મહિન્દ્રાએ નોવો 65 HP & 75 HP ટ્રેક્ટરની રેન્જ લોંચ કરીને ટેકનોલોજી અને ઉત્પાદકતામાં નવા માપદંડો સ્થાપિત કર્યા

મુખ્ય ખાસિયતો:

·         બંને 65HP અને 75HP ટ્રેક્ટર્સ 2WD અને 4WD વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે.

·         ભારતીય ખેડૂતોની બદલાતી જરૂરિયાતો પ્રમાણે ડિઝાઇન, અત્યાધુનિક ટેકનોલોજી મારફતે ખેતીવાડીની કામગીરીમાં ઉત્પાદકતા અને સચોટતા.

·         આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી અને ઉત્પાદકતામાં નવા માપદંડો/કેટેગરીમાં સૌપ્રથમ ખાસિયતો:

–          પર્ફોર્મન્સ: શ્રેષ્ઠ ઇંધણ કાર્યદક્ષતામાં સૌથી વધુ એન્જિન ટોર્ક

–          ટેકનોલોજી: સચોટ હાઇડ્રોલિક્સ સિસ્ટમ સાથે અત્યાધુનિક સિન્ક્રોમેશન ટ્રાન્સમિશન.

–          ડિજિસેન્સ ટેકનોલોજી ટ્રેક્ટરની સ્થિતિ અને સ્થાનનાં રિમોટ ટ્રેકિંગ માટે મહિન્દ્રાની ડિજિસેન્સ ટેકનોલોજી સાથે લોડેડ.

–          સુવિધા અને અનુકૂળતા: સસ્પેન્શન સીટ અને અર્ગોનોમિક કન્ટ્રોલ સાથે સંપૂર્ણપણે ફ્લેટ પ્લેટફોર્મ.

–          ભરોસો : 3 વર્ષ એન્જિનની વોરન્ટી, 400 કલાકનાં સર્વિસ અંતર સાથે (કેટેગરીમાં સૌથી વધારે)

–          સેફ્ટી : ડ્રાઇવરની સલામતી માટે ફેક્ટરી ફિટેડ રોલ ઓવર પ્રોટેક્શન સ્ટ્રક્ચર ( ROPS ).

–          સ્ટાઇલ – હાઈ ગ્લોસ મેટલિક કલર, 3 ડાઇમેન્શનલ ક્રોમ ડેકલ્સ.

·         અમેરિકામાં મહિન્દ્રા નોવો લાઇન અપનો ભાગ, અત્યાધુનિક અને સંપૂર્ણપણે લોડેડ, 75 HP 4WD AC કેબિન વેરિઅન્ટ ભારતમાં ટૂંક સમયમાં પ્રસ્તુત થશે

·         65 HP 2WD ઓપન સ્ટેશન વર્જનની કિંમત રૂ. 9.99 લાખથી શરૂ (એક્સ-શો રૂમ મહારાષ્ટ્ર)

27 એપ્રિલ, 2018, મુંબઈઃ 19 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપનો ભાગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ આજે નોવા 65 HP અને 75 HP ટ્રેક્ટર્સ લોંચ કરવાની જાહેરાત કરી હતી. મહિન્દ્રા નોવો ટ્રેક્ટર્સની આ રેન્જ ટેકનોલોજીકલ દ્રષ્ટિએ અત્યાધુનિક છે અને તેની ડિઝાઇન સ્ટાઇલિશ છે. આ રેન્જની કિંમત મહારાષ્ટ્રની બહાર 65 HP 2WD (655 DI) રૂ. 9.99 લાખથી 75 HP 4WD (755 DI) રૂ. 12.5 લાખ છે.

પોતાની કેટેગરીમાં અગ્રણી મહિન્દ્રા નોવોનાં ટ્રેક્ટરની રેન્જની ડિઝાઇન ભારતમાં ખેડૂતોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવી છે. તે ઓપન સ્ટેશન ડિઝાઇનમાં 2WD અને 4WD વર્ઝન એમ બંનેમાં ઓફર થાય છે.

