મહિન્દ્રાએ આલીશાન નવી XUV500 લોંચ કરી

મહિન્દ્રાએ આલીશાન નવી XUV500 લોંચ કરી

 

મજબૂત નવી ડિઝાઇન, આલીશાન ઇન્ટિરિઅર્સ, સંવર્ધિત પાવર અને ટોર્ક તથા શ્રેષ્ઠ ફિટ એન્ડ ફિનિશ સાથે પ્રીમિયમ SUV સેગમેન્ટમાં નવા માપદંડો સ્થાપિત કર્યા

 

હવે રૂ. 12.32 લાખ (એક્સ-શોરૂમ મુંબઈ, W5 વેરિઅન્ટ માટે)ની નવી કિંમતમાં ઉપલબ્ધ

મહત્ત્વપૂર્ણ ખાસિયતો:

v  ક્રોમ ઇન્સર્ટ્સ સાથે નવી પહોળી ગ્રિલ ધરાવતી મજબૂત નવી ડિઝાઇન, નવા LED DRLs, નવા ક્રોમ બેઝેલ સાથે ફોગ લેમ્પ્સ, નવા ડાયમન્ડ-કટ 45.72 સેમી (235/60 R18) એલોય વ્હીલ્સ અને  સ્પિલ્ટ ટેઇલલેમ્પ્સ સાથે નવી ટેઇલગેટ અને નવા રિઅર સ્પોઇલર

v  નવી ક્વિલ્ટેડ ટેન લેધર સીટ, સુંદર સોફ્ટ ટચ લેધર ડેશબોર્ડ અને ડોર ટ્રિમ્સ તથા પિયાનો બ્લેક સેન્ટર કોન્સોલ સાથે વધારે લક્ઝરિયસ અને આલીશાન બ્લેક એન્ડ ટેન ઇન્ટિરિઅર્સ

સંવર્ધિત ટોર્ક સાથે વધારે પાવરફૂલ – mHawk155 એન્જિન 114 kWનો ઊંચો પાવર અને છઠ્ઠી પેઢીનાં ઇલેક્ટ્રોનિકલી કન્ટ્રોલ્લડ વેરિએબલ ટર્બોચાર્જર (ઇવીજીટી) સાથે 360 Nm ટોર્ક સાથે વધારે પાવર આપે છે, જેથી વધારે રોમાંચક અને જવાબદાર ડ્રાઇવિંગની મજા મળે છે

v  NVHમાં રિફાઇનમેન્ટ સાથે વધારે રિફાઇન અને આનંદદાયક ડ્રાઇવિંગનો અનુભવ તથા સંવર્ધિત સસ્પેન્શન સેટ-અપ.

શ્રેષ્ઠ હાઇ-ટેક ખાસિયતો સાથે લોડિંગઃ ફર્સ્ટ-ઇન-ક્લાસ ORVM લોગો પ્રોજેક્શન લેમ્પ સાથે ઇલેક્ટ્રિક સનરુફ, નવી સ્માર્ટ વોચ કનેક્ટિવિટી, GPS નેવિગેશન સાથે 18 સેમી (7 ઇંચ) ટચસ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ, આર્કામીશ™ સંવર્ધિત ઓડિયો, એન્ડ્રોઇડ ઓડિયો, ઉદ્યોગમાં સૌપ્રથમ, એવોર્ડ-વિજેતા કનેક્ટેડ એપ્સ અને ઇકોસેન્સ ટેકનોલોજી જેવી આ પ્રકારની અન્ય ખાસિયતો.

v  આલીશાન નવી XUV500 6 એરબેગ્સ, EBD સાથે ABS, હિલ હોલ્ડ અને હિલ ડિસન્ટ કન્ટ્રોલ, ફર્સ્ટ-ઇન-ક્લાસ ઇમરજન્સી કોલ, તમામ વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ અને અન્ય કેટલીક સલામતીની ખાસિયતો સાથે શ્રેષ્ઠ સલામતી ઓફર કરે છે

v  5 ડીઝલ વેરિઅન્ટમાં ઉપલબ્ધ, જેમાં 45.72 સેમી મોટા એલોય વ્હીલ્સ અને 1 પેટ્રોલ વેરિઅન્ટ સામેલ છે. ગ્રાહકો 7 આકર્ષક રંગોમાંથી પસંદગી કરી શકે છે – ન્યૂ ક્રિમ્સન રેડ, ન્યૂ મીસ્ટિક કોપર, પર્લ વ્હાઇટ, વોલ્કેનો બ્લેક, મૂનડસ્ટ સિલ્વર, ઓપુલન્ટ પર્પલ અને લેક સાઇડ બ્રાઉન.

