડના આધારે ) રૂ. ૫.૦૪ થી રૂ. ૫.૨૫ કરોડ એકત્રિત કરવા મૂડી બજારમાં આવેલ છે. જાહેર ભરણા માટે આ ઈસ્યુ તા. ૧૬.૪.૨૦૧૮ ના રોજ ખુલશે અને તા. ૧૮.૦૪.૨૦૧૮ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૬૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. ફાળવણી પછી તેમના શેર એન એસ ઈ એસ એમ ઈ ઈમર્જ પર લીસ્ટ થશે. આ ઈસ્યુના લીડ મેનેજર પેન્થોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રા. લી. છે જયારે રજીસ્ટ્રાર બીગશેર સર્વિસીસ પ્રા. લિ છે.આ ઈસ્યુ તેમની ભરપાઈ થયેલમૂડીના ૨૯.૦૫ ટકા હિસ્સો આપશે. શરુઆતમાં ભાવોભાવ શેર આપ્યા પછી, તેમણે ડીસેમ્બર ર૦૧૭ અને જાન્યુઆરી ર૦૧૮માં રૂ. ર૦ થી રૂ. ર૪ ના ભાવે બીજા શેર આપેલ હતા. પ્રમોટરો દ્વારા સંપાદિત શેરની સરેરાશ કિંમત શેર દીઠ રૂ.૧૦, અને રૂ. ૧.૩૩ છે. આ ઈસ્યુ પછી તેમની હાલની ભરપાઈ થયેલ મૂડી જે રૂ. ૫.૧૩ કરોડ છે તે વધીને રૂ. ૭.૨૩ કરોડ થશે.
દેખાવને મોરચે, આ કંપનીનું ટર્ન ઓવર /નફો અનુક્રમે રૂ. ૪૩.૫૬ કરોડ / રૂ. ૦.૧૭ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૪), રૂ. ૪૨.૭૫ કરોડ / રૂ. ૦.૦૯ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૧૫), રૂ. ૩૪.૭૯ કરોડ / રૂ. ૦.૧૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૬) અને રૂ. ૪૨.૨૬ કરોડ / રૂ. ૦.૩૫ કરોડ (નાણાકીય વર્ષ ૧૭) નોંધાવેલ છે. ચાલુ નાણાકીય સમયમાં તેના દેખાવના સમય ગાળામાં તા. ૦૧.૦૪.૧૭ થી ૧૨.૧૧.૧૭ અને ૧૩.૧૧.૧૭ થી ૩૧.૧૨.૧૭ સુધી એમ બે બ્રેક દર્શાવેલ છે. આ બંને ભેગા કરીને આ કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.૪૦.૮૦ કરોડના ટર્નઓવર પર રૂ. ૦.૩૬ કરોડ નફો દર્શાવેલ છે, નાણાકીય વર્ષ ર૦૧૬ માં તેમણે ટોપ લાઈનમાં પીછેહઠ બતાવેલ છે અને ના. વ. ર૦૧૭ માં એકાએક કૂદકો બતાવેલ છે જે ચિંતાનો વિષય છે. ના. વ. ર૦૧૬ સિવાય, તેના ટોપ લાઇન નાણાકીય વર્ષ ૨૦૧૪ અને નાણાકીય વર્ષ ૨૦૧૭ વચ્ચે મોટે ભાગે સ્થિર રહી હતી. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં તેમને શેરદીઠ સરેરાશ આવક રૂ. ૦.૭૩ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૧.૬૨ દર્શાવેલ છે. તા. ૩૧.૧૨.૧૭ ના રોજ રૂ. ૧૩.૨૭ એન એ વી ના આધારે આ ઈસ્યુનો ભાવ ૧.૮૮ પી/બીવીથી આવે છે, જો આપણે તેમની છેલ્લી કમાણીને, ઈસ્યુ પછીના તમામ શેરને આધારે વહેંચીએ તો માગવામાં આવેલ ભાવ લગભગ ૩૭ના પી / ઈ રેશિયોથી આવે છે, જેસામે તેમના ઉદ્યોગનીસરેરાશ ર૭ છે.આ રીતે આ ઈસ્યુનો ભાવ ઘણો આક્રમક છે. તેમના નોંધાયેલ હરિફો અક્ષરકેમ (૧૪), કિરી ઇન્ડ. (૧૨), કેમેક્ષ (૩૪) અને મેઘમાણી ઓર્ગા (૩૧) – (૦૫.૦૪.૧૮ ના રોજ બીએસઈ પર બંધ) ના પી ઈ રેશિયોની આસપાસ ટ્રેડ થઈ રહેલ છે. કંપની પાસે ઉંચી ઈન્વેન્ટરી છે અને વર વર્ષે તે વધતી જાય છે તે ચિંતાનો વિષય છે.
મર્ચંટ બેંક મોરચે, તેમના સ્થાયી થયા પછી ના. વ. ર૦૧પ-૧૬ થી આ તેમની ૬૮ મી કામગીરી છે,તેમના છેલ્લાં૧૦ લીસ્ટીંગમાં (જેમાં બેના બેરીંગનો સમાવેશ થાય છે.) એક ડીસ્કાઉન્ટ ભાવે અને આઠ ૧.૬ ટકાથી ર૦ ટકાના પ્રિમિયમથી એસ એમ ઈ પ્લેટફોર્મ પર ખુલેલ છે,અને એક મેઈન બોર્ડ આઈપીઓ લીસ્ટીંગના દિવસે ૧૩૦ ટકાના પ્રિમિયમથી ખુલેલ હતો.
નિષ્કર્ષ / ઇન્વેસ્ટમેંટ સ્ટ્રેટેજી
આ ઈસ્યુના આક્રમ ભાવ વિષે વીચારતાં, તેને છોડી દેવામાં કોઈ નુકશાન નથી.