મહિન્દ્રાએ વિશ્વની સૌથી નવી સાતત્યપૂર્ણ લક્ઝરી કાર બ્રાન્ડ ઓટોમોબિલી પિનઇનફરીના લોંચ કરી

ઓટોમોબિલી પિનઇનફરીના 2020માં ઇલેક્ટ્રીક હાઇપરકાર લોંચ કરશે

નવી કંપની પિનઇનફરીનાની લીજન્ડરી ઓટોમોટિવ ડિઝાઇન નિપુણતાનો લાભ લેશે

 

રોમ, 13 એપ્રિલ 2018: 19 અબજ ડોલરના મહિન્દ્રા ગ્રુપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે વિશ્વની સૌથી નવી સાતત્યપૂર્ણ લક્ઝરી બ્રાન્ડ ઓટોમોબિલી પિનઇનફરીનાના લોંચની જાહેરાત કરી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી ઓટોમોબિલી પિનઇનફરીના યુરોપમાં સ્થિત હશે. કંપની તેના વિશિષ્ઠ ગ્રાહકો માટે હાઇ ટેકનોલોજી, ઉત્તમ પર્ફોમન્સ, લક્ઝરી ઇલેક્ટ્રિક વ્હિકલનું ડિઝાઇન, એન્જિનિયરીંગ અને ઉત્પાદન કરશે. ઓટોમોબિલી પિનઇનફરીના મહિન્દ્રાએ ફોર્મ્યુલા ઇ ઇલેક્ટ્રીક રેસિંગ કાર ચેમ્પિયનશીપમાં ભાગ લઇને ઇલેક્ટ્રીક વ્હિકલ (EV)માં મેળવેલી નિપુણતા સાથે પિનઇનફરીનાની ઓટોમોટિવ ડિઝાઇન નિપુણતાનુ સંયોજન કરશે. ઓટોમોબિલી પિનઇનફરીના મોડલ પિનઇનફરીનાનો બેજ ધરાવતી ઇલેક્ટ્રીક હાઇપરકાર 2020માં લોંચ કરશે.

પિનઇનફરીના ચેરમેન, SpA પાઓલો પિનઇનફરીનાએ જણાવ્યું હતું કે, “અમે નવી કંપની ઓટોમોબિલી પિનઇનફરીનાને આવકારીએ છીએ, જે પિનઇનફરીના માટે વધારાના ગ્રાહકનું પ્રતિનિધિત્વ કરે છે. કંપની અનેક પ્રતિષ્ઠીત કાર ઉત્પાદકોની યાદીમાં જોડાઇ છે, જે માટે અમે ભવિષ્યમાં કાર ડિઝાઇન કરીશું. આ પ્રોજેક્ટ મને અને મારા પરિવારને રસ્તા પર બ્રાન્ડેડ પિનઇનફરીનાની અભૂતપુર્વ ઇનોવેટિવ કાર જોવાના મારા દાદાના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે.”

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, ઇટલીની પ્રતિષ્ઠીત ડિઝાઇન નિપુણતા સાચી સુંદર અને અનોખી શૈલીનું ઉત્પાદન કરે છે. પિનઇનફરીના એસ્થેટીક હેરીટેજની પેડીગ્રી અને ડિઝાઇન વોકેબ્યુલરીને આધારે અમે જૂજ કલેક્ટર્સ આઇટમ વિક્સાવીશું, જે ગ્રાહક માટે આંખનો તારો બની જશે. આ કાર હાઇ ટેકનોલોજીથી ચાલતી ઇનોવેટિવ અને પાયોનિયરીંગ પ્રોડક્ટ હશે. મહિન્દ્રા ગ્રુપે ઇલેક્ટ્રિક વ્હિકલ પર દારોમદાર રાખ્યો છે. EVએ ભાવિ છે અને જ્યારે એક કારમાં તાકાત, સુંદરતા અને હાઇ એન્ડ ઇવી ટેકનોલોજીનું મિશ્રણ થાય ત્યારે તે એક એવું લક્ઝરી વ્હિકલ તૈયાર થાય જે કાર પ્રેમીઓને આ ધરતી પર પ્રદૂષણ ફેલાવ્યા વિના ફરવાની સ્વતંત્રતા આપશે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન ડો. પવન ગોયેન્કાએ જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે ફોર્મ્યુલા E રેસિંગમાં અમારી ભાગીદારીથી ઇવીમાં મહિન્દ્રાની વધતી જતી નિપુણતાને જોતાં ઓટોમોબિલી પિનઇનફરીનાને લોંચ કરવાનો આ યોગ્ય સમય છે એમ અમે માનીએ છીએ. ફોર્મ્યુલા E રેસિંગમાં કન્સ્ટ્રક્ટર્સ અને ડ્રાઇવર્સ ચેમ્પિયનશીપ્સમાં અમે હાલમાં બીજા ક્રમે છે અને પિનઇનફરીનાની ડિઝાઇન નિપુણતાથી અમે વૈશ્વિક બજારો માટે સ્ટાઇલ, ઉમદા પર્ફોમન્સ અને ઇલેક્ટ્રિક વ્હિકલ્સ વિક્સાવી શકીશું.

ઓટોમોબિલી પિનઇનફરીનાની આગેવાની તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માઇકલ પર્શ્ક સંભાળશે. માઇકલ હેડક્વાર્ટર ડાયરેક્ટર ઉપરાંત વિવિધ માર્કેટ રોલ્સમાં પ્રીમિયમ જર્મન બ્રાન્ડ્સ સાથે 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ ભારતમાં 2010થી 2013 સુધી ઓડીના એમડી અને ફોક્સવેગન ગ્રુપ સેલ્સના મેનેજમેન્ટ બોર્ડમાં હતા. માઇકલ ઓટોમોબિલી પિનઇનફરીના માટે વ્યૂહ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમની સાથે સીઓઓ તરીકે પર પેર સ્વતેસન જોડાશે. પેર વોલ્વો ગ્રુપ અને NEVS સહિતના સંબંધિત અનુભવ ધરાવે છે.

ઓટોમોબિલી પિનઇનફરીનાના સીઇઓ માઇકલ પર્શ્કે ટિપ્પણી કરી હતી કે, ઓટોમોબિલી પિનઇનફરીનાને અગ્રણી સાતત્યપૂર્ણ લક્ઝરી બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવી એ અમારું વ્યૂહાત્મક વિઝન છે અને તે અમારા માટે સ્વપ્ન સાકાર થવા સમાન ઘટના ગણાશે. તેમાં 88 વર્ષના આઇકોનોકિ ડિઝાઇન વારસાનું મહિન્દ્રા ગ્રુપ અને મહિન્દ્રા ફોર્મ્યુલા E રેસિંગની અગ્રણી ઇવી ક્ષમતાનું મિશ્રણ થશે. ઓટોમોબિલી પિનઇનફરીનાની આગેવાની લેતાં હું ગૌરવ અનભવું છું અને તેને ડિઝાઇન હેરિટેજ, સબસ્ટન્સ અને સસ્ટેનેબલ હાઇ પર્ફોમન્સ ઇવી ટેકનોલોજીની કદર કરતા કારપ્રેમીઓ દ્વારા સ્વીકૃત પ્રતિષ્ઠીત અને ઇચ્છનીય બ્રાન્ડ બનાવવાની અમારી મહત્વાકાંક્ષા છે.