મુંબઈમાં ૮માં થિયેટર ઓલિમ્પિક્સના રંગારંગ સમાપન સમારોહમાં અગણિત સિતારાઓએ વિખેરી ચમક

• મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ સમાપન સમારોહમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા
• ૮માં થિયેટર ઓલિમ્પિક્સના કલાત્મક નિર્દેશક શ્રી રતનથિયામે સમારોહમાં પોતાની ગરિમામયી ઉપસ્થિતી દર્શાવી
• આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને થિયેટરના મિશ્રણના રૂપમાં રંગશિખર નામક નાટકનું મંચન સમાપન સમારોહમાં કરવામાં આવ્યું
ભારતના ૧૭ શહેરોમાં ૫૧ દિવસોના શાનદાર પ્રદર્શન બાદ ઐતિહાસિક ૮માં થિયેટર ઓલિમ્પિક્સનો રંગારંગ સમારોહ રવિવારે સમાપ્ત થયો.

મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ સમાપન સમારોહના મુખ્ય અતિથિ હતાં. માનનીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડા. મહેશ શર્મા અને પ્રસિદ્ધ થિયેટર કલાકાર અને ફિલ્મ અભિનેતા શ્રી નાના પાટેકર વિશિષ્ટ અતિથિના રૂપમા સમારોહમાં ઉપસ્થિત રહ્યો.

સમાપન સમારોહમાં ૮માં થિયેટર એલિમ્પિક્સના કલાત્મક નિદેશક શ્રી રતનથિયામે પોતાની ગરિમામયી ઉપસ્થિતિ દર્શાવી. સમારોહની અધ્યક્ષતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સોસાયટીના કાર્યકારી અધ્યક્ષ ડા. અર્જુન દેવચરણે કરી. થિયેટર ઓલિમ્પિક્સના રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ શ્રી થિયોડોરોસ ટેરજોપોલોસ, સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત સચીવ શ્રી એમ.એલ.શ્રીવાસ્તવ અને લોકપ્રિય થિયેટર કલાકાર અને લોકપ્રિય અભિનેતા શ્રી નવાઝુદ્દિન સિદ્દિકી સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ હતા.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નિદેશક પ્રોફેસર વામન કેન્દ્રે જણાવ્યું કે, “અમે પોતાની તાકાત અને ક્ષમતાઓ દર્શાવવા માટેના ઘણાં અવસર મળ્યા, પરંતુ ૮માં થિયેટર ઓલિમ્પિક્સે અમને ભારતીય સંસ્કૃતિની તાકાત દર્શાવવાની અદ્‌ભૂત તક આપી છે. ૮માં થિયેટર ઓલિમ્પિકનું આયોજન આમારા પ્રિય અને દૂરદર્શી, માનનીય કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ડો. મહેશ શર્માના પ્રેરણાત્મક સમર્થનના વગર સંભવ થઈ શકતું નથી.”

થિયેટર ઓલંપિકના આંતરરાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ શ્રી થિયોડોરોસ ટેરજોપોલોસે જણાવ્યું કે, “હું ઇચ્છુ છુ કે ભારત સરકારના સહયોગથી ભારતીય થિયેટર પૂરી દુનિયામાં રાજ કરે. નવમાં થિયેટર ઓલંપિક સંયુક્ત રૂપથી રુસ અને જાપાનમાં આયોજિત કરવામાં આવશે.”

પ્રખ્યાત થિયેટર કલાકાર અને ફિલ્મ અભિનેતા નાના પાટેકરે કહ્યું, “ખરેખર હું બહુ જ ખુશ છું કે પ્રોફેસર વામન કેન્દ્રે થિયેટરને એક અલગ પ્લેટફોર્મ પર લઇ ગયાં છે. હું તમારા કામનું આદર કરુ છું અને તમને ધન્યવાદ આપું છું કે તમે થિયેટરને જીવિત રાખ્યું છે ”

૮માં થિયેટર ઓલંપિક્સનું ઉદ્‌ઘાટન ભારતના માનનીય ઉપરાષ્ટ્રીયપતિ શ્રી વેંકૈયાનાયડૂએ ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૮એ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર કરવામાં આવ્યું હતું. ૮માં થિયેટર ઓલંપિક્સમાં ‘ફ્લૈગ ઓફ ફ્રેન્ડશિપ’ થીમ હેઠળ આ ક્રાર્યક્રમે ૨૫૦૦૦ કલાકારોને એક સાથે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ મહોત્સવ દરમિયાન ભારતના ૧૭ શહેરો અગરતલા, અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ, ગુવાહાટી, ઇંફાલ, જયપુર, જમ્મુ, કોલકાત્તા, મુંબઇ, નવી દિલ્હી, પટના, તિરુવનંતપુરમ, વારાણસીમાં ૩૦થી વધારે દેશોના ૪૫૦થી વધારે નાટક પ્રસ્તુત કરવામાં આવ્યાં.

દેશમાં પહેલીવાર આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તર પર સૌથી મોટા થિયેટર સમારોહ ૮માં થિયેટર ઓલંપિક્સ હેઠળ ૫૧ દિવસોમાં ૪૦૦થી વધારે નાટકો પ્રસ્તુત કરવામાં આવ્યાં.