ચેન્નાઈમાં કંપનીની ગ્લોબલ રિસર્ચ અને ડેવલપમેન્ટ સુવિધા મહિન્દ્રા રિસર્ચ વેલીમાં ઇન-હાઉસ ટ્રેક્ટરની આ અત્યાધુનિક રેન્જની ડિઝાઇન બનાવવામાં આવી છે અને તેને વિકસાવવામાં આવી છે. કંપની સમગ્ર દેશમાં ખેડૂતોને ટેકનોલોજી સંચાલિત ફાર્મિંગ સોલ્યુશન પ્રદાન કરવામાં પથપ્રદર્શક બનવાનું વિઝન ધરાવે છે અને મહિન્દ્રા નોવો આ વિઝનને અનુરૂપ છે. ટેકનોલોજી, સુવિધા અને અર્ગોનોમિક્સમાં નવા માપદંડો સાથે મહિન્દ્રા નોવો ખેતીવાડીની પદ્ધતિ બદલવા તથા ઉત્પાદકતા અને કામગીરી વધારવા અગ્રેસર છે, જેનાં પરિણામે ઉત્પાદન વધશે, જે ખેડૂતો માટે ટેકનોલોજી સંચાલિત સમૃદ્ધિ તરફ દોરી જશે.

આ લોંચ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજેશ જેજુરિકરે કહ્યું હતું કે, “મહિન્દ્રામાં અમારો ઉદ્દેશ દુનિયાભરનાં ખેડૂતોનાં જીવનની કાયાપલટ કરતી ટેકનોલોજી પ્રદાન કરવાનો છે. ફાર્મિંગ 3.0 પહેલનાં ભાગરૂપે કંપની અત્યાધુનિક ટેકનોલોજી અને શ્રેષ્ઠ ફાર્મિંગ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમને ભારતીય ખેડૂતોની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા મહિન્દ્રા નોવો ટ્રેક્ટર્સની અત્યાધુનિક 65-75 HP રેન્જ પ્રસ્તુત કરવાનો ગર્વ છે. મને ખાતરી છે કે આ ઉદ્યોગમાં નવો માપદંડ સ્થાપિત કરશે. અમે ટૂંક સમયમાં ભારતમાં ઇન્ટિગ્રેટેડ કેબિન સાથે આ રેન્જમાંથી અમારી આંતરરાષ્ટ્રીય પ્રોડક્ટ પ્રસ્તુત કરીશું.”

12 રાજ્યોમાં ખેડૂતોમાં વિસ્તૃત સંશોધન અને ઉપયોગિતા મારફતે મહિન્દ્રા નોવોની રેન્જ વિકસાવવામાં આવી છે. મહિન્દ્રા નોવોનાં વિકાસમાં બિયારણનો તબક્કો સંકળાયેલો છે, જેમાં તમામ 8 રાજ્યોમાં કુલ 25000 કલાક 37 એપ્લિકેશનમાં કામગીરી માટે ટ્રેક્ટર્સનાં પરીક્ષણ થયાં હતાં. ઉદ્યોગનાં માપદંડોની સરખામણીમાં આ અતિ વિસ્તૃત પરીક્ષણ પ્રોગ્રામમાંનો એક હતો. મહિન્દ્રા નોવોની ડિઝાઇન પરીક્ષણનાં પરિણામો પર આધારિત છે. મહિન્દ્રાએ આ સીરિઝમાં ઘણી નવી આધુનિક ટેકનોલોજી અને ખાસિયતો ઉમેરી છે, જે કૃષિ ઉપયોગિતામાં શ્રેષ્ઠ સચોટતા લાવશે અને ઉત્પાદકતામાં વધારો કરશે.

મહિન્દ્રા નોવો વિશે:

 

65થી 75 HP સેગમેન્ટ માટે ખાસ વિકસાવવામાં આવેલ મહિન્દ્રાનાં નવા નોવો ટ્રેક્ટર તમામ એપ્લિકેશન અને જમીનની સ્થિતિમાં RPMમાં લઘુતમ ઘટાડા સાથે એકસમાન અને સાતત્યપૂર્ણ પાવર આપશે. તે વજન ઊંચકવાની વધારે ક્ષમતા અને સચોટ હાઇડ્રોલિક સિસ્ટમ પણ ધરાવે છે, જે તેને અનેક ફાર્મિંગ અને સ્પેશ્યલાઇઝ કામગીરી માટે અનુકૂળ બનાવે છે. અર્ગોનોમિકલી ડિઝાઇન ઓપરેટિંગ સિસ્ટમ, ઓછું મેઇન્ટેનન્સ અને કેટેગરીમાં શ્રેષ્ઠ ઇંધણ ક્ષમતા ટેકનોલોજીકલ રીતે આ આધુનિક ટ્રેક્ટરની અન્ય ખાસિયતો છે.

