માર્શલ સ્પોટ્‌ર્સે વીવો પ્રો કબડ્ડી સીઝન-૬ માટે “એલિટ રિટેઇન્ડ પ્લેયર્સ” જાહેર કર્યા

* પ્રદીપ નરવાલ ત્રણ વખત વિજેતા થનાર પટના પાઇરેટ્‌સ સાથે રમવાનું ચાલું રાખશે
* અજય ઠાકુલ ફરીથી તમિલ થલાઇવાઝ સાથે
* આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પ્રાધાન્ય આપતા દબંગ દિલ્હી અને તેલુગુ ટાઇટન્સ
* ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્‌સે યુવા ખેલાડીઓ પર મદાર રાખ્યો જ્યારે તેલુગુ ટાઇટન્સે             ઉતારી રેઇડર્સ પર પસંદગી

સતત પાંચ અતિસફળ સિઝન્સ બાદ, ભારતની સૌથી મોટી સ્થાનિક સ્પોટ‘ગ લીગ, વીવો પ્રો કબડ્ડી લીગ “એલિટ રિટઇન્ડ પ્લેયર્સ”ની જાહેરાત સાથે જ વધુ એક ધમાકેદાર સીઝન માટે તૈયાર છે. લીગે આજે એવા ખેલાડીઓની જાહેરાત કરી છે કે જેઓ૧૯મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજથી શરૂ થનાર વીવો પ્રોકબડ્ડી સીઝન-૬ દરમિયાન પોતાની જ ફ્રેન્ચાઇઝી માટે રમવાનું ચાલુ રાખશે. સીઝન-૬ માટે મહત્ત્વના કહી શકાય તેવી સિમાચિહ્નરૂપ ઘટનામાં સીઝન-૫ના ૨૧ ખેલાડીઓને તેમની ફ્રેન્ચાઇઝી દ્વારા સીઝન-૬ માટે જાળવી રાખવામાં આવ્યા છે. “એલિટ પ્લેયર રિટન્શન” ટીમ બિલ્ડીંગ માટે મહત્ત્વની બાબત સાબિત થશે અને આથી જ ફ્રેન્ચાઇઝીસને આગામી લીગ માટે તેમના ચાવીરૂપ ખેલાડીઓને જાળવી રાખવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વીવો પ્રોકબડ્ડીના લીગ કમિશનર, અનુપમ ગોસ્વામીએ જણાવ્યું, “ટીમોના માળખાને મજબૂત કરવા માટે ટીમના ખેલાડીઓ સ્થિર રહે અને એકજૂટ રહે તેવું લીગ ઇચ્છે છે. ટીમમાં પસંદગીના ખેલાડીઓને જાળવી રાખવાના માળખાને કારણે ખેલાડી અને ફ્રેન્ચાઇઝી વચ્ચે લાંબા ગાળાનો સંબંધ જળવાઇ રહે છે, જે બંને પક્ષકારો માટે લાભદાયક રહે છે. અમારા માટે ટીમના ટેલેન્ટ, રચના અને તેનો વિકાસ ટોચની અગ્રતા રહી છે. વિવો પ્રો કબડ્ડી સીઝન-૬ ભારતમાં ઉચ્ચ કક્ષાનું ટેલેન્ડ અને સ્પર્ધાને જન્મ આપે તેની ખાતરી માટે એલિટ પ્લેયલ રિટેન્શન અને ફ્યુચર કબડ્ડી હીરોઝ જેવા પ્રયત્નો લાંબા ગાળે મદદરૂપ સાબિત થશે.”

 

 

Untitled-1