 

 

18 એપ્રિલ, મુંબઈઃ 19 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રુપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમએન્ડએમ લિમિટેડ)એ આજે આલીશાન નવી XUV500 લોંચ કરવાની જાહેરાત કરી હતી, જેણે જબરદસ્ત નવી ડિઝાઇન, ભવ્ય, આલીશાન ઇન્ટિરઅર્સ અને વધારે પાવર અને ટોર્ક સાથે પ્રીમિયમ SUV સેગમેન્ટમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. તે સંવર્ધિત સસ્પેન્શન મારફતે સવારીને વધારે આનંદદાયક બનાવે છે અને સુંદર કેબિન ધરાવે છે. રૂ. 12.32 લાખ (એક્સ-શોરૂમ મુંબઈ, W5 વેરિઅન્ટ માટે)ની નવી આકર્ષક કિંમત સાથે શરૂ થતી આ SUV સમગ્ર ભારતમાં મહિન્દ્રાની તમામ ડિલરશિપમાં તાત્કાલિક અસર સાથે ઉપલબ્ધ થશે.

 

આલીશાન નવી XUV500નાં લોંચ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજન વાઢેરાએ કહ્યું હતું કે, “વર્ષ 2011માં લોંચ થયા પછી અત્યાર સુધી XUV500 પ્રીમિયમ SUV સેગમેન્ટમાં ટ્રેન્ડસેટર રહી છે, જે હેડ-ટર્નિંગ સ્ટાઇલ, આકાંક્ષી હાઈ-ટેક ખાસિયતો, વિશિષ્ટ પર્ફોર્મન્સ અને બેસ્ટ-ઇન-ક્લાસ સેફ્ટી સાથે શ્રેષ્ઠ મૂલ્ય ધરાવે છે. XUV500 ભારતમાં રૂ. 12થી રૂ. 18 લાખની રેન્જમાં પ્રીમિયમ SUV સેગમેન્ટની ક્રિએટર હતી તથા નવા ટ્રેન્ડ અને નવાં માપદંડો સ્થાપિત કરવાની દ્રષ્ટિએ સેમગેન્ટમાં મોખરાનું સ્થાન જાળવી રાખશે. આજે આલીશાન નવી XUV500નાં લોંચ સાથે અમે લક્ઝરી અને સ્ટાઇલમાં નવા માપદંડો સ્થાપિત કરીને તેનું મૂલ્ય વધાર્યું છે. તે ગ્રાહકોની પ્રીમિયમ અને લક્ઝરિયસ ઓફર માટેની વધતી આકાંક્ષાઓને પૂર્ણ કરવા ડિઝાઇન કરેલી છે.”

આલીશાન નવી XUV500 વિવિધ ઓફર સાથે નવા માપદંડો સ્થાપિત કરે છે, જેમાં સામેલ છેઃ

 • ડેશબોર્ડ અને ડોર-ટ્રિમ્સ પર સોફ્ટ-ટચ લેધર
 • લક્ઝરિયસ ક્વિલ્ટેડ ટેન લેધર સીટ્સ
 • ઉદ્યોગમાં પ્રથમ સ્માર્ટ વોચ કનેક્ટિવિટી
 • નવું છઠ્ઠી પેઢીનું ઇલેક્ટ્રોનિકલી કન્ટ્રોલ વેરિએબલ જીઓમેટ્રી ટર્બોચાર્જર (ઇવીજીટી)
 • ઉદ્યોગમાં પ્રથમ કનેક્ટેડ એપ્સ અને ઇકોસેન્સ ટેકનોલોજી
 • આર્કમીઝ એન્હાન્સ્ડ ઓડિયો
 • 72 સેમી (235/60 R18) ડાયમન્ડ-કટ એલોય વ્હીલ્સ

 