ઉત્પાદકતા અને કામગીરી વધારવા નવી જનરેશન, ટેકનોલોજીકલ રીતે આધુનિક એન્જિન

અર્જુન નોવો ટેકનોલોજીકલ રીતે આધુનિક, અત્યાધુનિક મહિન્દ્રા એન્જિન ધરાવે છે, જે વધારે ઉત્પાદકતા આપે છે અને કાર્યદક્ષતા પ્રદાન કરે છેઃ

 • 305Nmનાં સૌથી વધુ ટોર્ક અને 28 ટકા બેકઅપ ટોર્ક સાથે અતિ પાવરફૂલ એન્જિન
 • FIP ઇનલાઇન સાથે 4 સીલિન્ડર એન્જિન
 • 2100 RPM પર સંપૂર્ણ પાવર પ્રદાન કરે છે
 • કેટેગરીમાં સૌથી વધુ ઇંધણ કાર્યદક્ષ ટ્રેક્ટર
 • સૌથી મોટાં એર ક્લીનર અને રેડિયેટર સાથે શ્રેષ્ઠ કૂલિંગ સિસ્ટમ
 • આગળનાં ભાગમાં PTO ડ્રાઇવ માટે જોગવાઈ

 

 

 

 

 

અત્યાધુનિક એડવાન્સ સીન્ક્રોમેશ ટ્રાન્સમિશન

આધુનિક સીન્ક્રોમેશ ટ્રાન્સમિશન અને વિવિધ રેન્જની સ્પીડ સાથે મહિન્દ્રા નોવો તમામ એપ્લિકેશનમાં ખેતીવાડીનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે.

 • લીવરની ત્રણ રેન્જ – 3 રેન્જ (હાઈ, મીડિયમ, લો)
 • ભારતમાં કોઈ પણ ટ્રેક્ટરમાં ગીઅર્સની સૌથી વધુ સંખ્યા, જે ખેતીનો શ્રેષ્ઠ અનુભવ આપે છે – 15 ફોરવર્ડ અને 15 રિવર્સ ગીઅર
 • 7 કિલોમીટર પ્રતિ કલાકથી 36 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચેની સ્પીડ રેન્જ
 • ક્રીપર વેરિઅન્ટ (સ્પીડ 0.4 કિલોમીટર પ્રતિ કલાકથી શરૂ) સાથે પણ ઉપલબ્ધ
 • 60+ HP સેગમેન્ટમાં બેસ્ટ PTO HP
 • સ્પીડનાં ત્રણ વિકલ્પો સાથે સ્વતંત્ર PTO
 • પ્લેનેટરી ડ્રાઇવ ફાઇનલ રિડક્શન
 • સૌથી મોટો, સૌથી વધુ ભરોસાપાત્ર, ટકાઉક્ષમ ક્લચ
 • અસરકારક ઓઇલસભર ટ્રિપલ ડિસ્ક બ્રેક્સ

અત્યાધુનિક સચોટ હાઇડ્રોલિક્સ

પોતાની આધુનિક સચોટ હાઇડ્રોલિક્સને કારણે અર્જુન નોવો અશક્ય ગણાતાં ભારે વજનને ઊંચકવામાં શ્રેષ્ઠ છે.

