the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મુંબઈ ઈન્ડિયન્સની સાથે ગોઆઈબિબો લોંચ કરે છે ‘ગોકેશ ફેસ્ટ’

અનોખી ઈન્ડસ્ટ્રી ફર્સ્ટ ગેમિફાઈડ ગોઆઈબિબો એપનું અનાવરણ થયું જેમાં દર્શકો તેમની ગોઆઈબિબો એપ પર મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન ગોકેશ મેળવી શકશે.

ગોઆઈબિબો એ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ, મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય સ્પોન્સર છે.ભારતની અગ્રણી ઓનલાઈન ટ્રાવેલ કંપની ગોઆઈબિબો દ્વારા તેના પ્રકારના પ્રથમ અભિયાનને લોંચ કરીને પ્રવાસનના આનંદને ક્રિકેટના રોમાંચની સાથે જોડ્યું છે અને તેમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સભ્યો અને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને દર્શાવ્યા છે.

આ ઉદ્યોગમાં આવું આ પ્રથમ અભિયાન છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સ મેદાનમાં ઉતરે ત્યારે તેમના દેખાવની સાથે ગ્રાહકોના પ્રવાસન પ્રારબ્ધને લિંક કરી દેવાયું છે. આ પોતાના પ્રકારનું નવતર અભિયાન છે જેના થકી આધુનિક યુવા પેઢીના ત્રણ મુખ્ય ખેવનારૂપ મુદ્દાઓને સાથે લાવી શકાશે. બોલિવુડ અને ક્રિકેટના સંગમ વચ્ચે પોતાના અભિયાન દ્વારા ઈન્ડિયન મિલેનિયલ્સ પ્રવાસ માટેની તેમની ખેવના સાથે ગોકેશ વડે રિવોર્ડ મેળવશે.

અત્યંત સરળ છતાં જોડનારા અભિયાનરૂપે ગોઆઈબિબો પ્રમોશન દ્વારા યુઝર્સને એપ ડાઉનલોડ કરીને મુંબઈ ઈન્ડિયન્સની મેચ દરમિયાન તેને ખુલ્લી રાખીને ગોકેશ મેળવવા પ્રોત્સાહિત કરાશે. લોકો એપનો ઉપયોગ કરીને પ્રવાસનું બુકિંગ કરાવીને રળતાને શોધી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે વિકલ્પોની ભરમાર થકી ગોઆઈબિબો દ્વારા અદભુત ડીલ ઓફર કરાશે અને આ રીતે આ અભિયાન ક્રિકેટ રસિયાઓને પોતાની સાથે જોડશે. 

આ ઉદ્દેશ માટે, ગોઆઈબિબો દ્વારા એક સરળ મિકેનિઝમ વિકસાવાયું છે જેમાં યુઝર્સે મુંબઈ ઈન્ડિયન્સની દરેક મેચ દરમિયાન તેમની ગોઆઈબિબો એપ ખુલ્લી રાખવાની રહેશે અને આ રીતે તેઓ આ ક્રિકેટ સિઝનમાં અઢળક રોકડ પ્રાપ્ત કરી શકશે. ખેલાડીઓ બાઉન્ડ્રી ફટકારે કે વિકેટ લેશે તો તેની સાથે પ્રશંશકોને પણ એપ પર ગોકેશ મળશે જેનાથી તેઓ રમતને માણવાની સાથે રોકડ પણ કમાઈ શકશે. ગોઆઈબિબોનું આ હાઈ-ડેસિબલ અભિયાન રમત અને તેના ચાહકો વચ્ચેના જીવંત જોડાણને સાંકળીને ક્રિકેટ જોનારા પ્રેક્ષકોને ઊંડે સુધી જોતરી રાખશે.

આ પ્રસંગે કો-ફાઉન્ડર અને સીઈઓ-ઈન્ડિયા, શ્રી રાજેશ મેગોએ કહ્યું હતું કે, “ગોઆઈબિબો ઓફલાઈન પ્રવાસન ક્ષેત્રમાં પ્રોડક્ટ સંશોધનમાં શિરમોર છે અને આ અભિયાન એ વાતની સાક્ષી પૂરે છે કે કેવી રીતે ગોઆઈબિબો મૂલ્યવાન અગ્રણી છે. આ અભિયાન થકી આપણે નવા અને પ્રવર્તમાન યુઝર્સ સાથે સતત જોડાયેલા રહીશું અને તેમને તેની પ્રવાસનની પસંદગીનું પુનઃમૂલ્યાંકન કરવામાં મદદરૂપ થઈને સૌથી અર્થપૂર્ણ રીતે ઓનલાઈન પ્રવાસનને આત્મસાત કરતા રહીશું.”