આલીશાન નવી XUV500 ક્રોમ ઇન્સર્ટ્સ સાથે નવી પહોળી ગ્રિલ ધરાવતી મજબૂત અને હેડ-ટર્નિંગ નવી ડિઝાઇન, નવા ક્રોમ બેઝેલ સાથે ફોગ લેમ્પ્સ, સંપૂર્ણપણે નવી, સ્પિટ ટેઇલલેમ્પ્સ સાથે સ્ટાઇલિશ ટેઇલગેટ અને નવાં સ્પોઇલર આકર્ષક LED DRLs અને મોટા 45.72 સેમી (235/60 R18)  ડાયમન્ડ-કટ એલોય્સ સાથે આવે છે. નવી XUV500નું ઇન્ટિરિઅર્સ હવે વધારે લક્ઝરિયસ છે તથા પ્રીમિયમ નવી ટેન અને બ્લેક થીમ સાથે આવે છે, જે નવી ક્વિલ્ટેડ ટેન લેધર સીટ, સુંદર રીતે બનાવેલ સોફ્ટ-ટચ લેધર ટેશબોર્ડ અને ડોર ટ્રિમ્સ અને નવા પિયાનો-બ્લેક સેન્ટર કોન્સલ ધરાવે છે. નવી XUV500નું ફિટ અને ફિનિશ વધારે સુંદર છે તથા તેની કેબિન વધારે સુંદર છે.

 

વધારે પાવલરફૂલ mHawk155 એન્જિન સાથે નવી XUV500 ઊંચા પાવર 114 kW (155 BHP) અને ઊંચા ટોર્ક 360 Nm સાથે આવે છે. નવું છઠ્ઠી પેઢીનું ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત વેરિએબલ જીઓમેટ્રી ટર્બોચાર્જર (ઇવીજીટી) લો-એન્ડ ટોર્કને વધારે સુધારે છે, જે શહેરમાં ડ્રાઇવિંગનાં અનુભવને વધારે આનંદદાયક બનાવે છે. નવી XUV500નું સંવર્ધિત સસ્પેન્શન આલીશાન સવારીની ખાતરી આપે છે. XUV500માં નવી ટેકનોલોજી ઓફર થાય છે, જેમાં ઉદ્યોગમાં સૌપ્રથમ સ્માર્ટ વોચ કનેક્ટિવિટી અને આર્કામીસ સંવર્ધિત ઓડિટ આઉટપુટ સામેલ છે.

 

તે આકાંક્ષી હાઇ-ટેક ખાસિયતો પૂરી પાડવાનું ચાલુ રાખશે, જે તેનાથી બમણી કિંમત ધરાવતા વાહનોમાં પણ ઉપલબ્ધ નથી. તેમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, રોલઓવર મિટિગેશન સાથે ESP, હિલ લોડ અને હિલ ડિસન્ટ કન્ટ્રોલ તેમજ તમામ વ્હીલ પર ડિસ્ક બ્રેક્સ સાથે સલામતીની શ્રેષ્ઠ ખાસિયતો છે. ઉપરાંત XUV500 ઇમરજન્સી કોલિંગની ફર્સ્ટ-ઇન-ક્લાસ સેફ્ટી ખાસિયતો પણ પૂરી પાડે છે.

 

 

 

વૈકલ્પિક પેક સહિત 5 ડિઝલ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે, જેનાં નામ W5, W7, W9, W11 અને W11 OPT છે. નવી XUV500 ગ્રાહકોને G ATનાં વન ગેસોલિન વિકલ્પ પણ ઓફર કરશે. તે W7 AT, W9 AT, W11 AT, W11 OPT AT અને W11 OPT AWD AT ડિઝલ ઓટોમેટિક વેરિઅન્ટની વિસ્તૃત રેન્જ પણ પૂરી પાડે છે. હવે ગ્રાહકો 7 આકર્ષક રંગો – ન્યૂ ક્રિમ્સન રેડ, ન્યૂ મીસ્ટિક કોપર, પર્લ વ્હાઇટ, વોલ્કેનો બ્લેક, મૂનડસ્ટ સિલ્વર, ઓપલન્ટ પર્પલ અને લેક સાઇડ બ્રાઉનમાંથી પસંદગી પણ કરી શકે છે.