 • આધુનિક અતિ સચોટ હાઇડ્રોલિક્સ
 • 2 હોલ – બેલ ક્રેન્ક – જે જમીનની વિવિધ સ્થિતિને અનુરૂપ છે
 • 2,600 કિલોગ્રામની વજન ઊંચકવાની શ્રેષ્ઠ ક્ષમતા
 • ઝડપી ઘટાડા 56 એલપીએમ માટે પમ્પનો સૌથી વધુ ફ્લો
 • ઉપકરણો જોડવાની સરળતા – જે તેને વિવિધ પ્રકારની કામગીરી માટે અનુકૂળ બનાવે છે, જેમાં જમીન તૈયાર કરવી/વિકસાવવી, વાવણી, ખેડાણ, હળ ચલાવવું, ચોસલા પાડવા અને વાવેતર કરવું વગેરે સામેલ છે. તે રોટરી ટિલર, એમબી હળ, ટ્રેક્ટરમાં સ્થાપિત હાર્વેસ્ટર, પોટેટો પ્લાન્ટર, ડિગર, રેક, બેલર અને મલ્ચર તથા શ્રેડર સાથે કામ કરવા સક્ષમ છે.

સર્વોચ્ચ અનુકૂળતા અને સુવિધા

નવા ટ્રેક્ટરની આ અર્ગોનોમિક ડિઝાઇનનાં ઓપરેટિંગ એરિયા તેને કેટેગરીમાં અતિ સુવિધાજનક ટ્રેક્ટર્સમાંનું એક બનાવે છે. ઉપરાંત શ્રેષ્ઠ સુવિધા સાથે અર્જુન નોવો સરળ ફાર્મિંગ સુનિશ્ચિત કરે છે અને ખેતરોમાં થાકમુક્ત કામગીરીનાં લાંબા કલાકો માટે કામ કરવાનું સરળ બનાવે છે.

 • ટ્રેક્ટરનું પ્લેટફોર્મ સંપૂર્ણપણે ફ્લેટ
 • 4 વે એડજસ્ટેબલ ડિલક્સ સીટ સાથે સુવિધાજનક સીટિંગ – એસી કેબિન વેરિઅન્ટમાં એર સસ્પેન્ડેડ સીટ
 • ટિલ્ટેબલ સ્ટિઅરિંગ
 • સસ્પેન્ડેબલ પેડલ્સ જેવા આધુનિક અર્ગોનોમિક નિયંત્રણો
 • ઓટો ડાઇગ્નોસ્ટિક ઇન્ડિકેટર્સ સાથે સ્ટાઇલિશ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
 • કાર જેવું સ્વિચ કોમ્બિનેશન
 • હેડ લેમ્પની આસપાસ હાઈ પાવર્ડ રેપ સાથે સ્ટાઇલ ક્વોશન્ટમાં વધારો
 • કેટેગરીમાં પ્રથમ વખત ટ્વિન પોઝિશન સિંગલ બટન બોનેટ ઓપનિંગ (55 ડિગ્રી અને 80 ડિગ્રી ઓપનિંગ)
 • એડ-ઓન એર-કન્ડિશનિંગ કેબિનમાં અપગ્રેડ કરી શકાશે

ટૂંક સમયમાં યુએસએ બાઉન્ડ અત્યાધુનિક AC કેબિન ટ્રેક્ટર પ્રસ્તુત થશે

આ ગ્લોબલ મહિન્દ્રા નોવો ટ્રેક્ટર ઘણી નવી ટેકનોલોજીકલ ખાસિયતો ધરાવે છે, જેમાં સામેલ છે

 • પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ.
 • ઓટો ડાઇગ્નોસ્ટિક ઇન્ડિકેટર સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
 • ટચ સ્ક્રીન 10” ઇંચ ઇન્ફોટેઇન્મેન્ટ સ્ક્રીન
 • ડે રનિંગ લાઇટ
 • ક્લચ ફ્રી ફોરવર્ડ અને રિવર્સ માટે પાવર શઠલ ઓપ્શન
 • હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ (એચવીએસી) કેબિન
 • કી ઇમ્મોબિલાઇઝર
 • રિઅર વ્યૂ કેમેરા
 • ટાયરટ્રોનિક્સ

સ્ટાઇલિશ પાસાં

ઓપન સ્ટેશન ટ્રેક્ટર્સની આ નવી રેન્જની કેટેગરીમાં અલગ પાડતી ખાસયિતો છે –

 • મેટલિક ડીપ રેડ પેઇન્ટ
 • સ્ટાઇલિશ મેટલિક 3 ડાઇમેન્શનલ ડેકલ