મહિન્દ્રા પાવરોલે હાઈ પાવર ડિઝલ જનરેટર્સની નવી રેન્જ લોંચ કરી

મહિન્દ્રા પાવરોલે હાઈ પાવર ડિઝલ જનરેટર્સની નવી રેન્જ લોંચ કરી

  • 400 kVA, 500 kVA અને 625 kVA સાથે વધારે kVA સેગમેન્ટમાં વધારે પ્રોડક્ટ ઓફર કરી

  • વૈશ્વિક કક્ષાનાં પર્કિન્સ એન્જિન સાથે જનરેટર્સ સજ્જ

 

મુંબઈ, 23 એપ્રિલ, 2018: 19 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા પાવરોલે આજે પર્કિન્સ® 2000 સીરિઝ એન્જિન દ્વારા પાવર્ડ 400/500/625 kVA DG લોંચ કરીને પોતાની વધારે ક્ષમતા ધરાવતી kVA ડિઝલ જનરેટર્સ (ડીજી)નું એક્ષ્ટેન્શન કરવાની જાહેરાત કરી હતી. ચેન્નાઈમાં મહિન્દ્રા રિસર્ચ વેલીમાં આરએન્ડડી કેન્દ્રમાં ડિઝાઇન થયેલ અને પૂણે નજીક પોતાનાં ચાકણ પ્લાન્ટમાં બનેલ 12.5 લિટરથી 18 લિટરનાં પર્કિન્સ એન્જિન સાથે જનરેટરનાં સેટની આ નવી રેન્જ મહિન્દ્રા પાવરોલની વધારે ક્ષમતા ધરાવતી kVA સીરિઝમાં નવો વધારો છે.

પર્કિન્સ® 2000 સીરિઝ ઇલેક્ટ્રોનિક એન્જિન તેની આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા અને કાર્યદક્ષતા માટે બજારમાં પ્રસિદ્ધ છે. તેઓ યુરો સ્ટેજ IIIA/U.S. EPA ટિઅર 3 સુધી સર્ટિફિકેશન સાથે ટર્બોચાર્જ્ડ છે અને એર-ટૂ-એર ચાર્જ છે તથા ભારતનાં CPCB-II ઉત્સર્જનનાં ધારાધોરણોનું પાલન કરે છે. મહિન્દ્રાની સફળ અને અસરકારક હેવી-ડ્યુટી ઔદ્યોગિક આધારમાંથી વિકસાવેલા આ એન્જિન શ્રેષ્ઠ કામગીરી અને વિશ્વસનિયતા પૂરી પાડે છે. પ્રાઇમ અને સ્ટેન્ડબાય 400-625 kVAની ડીજી રેન્જ પર નજર દોડાવતાં ગ્રાહકો માટે આ વિવિધ એન્જિન આદર્શ પસંદગી છે.

આ લોંચ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં સીપીઓ, પાવરોલ અને સ્પેર્સ બિઝનેસનાં પ્રેસિડન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે, “પાવરોલમાં અમારી વ્યૂહરચના વધારે ક્ષમતા ધરાવતી kVA રેન્જમાં અમારી પ્રોડક્ટ ઓફરને મજબૂત કરવાની છે. આજે 400/500/625 kVA જેનસેટનાં લોચ સાથે હવે અમે 5kVAથી 625kVA સુધીનાં ટોચનાં ગુણવત્તાયુક્ત જેનસેટ ધરાવીએ છીએ. આ અમને નવા સેગમેન્ટમાં વૃદ્ધિ કરવાની શ્રેષ્ઠ તક આપે છે અને અમારાં ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય સ્તરનાં જેનસેટ પ્રદાન કરે છે.”