 

પસંદગીનાં શહેરોમાં સંભવિત ગ્રાહકો આલીશાન નવી XUV500 બ્રિંગ ધ શોરૂમ હોમ અનુભવી શકે છે – જે પોર્ટેબલ, મોબાઇલ આધારિત ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ છે. આ સંપૂર્ણ વર્ચ્યુઅલ શોરૂમનો અનુભવ ધરાવે છે, જેમાં ગ્રાહકો તેમનાં ઘરની સુવિધાએ વીઆર ઉપકરણ મારફતે 360 ડિગ્રીમાં XUV500ને જોઈ શકે છે. ગ્રાહકો ઓનલાઇન www.m2all.com અને www.syouv.com પર આલીશાન નવી XUV500 બુક કરાવી શકે છે.

 

આલીશાન નવી XUV500માં નવી ખાસિયતો અને મુખ્ય સંવર્ધિક ખાસયિતો

 

મજબૂત, નવી આકર્ષક ડિઝાઇન

 • ક્રોમ ઇન્સર્ટ સાથે મજબૂત નવી ફ્રન્ટ ગ્રિલ
 • સ્પિલ ટેઇલ-લેમ્પ સાથે નવી નવેસરથી પરિભાષિત ટેઇલગેટ
 • નવા મોટા સ્પોર્ટી 72 સેમી (235/60 R18) ડાયમન્ડ-કટ એલોય વ્હીલ્સ
 • આકર્ષક નવી ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ (ડીઆરએલ)
 • નવી એરોડાઇનેમિક રિઅર સ્પોઇલર અને ડી પિલર એપ્લિક
 • નવા ક્રોમ બેઝેલ સાથે ફોગ લેમ્પ
 • ડોર સિલ પર નવું ક્રોમ ક્લેડિંગ
 • નવાં ડ્યુઅલ કલર સ્કાઇ-રેક્સ

 

આલીશાન નવા ઇન્ટિરિઅર્સ સાથે સંવર્ધિત લક્ઝરિયસ ખાસિયતો

 

 • નવી લક્ઝરિયસ ક્વિલ્ટેડ ટેન લેધર સીટ
 • નવું બેલ્ક અને ટેન ઇન્ટિરિઅર્સ
 • નવું સોફ્ટ ટચ લેધર ડેશબોર્ડ અને ડોર ટ્રિમ્સ
 • નવું પિયાનો બ્લેક સેન્ટર કોન્સોલ
 • નવું સિલ્વર ઇન્સર્ટ્સ
 • આઇસી બ્લૂ લોંજ લાઇટિંગ
 • ઇલ્યુમિનેટેડ સ્કફ પ્લેટ
 • સ્પોર્ટી એલ્યુમિનિયમ પેડલ્સ

 

ઊંચો પાવર અને ટોર્ક

 

 • છટ્ઠી પેઢીનાં ઇવીજીટી (ઇલેક્ટ્રોનિકલી નિયંત્રિત વેરિએબલ જીયોમેટ્રી ટર્બોચાર્જર) સાથે વધારે પાવરફૂલ 2 લિટર mHawk155 ડિઝલ
  • વધારે પાવર: 114 Kw (155 BHP)
  • વધારે ટોર્ક: 360 Nm
  • શહેરો અને હાઇવેઝમાં વધારે આનંદદાયક ડ્રાઇવ માટે લો અને મિડ-રેન્જમાં સંવર્ધિત ટોર્ક

 

NVH અને સવારીમાં રિફ્રેશમેન્ટ:

 

 • સુંદર અને શાંત કેબિન
 • સંવર્ધિત સસ્પેન્શન સેટ-અપ મારફતે વધારે સુવિધાજનક સવારી

 

અત્યાધુનિક અને હાઇ-ટેક ખાસિયતો

 