નવા ટીવીસી અને ઓફરિંગ અંગે ટિપ્પણી કરતા ગ્રુપ સીએમઓ શ્રી સૌજન્ય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “આપણે એક સરળ સ્પોન્સરશીપ જોડાણથી આગળ વધીને ક્રિકેટના ચાહકોની સાથે મૂલ્યવર્ધન, નવતર પ્રયોગ થકી જોડાવા માગીએ છીએ. ઓનલાઈન ટ્રાવેલ, ક્રિકેટ અને બોલિવૂડનો આ અનોખો ત્રિવેણી સંગમ છે જે એક અભૂતપૂર્વ ઘટના છે. ગોઆઈબિબોની કુદરતી અપીલ યુવા, ટેક સાવી અને વ્યવહારલક્ષી ગ્રાહક પર કેન્દ્રિત છે જે હંમેશા નવા-નવા સ્થળે ફરતા રહેવા માગે છે. આ અભિયાન દ્વારા અમે આ ત્વરિતતાને વેગવાન બનાવીને અમારા ગ્રાહકોને ગોકેશ દ્વારા પુરસ્કાર આપતા રહેવા માગીએ છીએ જેથી તેઓ હોટેલ્સ, ફ્લાઈટ્સ તથા અન્ય પ્રવાસનનો લાભ લેતા રહે.”

ગોઆઈબિબોએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર અને પાર્ટનલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહની સાથે મળીને 3-પાર્ટ ટીવીસી દ્વારા નવો સંદેશો પ્રસરાવ્યો છે. પોતાના 360 ડિગ્રી માર્કેટિંગ અભિયાન દ્વારા ટીવીસીને સાંકળીને આઈપીએલ, સામાન્ય મનોરંજન ચેનલ, એચડી ચેનલ, હિન્દી ફિલ્મો, હિન્દી અને અંગ્રેજી સમાચાર તથા પ્રાદેશિક ચેનલો સાથે મળીને 8 સપ્તાહ સુધી આ અભિયાન ચલાવાશે. ટીવીસીની લાક્ષણિકતાઓને પબ્લિસિસ કેપિટલ દ્વારા જીવનમાં લવાશે.

આ અભિયાન અંગે પબ્લિસિસ કેપિટલના બ્રાન્ડ કન્સલ્ટન્ટ શ્રી હેમંત મિશ્રાએ કહ્યું હતું કે, “ગોઆઈબિબો દરેક ઉનાળામાં નવતર ઝુંબેશો સાથે અમને પડકાર ફેંકતી રહે છે અને આ પડકારને ઝીલવો એ અમારો અભિગમ રહ્યો છે. આ ઉનાળામાં તેમણે ચાંદીની ગોળી મારીને પોતાના પ્રેક્ષકોને સાંકળવાનો પ્રયાસ કર્યો છે. આ એક રોમાંચક અભિયાન છે કારણ કે તે પોતાના જેવું અનોખું છે અને સાથે-સાથે તેનાથી ખેલાડીઓ અને ગોઆઈબિબોના બ્રાન્ડ એમ્બેસેડર્સ સાથેનું જોડાણ પણ સતત વધશે.”

આ વ્યક્તિગત અનુભૂતિ ગ્રાહકોને મેચ દરમિયાન વિવિધ પ્રસંગે આવક રળવાની તક આપશે. ગ્રાહકોએ પણ તેમની ગોઆઈબિબો એપને મેચ દરમિયાન ખુલ્લી રાખવી પડશે અને આ રીતે એપ હોમ સ્ક્રીન પર લાઈવ ટિકર દ્વારા તેમાંની સંભવિત આવકનું પરાવર્તન થશે. જો યુઝર્સ ગેમ દરમિયાન જતા રહેશે તો આવક બંધ થશે અને મેચ દરમિયાન એપ ખોલશે તો જ્યાંથી યુઝર ગયો હતો ત્યાંથી તે ફરી શરૂ થશે.

ટીવીસી 8 સપ્તાહના ગાળા માટે જીઈસી, સમાચાર, ક્રિકેટ અને મૂવી ચેનલો પર ઓન એર રહેશે અને તે અહીં જોવા ઉપલબ્ધ રહેશેઃ ગોઆઈબિબો ગોકેશફેસ્ટ ટીવીસી