માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત થશ

નવા વટહુકમ બાદ ઈડીને વધુ સત્તાઓ મળી છે
માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત થશ
હાલમાં જારી નવા વટહુકમમાં ભાગેડુ આર્થિક દોષિતોની સંપત્તિ જપ્ત કરવા માટે તપાસ સંસ્થાને અનેક સત્તા મળી

નવી દિલ્હી,તા. ૨૫
ફરાર થયેલા આર્થિક ગુનેગારોના સંદર્ભમાં હાલમાં જ વટહુકમ જારી કરીને વધુ સત્તા જારી કરવામાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે ઝડપી કામગીરી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે બિઝનેસમેન વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસીની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. સૂત્રોએ કહ્યું છે કે વાતચીતનો દોર પૂર્ણ થઈ ગયો છે. આ વાતચીત ૪૮ કલાકથી પણ વધુ સમય સુધી ચાલી હતી. જેમાં ઈડીએ હવે વિજય માલ્યા, નિરવ મોદીની સંપત્તિ જપ્ત કરવા તૈયારી કરી લીધી છે. પ્રવેન્શન ઓફ મનિલોન્ડ્રીંગ એક્ટ કોર્ટ પાસેથી માહિતી મેળવવા માટે તૈયારી ેહાથ ધરાઈ છે. માલ્યા, મોદી અને ચોક્સીને ભાગેડુ જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ ત્રણેય છેલ્લા ઘણા સમયથી બિનજામીનપાત્ર ધરપકડ વોરંટની અવગણના કરી રહ્યા છે. આ ત્રણેય વિદેશમાં રોકાયેલા છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે નવા કાયદાની જોગવાઈનો ઉપયોગ કરીને આર્થિક અપરાધિઓ સામે વધુ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આર્થિક ગુનેગારો સામે કઠોર પગલાં લેવાના હેતુસર હાલમાં જ નવો વટહુકમ જારી કરવામાં આવ્યો હતો.
માલ્યાની સંપત્તિ પહેલાથી જ પીએમએલએ હેઠળ જપ્ત કરવામાં આવી ચુકી છે. જેમાં ૯૦૦૦ કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે. વિજય માલ્યા હજુ પણ આ સંપત્તિના માલિક તરીકે છે પરંતુ સંપત્તિને વેચવાની સ્થિતિમાં નથી. પીએમએલએ કોર્ટ પાસેથી મંજુરી મેળવીલીધા બાદ જ તેઓ પોતાની સંપત્તિનો નિકાલ કરી શકે છે. નવા કાયદા હેઠળ સરકાર ફરાર થયેલા વિજય માલ્યા જેવા આર્થિક અપરાધિઓની સંપત્તિને વેચી મારવા અથવા તો તેનો નિકાલ કરી દેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. વિજય માલ્યા અને અન્ય સંબંધિતો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.