 • એન્ટિ-પિન્ચ સાથે ઇલેક્ટ્રિક સનરુફ
 • 6-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર્સ સીટ
 • ORVMs પર ફર્સ્ટ-ઇન-ક્લાસ લોગો પ્રોજેક્શન લેમ્પ
 • GPS નેવિગેશન સાથે 7″ ટચસ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ, USB ઓડિયો/વીડિયો/પિક્ચર વ્યૂઅર, બ્લૂટૂથ, આઇપોડ કનેક્ટિવિટી, AUX ઇન્પુટ
 • ડાયનેમિક આસિસ્ટ સાથે રિવર્સ પાર્કિંગ કેમેરા
 • એન્ડ્રોઇડ ઓટો
 • કનેક્ટેડ એપ્સ
 • ઇકોસેન્સ ટેકનોલોજી
 • ફૂલી ઓટોમેટિક ટેમ્પરેચર કન્ટ્રોલ (FATC)
 • સ્માર્ટ વોચ કનેક્ટિવિટી
 • આર્કામીશ ઓડિયો
 • ટાયર-ટ્રોનિક્સ (ટાયર પ્રેશર એન્ડ ટેમ્પરેચર મોનિટરિંગ સિસ્ટમ)
 • પુશ બટન સ્ટાર્ટ/ સ્ટોપ
 • પેસિવ કીલેસ એન્ટ્રી
 • સ્માર્ટ રેન એન્ડ લાઇટ સેન્સર્સ
 • ક્રૂઝ કન્ટ્રોલ
 • બ્રેક એનર્જી રિજનરેશન સિસ્ટમ
 • વોઇસ મેસેજિંગ સિસ્ટમ
 • વોઇસ રેકગ્નિશન અને એસએમએસ રીડ આઉટ સાથે વોઇસ કમાન્ડ
 • મહિન્દ્રા બ્લૂ સેન્સ ® ટેકનોલોજી

 

શ્રેષ્ઠ સલામતી

આલીશાન નવી XUV500 SUV સેગમેન્ટમાં શ્રેષ્ઠ સલામતી પૂરી પાડે છે. તેમાં સામેલ છે:

 • 6 એરબેગ્સ – 2 ફ્રન્ટ એરબેગ્સ, 2 સાઇડ એરબેગ્સ અને 2 કર્ટેઇન એરબેગ્સ
 • રોલઓવર મિટિગેશન સાથે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઇએસપી)
 • હિલ હોલ્ડ અને હિલ ડિસન્ટ કન્ટ્રોલ
 • ફર્સ્ટ-ઇન-ક્લાસ ઇમરજન્સી કોલ
 • ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (ઇબીડી) સાથે ABS
 • તમામ 4 વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ
 • ક્રેશ પ્રોટક્શન ક્રમ્પ્લ ઝોન્સ
 • સાઇડ ઇમ્પેક્ટ બીમ્સ

 

ઉદ્યોગમાં સૌપ્રથમ પર્પલ ક્લબ એંગેજમેન્ટ પ્રોગ્રામ

આલીશાન નવી XUV500નાં માલિકોને પ્રીમિયમ, ઉદ્યોગમાં સૌપ્રથમ અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પર્પલ ક્લબ પ્રોગ્રામની મેમ્બરશિપ મળે છે, જે જીવનશૈલી અને સેવાનાં વિશેષાધિકારો પ્રદાન કરે છે, અન્ય કોઈ કાર/SUV પ્રદાન ન કરી શકે એવી માલિકીનો અનુભવ પ્રદાન કરી શકે છે.

 

એવોર્ડ અને પુરસ્કારો

XUV500 સમગ્ર દુનિયામાં 2 લાખથી વધારે સંતુષ્ટ ગ્રાહકો ધરાવે છે અને અત્યાર સુધી 30થી વધારે એવોર્ડ ધરાવતાં ભારતીય વાહનોમાંનું એક છે. XUV500 માટે પર્પલ ક્લબની માલિકીનો અનુભવ આપતાં પ્રોગ્રામને સીએમઓ એશિયા એવોર્ડ 2013 અને 2014માં બેસ્ટ લોયલ્ટી પ્રોગ્રામનો એવોર્ડ મળ્યો હતો. XUV500એ INRC 2017 અને ઇન્ડિયન રેલી ચેમ્પિયનશિપ (આઇઆરસી) 2014માં પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યાં છે. તેણે ડિઝર્ટ સ્ટોર્મ અને દક્ષિણ ડેર જેવી રેલી-રેડ ઇવેન્ટમાં પણ એવોર્ડ જીત્યાં છે.