સ્માર્ટ સર્વિસ સાથે સ્માર્ટ DG

ડીજી સેટની નવી રેન્જ મહિન્દ્રાની વિશિષ્ટ ડિજિ-સેન્સ ટેકનોલોજી સાથે સજ્જ છે, જે તેને સ્માર્ટ ડીજી બનાવે છે. સ્માર્ટ ડીજી સેટનું પર્ફોર્મન્સ કોઈ પણ જગ્યાએથી રિયલ-ટાઇમમાં નિરીક્ષણ કરી શકશે, જેથી ડીજી સેટનો અપટાઇમ વધે છે.મુખ્યત્વે સેવા સંચાલિત ઉદ્યોગ, ડીજી સેટની ખરીદીનો નિર્ણય સર્વિસ નેટવર્ક અને આફ્ટર-સેલ્સ સર્વિસ પ્રતિબદ્ધતા પર નિર્ભર છે. મહિન્દ્રા પાવરોલ ડીજી સેટને રાષ્ટ્રીય સ્તરે 400 ટચ પોઇન્ટ સાથે 200થી વધારે ડિલરનાં વિસ્તૃત સર્વિસ નેટવર્કનું સમર્થન છે.

 

સેન્ટ્રલાઇઝ કોલ સેન્ટર એલર્ટ 24×7 ગ્રાહકને તાત્કાલિક સપોર્ટ આપવા સુસજ્જ છે. નિષ્ણાતોની ટીમ શક્ય ઓછા સમયમાં ગ્રાહકને મદદ કરવા અતિ અસરકારક અને અનુકૂળ સોલ્યુશન પસંદ કરવામાં મદદ કરી શકે છે.

મહિન્દ્રા પાવરોલ વિશે

કંપનીએ વર્ષ 2001-02માં પાવર જનરેશન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. નાણાકીય વર્ષ 2001-02ની શરૂઆતથી તેનો વ્યવસાય વધીને નાણાકીય વર્ષ 2017-18માં રૂ. 1,400 કરોડ થઈ ગયો હતો. અત્યારે મહિન્દ્રા પાવરોલનાં એન્જિનમાં 5kVAથી 625 kVA સુધીનાં ડિઝલ જનરેટિંગ સેટ  સામેલ છે. શરૂઆતથી મહિન્દ્રા પાવરોલે ભારતીય જેન્સેટ ઉદ્યોગમાં અતિ ટૂંકા ગાળામાં હરણફાળ ભરી છે. મહિન્દ્રા પાવરોલ ડીજી સેટ ભારત અને વિશ્વમાં ટેલીકોમ કંપનીઓની પ્રથમ પસંદગી છે. બ્રાન્ડ છેલ્લાં સતત 11 વર્ષથી ભારતીય ટેલીકોમ ઉદ્યોગમાં વર્ચસ્વ ધરાવે છે. મહિન્દ્રા પાવરોલને વર્ષ 2014માં ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ (ટીક્યુએમ)નો સફળતાપૂર્વક અમલ કરનાર વ્યવસાયોને માન્યતા આપનાર યુનિયન ઓફ જાપાનીઝ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનીયર્સ (જેયુએસઇ) દ્વારા સ્થાપિત ગ્લોબલ ક્વોલિટી એવોર્ડ ડેમિંગ પ્રાઇઝ એનાયત થયો હતો. મહિન્દ્રા પાવરોલે વિવિધ એવોર્ડ પણ મેળવ્યાં છે, જેમાં ફ્રોસ્ટ એન્ડ સુલિવન વોઇસ ઓફ કસ્ટમર એવોર્ડ, માસ્ટર બ્રાન્ડ, પાવર બ્રાન્ડ અને લેટેસ્ટ સુપરબ્રાન્ડ એવોર્ડ સામેલ છે. ટેલીકોમ ઉપરાંત મહિન્દ્રા પાવરોલ ભારત અને વૈશ્વિક બજારોમાં ડીજી સેટ બેંક, બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન, પબ્લિક સેક્ટર યુનિટ, હોસ્પિટલ, હોટેલ્સ, હોમ અને ઉત્પાદન એકમો જેવા વિવિધ ઉદ્યોગો અને સેગમેન્ટનાં ગ્રાહકોને સેવા આપે છે.

 

મહિન્દ્રા વિશે જાણકારી www.mahindra.com / ટ્વિટર અને ફેસબુક પર મેળવો: @MahindraRise